સુરત જિલ્લા કલેકટર તેજસ પરમારના હસ્તે એક સાથે પાંચ પરિવારોને દત્તક માતા-પિતાનો આદેશ પ્રાપ્ત

હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તેજસ પરમારના હસ્તે એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ને આધારે એક સાથે સુરતના ૫ પરિવારોને દત્તક આદેશ પ્રાપ્ત થયો હતો. જેમાં ૮ થી ૧૭ વર્ષની વયની ૩ દિકરી અને ચાર દિકરાઓને દત્તક અપાયા છે. તમામ પરિવારોને સાવકા માતાપિતા(step Adoption)ના આદેશ આપતા કલેક્ટરએ શુભેચ્છા પાઠવી હતી. વધુમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.બી.પટેલના માર્ગદર્શન હેઠળ કરાયેલી કાર્યવાહી વિષે વધુ વિગત આપતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિજય પરમારે જણાવ્યું કે, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી(CARA)ના ઓનલાઈન પોર્ટલ મિશન વાત્સલ્ય ઉપર દત્તક ઇચ્છુક…

Read More

રાજ્યના વિવિધ જિલ્લામાં 20 માર્ગો પર ગ્રીન ટેક્નોલોજીની મદદથી કામગીરી શરૂ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યના વિવિધ જિલ્લામાં 20 માર્ગો પર ગ્રીન ટેક્નોલોજીની મદદથી કામગીરી શરૂ થતાં ખર્ચમાં ઘટાડાની સાથે પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે. વડાપ્રધાનએ શરૂ કરેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની ક્રાંતિ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વધુ મજબૂત બની; મુખ્યમંત્રીના નેતૃત્વમાં આ વર્ષના બજેટમાં ₹1147 કરોડના ખર્ચે માર્ગોના નિર્માણકાર્યમાં ક્લાઇમેટ રેઝીલીય્ન્ટ અને નવી ટેક્નોલોજીના ઉપયોગની જોગવાઇ. ગ્રીન ટેક્નોલોજીની કામગીરીમાં હયાત રોડની જૂની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે; કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાની સાથે કુદરતી સંસાધનોની પણ બચત થાય છે. રાજ્યના લણવા-મણુંદ-સંડેર-બાલીસાણા રોડ (પાટણ), રાધનપુર-મશાલી-માધાપુરા રોડ (પાટણ), ભીડીયા સોમનાથ રોડ (ગીર સોમનાથ), સંતરામપુર- ઝાલોદ…

Read More

ગ્રીન ટેક્નોલોજીથી ગુજરાતના માર્ગોની કાયાપલટ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્પીડ અને સ્કેલના વિઝન અનુસાર ભારતના રોડ નેટવર્કના વિકાસની ગતિ અને તેના સ્કેલમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ વિઝનને અનુરૂપ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વર્ષના બજેટમાં ₹1147 કરોડના ખર્ચે માર્ગોના નિર્માણકાર્યમાં ક્લાઇમેટ રેઝીલીયન્ટ અને નવી ટેક્નોલોજીના ઉપયોગની જોગવાઇ કરવામાં આવી હતી. તે અનુસાર રાજ્યના વિવિધ જિલ્લામાં 20 માર્ગો પર આ ગ્રીન ટેક્નોલોજીની મદદથી કામગીરી શરૂ થવા જઇ રહી છે. આ પ્રક્રિયામાં હયાત રોડના જૂના મટિરિયલનો ફરી ઉપયોગ કરીને રોડનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખર્ચમાં ઘટાડાની સાથે રસ્તાની મજબૂતી વધે છે તેમજ પર્યાવરણને…

Read More

મુખ્યમંત્રી એ સાયન્સ સિટીની પ્રખ્યાત ‘એક્વાટિક ગેલેરી’ની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના કોકલીયર ઈમ્પ્લાન્ટ એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસમેન્ટ પ્રોગ્રામનો લાભ મેળવનારાં 20 બાળકો સાથે અમદાવાદના સાયન્સ સિટી ખાતે સહજ અને વાત્સલ્યસભર સંવાદ સાધ્યો હતો. વાણી મળ્યા પછી મુખ્યમંત્રી સાથે વાત કરવાની તક મળતાં માસૂમ બાળકોના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું હતું. મુખ્યમંત્રી સાથેના સંવાદ દરમિયાન બાળકોના વાલીઓએ મોંઘા ઇમ્પ્લાન્ટ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા બદલ રાજ્ય સરકાર તથા આ યોજનાના સુઆયોજિત અમલીકરણ બદલ RBSK (રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ) ટીમ અને સરકારના આરોગ્ય વિભાગ તથા સોલા સિવિલ સહિતની હોસ્પિટલ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ…

Read More

કચ્છમાં ઈંધણનો પૂરતો જથ્થો જાળવી રાખવા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ      વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાં ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો અવિરત જળવાઈ રહે તે હેતુથી કચ્છ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, ફિલ્ડ ઓફિસર્સ, એસ.ટી. વિભાગ તેમજ કચ્છ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સરકારની ગાઈડલાઈન અનુસાર ડીઝલનું સુચારુ વિતરણ થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ધ્યાને આવ્યું હતું કે હાલમાં કન્ઝ્યુમર પંપ ખાતે ડીઝલના ભાવ રિટેલ પંપ કરતાં વધી ગયા છે. આ પરિસ્થિતિને અનુલક્ષીને કલેક્ટર…

Read More

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગીલની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે ભુજમાં સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ ભારત સરકારના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગીલના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટરની કચેરી ભુજ, કચ્છ ખાતે સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, સફાઈ કામદારશ્રીઓના વિવિધ એસોસિએશનના પ્રતિનિધિશ્રીઓ અને સફાઈ કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગીલે સુપ્રીમ કોર્ટના મેન્યુઅલ સ્કેવેન્જર્સના કાયદા મુજબની વિગતવાર માહિતી આપીને સૌને માહિતગાર કર્યા હતા. તેઓએ સફાઈ કામદારોના સંગઠનો અને સફાઈ કામદારો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવીને ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું…

Read More

कच्छ से देश की राजधानी दिल्ली के लिए नई दैनिक एक्सप्रेस ट्रेन सेवा का शुभारंभ

हिन्द न्यूज़, कच्छ       रेल यात्रियों की सुविधा को सर्वोपरि रखते हुए तथा कच्छ क्षेत्र को देश की राजधानी दिल्ली से सीधे एवं बेहतर रेल संपर्क प्रदान करने की दिशा में एक महत्वपूर्ण कदम के रूप में आज दिनांक 22 मई, 2026 को भुज एवं दिल्ली के बीच नई दैनिक एक्सप्रेस ट्रेन सेवा का शुभारंभ किया गया। गाड़ी संख्या 19403/19404 भुज–दिल्ली–भुज एक्सप्रेस का उद्घाटन माननीय रेल मंत्री अश्विनी वैष्णव एवं गुजरात के माननीय मुख्यमंत्री भूपेन्द्र पटेल द्वारा वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से हरी झंडी दिखाकर किया गया। इस अवसर…

Read More

બોટાદના વિવિધ સ્થળોએ કામગીરી હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમારે વસતી ગણતરીની ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયા પૂર્ણ કરી નાગરિકોને સ્વ-ગણતરી કરી રાષ્ટ્રહિતના મહાઅભિયાનમાં સહભાગી બનવા અપીલ બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર હર્ષદ વોરા ના અધ્યક્ષ સ્થાને નવી ચૂંટાયેલી જિલ્લા પંચાયતની પ્રથમ બેઠક યોજાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે પાયલબેન ભૂમીતભાઈ માથોળિયા અને ઉપપ્રમુખ પદે ભરતસિંહ ભગવાનભાઈ ડોડીયાની વરણી કરવામાં આવી. જિલ્લા કલેક્ટરએ હોદ્દેદારોને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી બરવાળા તાલુકાના ચોકડી ગામે તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું  શાળાની આસપાસના વિસ્તારમાં તમાકુ વેચાણ સામે કાર્યવાહી : ૫ દુકાનદારો પાસેથી દંડ વસૂલ  

Read More

📢 ડાંગ કલેક્ટર એન.ડી. પરમારે વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત Self-Enumeration પ્રક્રિયા પૂર્ણ કરી

હિન્દ ન્યુઝ, ડાંગ  🖥️ નાગરિકોને તા. ૩૧ મે સુધી https://se.census.gov.in પર જઈ પોતાની અને પરિવારની માહિતી ઓનલાઇન નોંધાવવા અપીલ 🇮🇳 સાચી અને સમયસરની માહિતી દેશના વિકાસ, યોજનાઓ અને સુવિધાઓ માટે બનશે આધાર 🏠 તા. ૧ જૂનથી ૩૦ જૂન દરમિયાન ઘરયાદી પ્રક્રિયા હાથ ધરાશે 🤝 ગણતરીદારોને સહકાર આપી રાષ્ટ્રીય ફરજમાં સહભાગી બનવા કલેક્ટરનું આહવાન

Read More

ગીર સોમનાથ જિલ્લાનાં માનવ વસાહત વિનાનાં ટાપુઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના-મોટા કુલ-૦૫ ટાપુઓ/રોક(ખડક) આવેલા છે. જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગત કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય અને‌ જિલ્લાની સુરક્ષા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.પી.જોષીએ માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય એવા ટાપુઓ/રોક(ખડક) પર પ્રવેશબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામાં અનુસાર જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીમર ભેંસલા આઈલેન્ડ, સીમર ભેસલા રોક, સરખડી વિસ્તારમાં રોક, સૈયદ રાજપરા રોક, માઢવાડ ભેસલા ટાપુઓ/રોક(ખડક) ઉપર કોઈપણ…

Read More