નવસારી કલેક્ટર મનીષ ગુરવાનીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ

હિન્દ ન્યુઝ, નવસારી

      નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ આજ રોજ નવસારી એમ.જી.જી. (સિવિલ) હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી આરોગ્ય સેવાઓ, દર્દીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ હોસ્પિટલની દૈનિક કામગીરીઓ અંગે માહિતી મેળવી હતી.

               કલેક્ટર મનીષ ગુરવાનીએ સિવિલ કેમ્પસમાં ઓ.પી.ડી., દિનદયાલ ઔષધી સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, ઈમરજન્સી વોર્ડ સહિત અન્ય વોર્ડની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે દર્દીઓને ગુણવત્તાસભર અને સમયસર આરોગ્ય સેવાઓ મળી રહે તેમજ કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

             સાથે જ, કલેક્ટરએ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નિર્માણાધીન નવા મેડીકલ કોલેજ/ હોસ્પિટલ બિલ્ડીંગ બાંધકામની કામગીરીના પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે બાંધકામની કામગીરી ગુણવત્તાપૂર્વક અને નિર્ધારિત સમયમર્યાદામાં ઝડપથી પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓ અને એજન્સીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

            આ મુલાકાત દરમિયાન નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકોર, જિલ્લા આરોગ્ય અધિકારી રંગૂનવાલા તેમજ સિવિલ હોસ્પિટલના અન્ય અધિકારીઓ અને તબીબો હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment