હિન્દ ન્યુઝ, વેરાવળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન શીશપાલજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં દરેક વ્યક્તિ સુધી સ્વસ્થ જીવનશૈલી અને યોગનો સંદેશ પહોંચે તેવા હેતુથી વિવિધ યોગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત વેરાવળમાં નિશુલ્ક યોગ સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વેરાવળ ખાતે કરમચંદ બાપા ચોકની પાસે આવેલા નગરપાલિકા ગાર્ડનમાં તા. ૩૦-૦૫-૨૦૨૬ સુધી સવારે ૭ થી ૯ દરમિયાન સમર કેમ્પનું આયોજન કરાયું છે.
Read MoreMonth: May 2026
ગીર સોમનાથ જિલ્લાની મહિલાઓ માટે ફળ અને શાકભાજી પરિરક્ષણની તાલીમનું આયોજન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ બાગાયત ખાતા દ્વારા રાજ્યભરમાં કેનીંગ અને કિચન ગાર્ડન યોજનામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની મહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની ૨ (બે) તથા ૫ (પાંચ) દિવસીય તાલીમ આપવામાં આવે છે. જેમાં મહિલા લાભાર્થીઓને દૈનિક રૂ.૨૫૦/- વૃતિકા (સ્ટાઈપેન્ડ) ચૂકવવામાં આવશે. આ તાલીમનું આયોજન ગીર સોમનાથ જિલ્લાની મહિલાઓ માટે પણ કરાયું છે. જેમાં અંતે પ્રમાણપત્ર આપવામાં આવશે. આ તાલીમનો લાભ લેવા તાલીમાર્થીઓના ઓનલાઇન ફોર્મ ભરવા માટે આઈ -ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ તા.૨૦/૦૫/૨૦૨૬ થી ૨૦ દિવસ સુધી ખૂલ્લું મૂકવામાં આવ્યું છે. આ તાલીમનો લાભ લેવા ઇચ્છૂક ૧૮ થી ૫૮ વર્ષની ઉંમરના…
Read Moreજૂનાગઢ સાંસદ સાંસદ રાજેશભાઈ ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને પ્રવાસન અને ચોરવાડ નગરપાલિકાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જુનાગઢ જિલ્લાના ચોરવાડમાં આજે સાંસદ રાજેશભાઈ ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને પ્રવાસન અને ચોરવાડ નગરપાલિકાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રવાસન નિગમ દ્વારા નિર્મિત હોલીડે કેમ્પ બીચ ચોપાટી લક્ષી ૪.૭૦ કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ચોરવાડ નગરપાલિકા દ્વારા શહેરી સુખાકારી માટે વિકાસ કાર્યો પૂર્ણ કરાતા લોકાર્પણ તેમજ નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આવાસ યોજનાના 151 લાભાર્થીઓને પ્રમાણપત્ર નાયક કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.૬૦૪ લાખ ના ખર્ચે આવાસ યોજના કાર્યરત કરવામાં આવી છે.૧૫૦ લાખના ખર્ચે ચોરવાડમાં જીમ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ…
Read Moreઆઇ.ટી.આઇ. જૂનાગઢના ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડના તાલીમાર્થી ઠુકડીયા પિયુષ ભરતભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ઇન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશન ૨૦૨૫-૨૬ અંતર્ગત યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં આઇ.ટી.આઇ. જૂનાગઢના ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડના તાલીમાર્થી ઠુકડીયા પિયુષ ભરતભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. રાજ્યભરના વિવિધ તાલીમાર્થીઓની ભાગીદારી વચ્ચે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં જૂનાગઢના તાલીમાર્થીએ પોતાની ટેકનિકલ કુશળતા અને પ્રતિભાના જોરે જિલ્લાનું નામ રોશન કર્યું છે. પિયુષ ઠુકડીયાએ ઇન્ડિયા સ્કિલ્સ કોમ્પિટિશનમાં ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં બીજો ક્રમાંક મેળવતા આ સિદ્ધિ માટે રૂ. ૩૧,૦૦૦/- ની પ્રાઇઝ મની એનાયત કરવામાં આવી હતી. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ અન્ય તાલીમાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. તાલીમાર્થીની આ વિશિષ્ટ…
Read Moreભુજ ખાતે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ, ગાઈડ અને વન વિભાગ, કચ્છ વર્તુળના સંયુક્ત ઉપક્રમે ‘આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત જૈવ વિવિધતા બોર્ડ-ગાંધીનગર દ્વારા કચ્છ વન વર્તુળ, ગુજરાત વન વિભાગ અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (ગાઇડ)-ભુજના સંયુક્ત ઉપક્રમે આજરોજ તા. ૨૨ મે, ૨૦૨૬ના રોજ ભુજ ખાતે ‘આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ-૨૦૨૬’ ની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ અને જૈવવિવિધતાના જતન માટે નાગરિકોમાં વ્યાપક જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી આયોજિત આ વર્ષના કાર્યક્રમનો મુખ્ય વિષય “વૈશ્વિક અસર માટે સ્થાનિક પ્રયાસ” (Acting locally for global impact) રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ પ્રેઝેન્ટેશનના માધ્યમથી જૈવિક વિવિધતાના મહત્વ વિશે જાણકારી આપી હતી. આ શૈક્ષણિક અને જાગૃતિ કાર્યક્રમના મુખ્ય અતિથિ…
Read Moreવિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૬ અંતર્ગત
ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા અગામી તા.૫ જુન સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન હિન્દ ન્યુઝ, જામનગર વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૩૧મે ના ભાગરૂપે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જામનગર ખાતે “મિશન ૨૦૨૬ : તમાકુ માફિયાનો પર્દાફાશ” અભિયાન અંતર્ગત વિવિધ જનજાગૃતિ, તાલીમ અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આ વર્ષ માટે જાહેર કરાયેલ થીમ “નિકોટિન અને તમાકુ વ્યસનની આકર્ષકતા સામે સત્યનો પર્દાફાશ” ને ધ્યાનમાં રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં તમાકુ અને નિકોટિન વ્યસન પાછળ રહેલી વાસ્તવિક…
Read Moreજૂનાગઢ જિલ્લાના નવ નિયુક્ત કલેકટર યોગેશ ચૌધરીએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લાના નવ નિયુક્ત કલેકટર યોગેશ ચૌધરીએ આજે પોતાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનું પારદર્શક અને સુદ્રઢ રીતે અમલીકરણ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા લોકોને મળવાપાત્ર સુવિધા અને લાભો મળી રહે તે પ્રાથમિકતા રહેશે. તેમણે ઉમેર્યું કે, જૂનાગઢ ધાર્મિક નગરી તરીકે અને સમગ્ર જિલ્લો પ્રવાસનની દ્રષ્ટિએ આગવી ઓળખ ધરાવે છે, કુદરતી સંપદાઓથી સમૃદ્ધ આ જિલ્લામાં ગિરનાર, સાસણ વગેરે નૈસર્ગિક સ્થળો આવેલા છે. ઉપરાંત દરિયાઈ સરહદ પણ આ જિલ્લો ધરાવે છે. ત્યારે પ્રવાસન વિકાસને વેગ મળે તે…
Read Moreનવસારી કલેક્ટર મનીષ ગુરવાનીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ આજ રોજ નવસારી એમ.જી.જી. (સિવિલ) હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી આરોગ્ય સેવાઓ, દર્દીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ હોસ્પિટલની દૈનિક કામગીરીઓ અંગે માહિતી મેળવી હતી. કલેક્ટર મનીષ ગુરવાનીએ સિવિલ કેમ્પસમાં ઓ.પી.ડી., દિનદયાલ ઔષધી સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, ઈમરજન્સી વોર્ડ સહિત અન્ય વોર્ડની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે દર્દીઓને ગુણવત્તાસભર અને સમયસર આરોગ્ય સેવાઓ મળી રહે તેમજ કોઈપણ પ્રકારની અસુવિધા…
Read Moreગ્લોબલ પાર્ટનરથી લઈને રિજનલ કોલૅબરેશન સુધી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત લેતા રશિયન ફેડરેશનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ શ્રીયુત ઈવાન ફેતિસોવ; ગાંધીનગર ખાતેની મુલાકાત દરમિયાન રશિયન કોન્સ્યુલ જનરલશ્રીએ ગુજરાત સાથે ખાસ કરીને મેરિટાઈમ, શિપબિલ્ડિંગ અને એજ્યુકેશન સેક્ટર્સમાં સહભાગિતા અને સંકલન માટે તત્પરતા દર્શાવી. રશિયન ફેડરેશનના કોન્સ્યુલ જનરલ શ્રીયુત ઈવાને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં રશિયા પાર્ટનર કન્ટ્રી તરીકે અને તાજેતરની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સમાં પણ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે રશિયા જોડાયું હોવાનો ઉલ્લેખ કરતા રશિયામાં સેન્ટ પીટર્સબગમાં યોજનારી બિઝનેસ સમિટમાં જોડાવવા મુખ્યમંત્રીશ્રીને આમંત્રણ પાઠવ્યું; મુખ્યમંત્રીશ્રીએ પણ વાઇબ્રન્ટ સમિટની આગામી કડીમાં રશિયાના ડેલિગેશનને…
Read Moreતા. 22 મે, આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ; ડાંગની વનરાજી અને વિશિષ્ટ જૈવ વિવિધતા વૈશ્વિક સ્તરે આકર્ષણનું કેન્દ્ર
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લો તેના પહાડ, ધોધ અને ઝરણાંની સાથે – સાથે પર્યાવરણને જીવંત રાખતા સૂક્ષ્મ જીવો અને સરિસૃપની વિવિધ પ્રજાતિઓ માટે પણ જાણીતો છે; ડાંગ જિલ્લામાં જોવા મળતાં વન્ય પ્રાણીઓ અને અસંખ્ય પ્રવાસી પક્ષીઓ કુદરતી સંતુલન જાળવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ડાંગમાં જોવા મળતી શતાવરી, બ્રાહ્મી જેવી અમૂલ્ય આયુર્વેદિક વનસ્પતિઓથી લઈને વાંસના ફૂલો અને આકર્ષક પતંગિયાઓનું વિશ્વ ડાંગના જંગલોને વૈશ્વિક સ્તરે અનોખી ઓળખ અપાવે છે. શિયાળા અને ચોમાસા દરમિયાન આ વિસ્તારની સુંદરતા પ્રવાસીઓને પ્રકૃતિને નજીકથી માણવાની તક આપે છે.
Read More