હિન્દ ન્યુઝ, બનાસકાંઠા મહેસૂલી ઈતિહાસમાં પ્રથમવાર: ગૌચરના તળાવોને ‘કુદરતી તળાવ’ જાહેર કરીને ખેડૂતોની વ્હારે આવતી રાજ્ય સરકાર મહેસૂલ વિભાગના સહયોગથી તમામ ૧૨૬ તળાવોને ‘નીમ’ થયેલા તરીકે નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે : પાલનપુર પ્રાંત અધિકારી કે.પી.ચૌધરી વડગામના ૭૩ અને પાલનપુરના ૫૩ તળાવો હવે સરકારી રેકર્ડમાં કુદરતી તળાવ તરીકે નોંધાતા પાઈપલાઈન પ્રોજેક્ટ થકી ખેડૂતોને નર્મદાનું પાણી મળી રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વર્ષો જૂના મહેસૂલી પ્રશ્નનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે: સરકારનો આભાર વ્યક્ત કરતા સરપંચ કામરાજભાઈ ચૌધરી
Read MoreMonth: March 2026
હિલા સશક્તિકરણની નવી દિશા: જંબુસર ખાતે પાણી સમિતિની બહેનો માટે જાગૃતિ કાર્યશાળા
હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ‘પાણી અને સ્વચ્છતા, મહિલા અધિકાર અને સ્વરોજગારી’ વિષય પર વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વાસ્મો (WASMO) દ્વારા ૧૮ ગ્રામ પંચાયતોને પાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ ₹15.19 લાખના પેમેન્ટ ઓર્ડર અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ગામના વિકાસ અને પાણી વ્યવસ્થાપનમાં મહિલાઓની ભાગીદારી વધારવા તેમજ તેમને સરકારી યોજનાઓ અને સ્વરોજગારી અંગે માર્ગદર્શન આપી સશક્ત બનાવવાનો આ એક સરાહનીય પ્રયાસ છે.
Read Moreવિસાવદર તાલુકાના ભૂતડી ગામની મુલાકાત
હિન્દ ન્યુઝ, જૂનાગઢ આજરોજ વિસાવદર તાલુકાના ભૂતડી ગામની મુલાકાત લેવામાં આવી. ગામ પંચાયત દફતરની તપાસણી કરવામાં આવી તેમજ સરપંચ, સભ્યો અને ગ્રામજનો સાથે ગામના વિકાસ સંબંધિત મુદ્દાઓ અંગે સવાંદ કરવામાં આવ્યો. ભૂતડી પ્રાથમિક શાળા તથા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો અને તેમને આપવામાં આવતા શિક્ષણની ગુણવત્તા અંગે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. એમ.ડી.એમ. સેન્ટરની મુલાકાત લઈ બાળકોને આપવામાં આવતા ભોજન તથા ઉપલબ્ધ સુવિધાઓ અંગે તપાસ કરી જરૂરી સૂચન આપ્યા.
Read Moreસુરત શહેરમાં હથિયારબંધીનો અમલ જારી
હિન્દ ન્યુઝ, સુરત સુરત શહેર કમિશ્નરેટ હેઠળ આવતા વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા, લોકોની સલામતિ અને જાહેર શાંતિ જળવાય રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને સુરત કમિશ્નર હુકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલૌતે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા તાત્કાલિક અસરથી તા.૨૭/૦૩/૨૦૨૬ સુધી શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, બંદુક, છરા, લાકડી, પથ્થરો, સ્ફોટક પદાર્થો કે બીજા શસ્ત્રો અથવા સાધનો સાથે લઇ જવા તેમજ સુરૂચિનો ભંગ થાય તેવા કોઇપણ કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.
Read Moreગુજરાતની 4 મહાનગરપાલિકામાં બનશે ‘નમો સ્વદેશી અર્બન મોલ’, સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણ માટે ઉત્પાદકોને મળશે કાયમી પ્લેટફોર્મ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર દેશનો દરેક નાગરિક સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવે અને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપે એ હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘હર ઘર સ્વદેશી’ જેવા અભિયાનો શરૂ કર્યા છે. આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શહેરી વિસ્તારોમાં સ્થાનિક કારીગરો અને નાના ઉદ્યોગકારોને મંચ આપવા માટે વિવિધ પહેલો અમલમાં મૂકી રહી છે. ગુજરાતમાં સ્વદેશી મેળાઓના સફળ આયોજન બાદ હવે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ 4 મહાનગરપાલિકાઓમાં ‘નમો સ્વદેશી અર્બન મોલ’ બનાવવામાં આવશે. નમો સ્વદેશી…
Read Moreરાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના શ્રીમતી સંગીતાબેન દેશમુખનું બહુમાન
હિન્દ ન્યુઝ, દિલ્હી કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત ‘જલ મહોત્સવ – 2026’માં ડાંગ જિલ્લાએ રાષ્ટ્રીય ફલક પર સિદ્ધિ હાંસલ કરી; ડાંગના વઘઈ તાલુકાના ઘોડવહળ ગામની પાણી સમિતિના સભ્ય શ્રીમતી સંગીતાબેનને માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રશંસાપત્ર આપી સન્માનિત કરાયા. ડાંગના શ્રીમતી સંગીતાબેનને ગ્રામીણ વિસ્તારોમાં ‘જલ જીવન મિશન’ હેઠળ શુદ્ધ પાણી પૂરું પાડવાના અભિયાનમાં “FTK આધારિત પાણીની ગુણવત્તાની દેખરેખ”માં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ સન્માનિત કરાયા. આ પ્રસંગે માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જળ સંરક્ષણમાં સેલ્ફ-હેલ્પ ગ્રુપ્સ અને મહિલાઓની ભૂમિકાને બિરદાવતા ‘જલ મહોત્સવ’ને એક…
Read Moreગ્રામીણ નાગરિકો અને ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યમાં પ્રમોલગેશન થયેલા ગામોમાં માપણી અંતર્ગત રહી ગયેલી ક્ષતિઓની સુધારણા માટે સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ નિકાલ ભૂમિ સીમાંકનથી કરાશે. આ માટેના જરૂરી દિશાનિર્દેશો મહેસૂલ વિભાગને આપ્યા છે. આ માટે, જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લાઓમાં ભૂમિ સીમાંકન સમિતિ કાર્યરત કરવામાં આવશે. પ્રમોલગેશન બાદ આવેલી ક્ષતિ સુધારણા અરજીઓના આયોજનબદ્ધ નિકાલ માટે સાત કેટેગરી નિયત કરવામાં આવી છે. ક્ષતિ સુધારણાના જટિલ પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ નિયમ અનુસાર કાર્યવાહી કરી નિવારણ લાવશે. રાજ્યમાં પ્રમોલગેશન થયેલા ગામોમાં માપણી અંતર્ગત રહી ગયેલી ક્ષતિઓની સુધારણાની અરજીઓનો…
Read Moreરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નવસારી જિલ્લાની મુલાકાતે
હિન્દ ન્યુઝ, ચીખલી નવસારી જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ચીખલી તાલુકાના રૂમલા ગામે આદિવાસી પરિવારના અમરતભાઈ પટેલના ઘરે પહોંચીને તેમના પરિવાર સાથે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો. રાજ્યપાલએ અત્યંત સહજતા અને આત્મીયતા સાથે પરિવારના તમામ સભ્યો સાથે વાતચીત કરી તેમની જીવન પરિસ્થિતિ અંગે પૃચ્છા કરી હતી. પરિવારના વડીલ અમરતભાઈ તથા નાના બાળકો સાથે પણ તેમણે પ્રેમભર્યો વાર્તાલાપ કરી પરિવારના જીવન વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી. ભોજન દરમિયાન રાજ્યપાલએ પરિવારના સભ્યોના રોજગાર, ખેતી અને જીવન નિર્વાહ અંગે…
Read Moreજામનગર જિલ્લામાં છેલ્લા ૧૨ વર્ષમાં ૪૫ હજારથી વધુ મહિલાઓ માટે ‘૧૮૧ અભયમ’ બની સુરક્ષાનું સશક્ત કવચ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં શાંતિ, સલામતી અને મહિલા સશક્તિકરણના ઉમદા ઉદ્દેશ્ય સાથે કાર્યરત ‘૧૮૧ અભયમ’ મહિલા હેલ્પલાઈન સેવાએ પોતાની સફળ કામગીરીના ૧૨ વર્ષ પૂર્ણ કર્યા છે. ૮ માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે આ સેવાની સિદ્ધિઓ પર નજર કરીએ તો જામનગર જિલ્લામાં છેલ્લા ૧૨ વર્ષના સમયગાળા દરમિયાન કુલ ૪૫,૮૭૯ મહિલાઓએ આ સેવાનો લાભ મેળવ્યો છે. તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ પર જઈને કાઉન્સિલર અને પોલીસ ટીમ દ્વારા જિલ્લાની ૯,૫૬૩ મહિલાઓને સીધી મદદ પૂરી પાડવામાં આવી છે. ખાસ કરીને વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન જામનગર જિલ્લામાં ૮૬૦…
Read Moreમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ નાગરિકો અને ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય
હિન્દ ન્યુઝ, જામનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પ્રમોલગેશન થયેલા ગામોમાં માપણી અંતર્ગત રહી ગયેલી ક્ષતિઓની સુધારણાની અરજીઓનો એકસમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ ધોરણે નિકાલ હાથ ધરવા માટે ભૂમિ સીમાંકન માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો મહેસુલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા છે. ખેતીની જમીનોની માપણીમાં પ્રમોલગેશન પછી ખેડૂતોની વાંધા અરજીઓનો નિકાલ પારદર્શક અને ચોકસાઈપૂર્વક રીતે કરીને ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસને વેગ આપવા સાથે ગ્રામીણ ખેડૂતોના હિતોની રક્ષા કરવાનો ખેડૂત કલ્યાણલક્ષી અભિગમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણયથી અપનાવ્યો છે. તેમણે ભૂમિ સીમાંકન અંતર્ગત રાજ્યના જિલ્લાઓમાં કલેકટરની અધ્યક્ષતામાં ભૂમિ સીમાંકન સમિતિ કાર્યરત કરવા અને જિલ્લાની…
Read More