દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા ડાંગ જિલ્લાના આઠ ગામોમાં વિવિધ સાધન સહાય વિતરણ કરાયા

હિન્દ ન્યુઝ, ડાંગ દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા તારીખ ૧૯ માર્ચ ૨૦૨૬ ના રોજ ડાંગ જિલ્લાના આઠ ગામોમાં નનામી, વ્હીલ ચેર અને પ્રાર્થના બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સુબીર તાલુકાના હનવતપાડા, ઝરણ, ખાંભલા, અને આમસરપાડા તેમજ આહવા તાલુકાના ધવલીદોડ, ગાઢવી, કામદ અને ચિરાપાડા ગામોમા ઉપરોક્ત તમામ સાધન સહાય દિવાળીબેન ટ્રસ્ટનાં કર્મચારી સર્વે ભાવેશ પટેલ, અમર પાડવી, શ્રીમતી રોશની પાનવાલા અને શ્રીમતી પારૂલબેન ભટ્ટ તેમજ ડાંગ જિલ્લાનાં નિયુક્ત સંયોજક રાજેશ પટેલ, ગંગારામ ચૌધરી, બનેશ ચૌધરી અને વિજયભાઈ ખુરકુટિયા દ્વારા ગામના આગેવાનો તેમજ ગ્રામજનોની ઉપસ્થિતમાં સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંસ્થાનાં કર્મચારીઓ…

Read More

રાજ્ય સરકારના દિશા-નિર્દેશનમાં ગુજરાતમાં LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     નાગરિકોને એક ક્લિકથી સિલિન્ડર મળી રહે તે માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા તમામ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી છે. LPG બુકિંગ અને રીફિલ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ નોંધાયેલા લાભાર્થીઓ વોટ્સએપ, મિસ્ડ કૉલ, SMS/IVR બુકિંગ, સ્માર્ટફોન એપ, કંપનીના ઓફિશિયલ પોર્ટલનો ઉપયોગ કરીને સરળતાથી બુકિંગ કરી શકે છે. રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ગેસ એન્જસીઓમાં ચુસ્ત દેખરેખ અને મોનિટરિંગ માટે રેવન્યુ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરાઈ છે; તેમજ LPG અંગેના કોઈપણ પ્રશ્ન માટે નાગરિકોને રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-233-0222નો સંપર્ક કરવાનું જણાવાયું છે.

Read More

તા.૨૧ અને ૨૨મી માર્ચે અડાજણ ખાતે ‘મિલેટ્સ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’ યોજાશે

મિલેટ્સ મહોત્સવ-૨૦૨૬ હિન્દ ન્યુઝ, સુરત     આરોગ્યપ્રદ આહાર અને પ્રાચીન ભારતીય ધાન્યના મહત્વને પુનઃ સ્થાપિત કરવાના હેતુથી કૃષિ, ખેડુત કલ્યાણ વિભાગ અને મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે તા.૨૧ અને ૨૨ માર્ચના રોજ અડાજણના જોગણી નગર સ્થિત SMC પાર્ટી પ્લોટ ખાતે ‘મિલેટ્સ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’ યોજાશે. જેનું ઉદ્દધાટન તા.૨૧મીના રોજ સવારે ૧૦.૩૦ વાગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીના હસ્તે તથા આરોગ્ય રાજયમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં મહોત્સવનો પ્રારંભ થશે.                

Read More

જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના દિશા-સૂચન અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં કુપોષણમાંથી સુપોષિત થઇ રહેલા બાળકો

હિન્દ ન્યુઝ, દાહોદ     વાત છે, દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકામાં આવેલ આંગણવાડી કેન્દ્ર છાપરી – ૧ , બોરવાણી સેજા ઘટકનું નામ દાહોદ – ૪ ની. મુખ્ય સેવિકા નિલમબેન પંડ્યાએ દત્તક લીધેલ બાળકી કે, જેનું નામ હાર્વિકા મેડા છે. છાપરી ગામે તળાવ ફળિયું ખાતે રહેતા સોનલબેન અને કિર્તનકુમાર મેડાની આ દીકરીનો જન્મ ૧૫-૧૨-૨૦૨૪ માં થયો હતો.  આ બાળકી અધૂરા માસે જન્મતાં તે કુપોષણથી પીડાતી હતી. જેથી તેને C-MAM કાર્યક્રમમાં તારીખ ૧૭-૦૯-૨૦૨૫ ના રોજ જોડવામાં આવી હતી. જે દરમ્યાન તે બાળકીની સમાયંતરે આરોગ્ય તપાસ કરવામાં આવતી હતી. સેમ ના ગ્રેડ હેઠળ…

Read More

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લાના વિકાસ કાર્યો અંગે આયોજન મંડળની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      નાયબ મુખ્યમંત્રી તથા ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં કરવામાં આવનાર વિકાસ કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું.      જિલ્લાના વિકાસ કાર્યોના આયોજન દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ સર્વે અધિકારીઓને જાહેર જનતાના એક પણ કામમાં વિલંબ ના થાય અને કોઈ પણ ટેકનિકલ કે નાની એરરના કારણે જનતાના હિતના કામો અટકાઈ નહીં તે માટે તાકીદ કરી હતી. આ સાથે તેમણે તમામ અધિકારીઓને સંકલન થકી જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ઝડપી રીતે પૂર્ણ કરવા…

Read More

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગાગેડી ગામના ૪ દિવસથી ગુમ થયેલા ૬૫ વર્ષીય માનસિક અસ્થિત વૃદ્ધાને પરિવારજનો સાથે મેળાપ કરાવતી દાહોદ ડાયલ ૧૧૨ ટીમ

હિન્દ ન્યુઝ, દાહોદ તારીખ ૨૦-૦૩-૨૦૨૬ ના રોજ સવારે ૦૬:૩૧ વાગ્યે ૧૧૨ કંટ્રોલ રૂમ પર એક કોલ પ્રાપ્ત થયો હતો. ફોન થકી મળેલી માહિતી અનુસાર PCR ટીમ કઠલા ગામે જવા રવાના થઈ હતી. ટીમમાં PC પ્રભાતભાઈ ખપેડ અને પાઇલોટ રાઠોડ નિરવકુમાર ફરજ પર હાજર હતા. કઠલા ગામે પહોંચતા થોડા જ સમયમાં એક અજાણ્યા આશરે ૬૫ વર્ષીય વૃદ્ધ મહિલા, જેમનું માનસિક સંતુલન સ્થિર ન હતું, તેઓ એકલા અને ગભરાયેલી હાલતમાં બેઠેલા જોવા મળ્યા. તેઓ શરૂઆતમાં કોઈ સાથે વાતચીત કરવા માટે તૈયાર ન હતા. ટીમ દ્વારા તેમને વિશ્વાસમાં લઈ સહાનુભૂતિપૂર્વક વાતચીત શરૂ કરવામાં…

Read More

રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ કોટેશ્વર ખાતે બીએસએફના જવાનોની શુભેચ્છા મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ભુજ        કચ્છ જિલ્લાના કોટેશ્વર ખાતે આજરોજ નાણા અને પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ અને નશાબંધી અને આબકારી રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે બીએસએફના જવાનોની શુભેચ્છા મુલાકાત લઈને તેમના ખબર અંતર પૂછ્યા હતા.  આ પ્રસંગે રાજ્યમંત્રીએ દેશની સુરક્ષામાં ખડેપગે ફરજ બજાવતા જવાનોને પ્રોત્સાહિત કરતા કોઈપણ ખૂટતી સુવિધાની જરૂરિયાત હોય તેને પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. મંત્રીએ જવાનો સાથે સંવેદનાસભર સંવાદ કરીને દેશ માટે જાન અને પરિવારની પરવા કર્યા વગર દેશની સરહદોની સુરક્ષા કરતા બીએસએફના જવાનોને બિરદાવ્યા…

Read More

તા. 20 માર્ચ, વિશ્વ ચકલી દિવસ; ચકલીઓના કિલકિલાટને જીવંત રાખતું મહાઅભિયાન ‘વિહંગનો વિસામો’

હિન્દ ન્યુઝ, અરવલ્લી      અરવલ્લીની ગિરિમાળાઓમાં બામણા ગામમાં ‘વિહંગનો વિસામો’ અભિયાન 365 દિવસ અવિરતપણે ચાલે છે; ‘પક્ષીઓ બચાવીએ અને પ્રકૃતિનું જતન કરીએ’ સૂત્રને સાકાર કરતાં ઈન્દુબેનની સંસ્થા દ્વારા ચાલતા આ અભિયાન હેઠળ 9700થી વધુ માટીના માળા, પક્ષી ઘર, પાણીના કુંડા, ચણપાત્રનું વિતરણ કરાયું છે.

Read More

ગુજરાતના પાટનગરના ‘રિયલ લાઈફ હીરો’ એવા ગાંધીનગરના ‘સ્પેરો મેન’ સમીરભાઈ રામી

હિન્દ ન્યુઝ, પાટનગર      તમે સુપરમેન, સ્પાઇડરમેન કે બેટમેન જેવા પાવરફુલ કેરેક્ટર્સને હંમેશા ટેલિવિઝન કે મોબાઈલ સ્ક્રીન પર દુનિયા બચાવતા જોયા હશે. સિનેમાના આ હીરો પાસે તો કાલ્પનિક શક્તિઓ છે, પરંતુ શું તમે જાણો છો આપણા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક એવા ‘રિયલ લાઈફ હીરો’ રહે છે, જેમની પાસે કોઈ સુપરપાવર નથી, છતાં તેઓ એક આખી પ્રજાતિને બચાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.      હા, તમે બરાબર વાંચ્યું! અમે વાત કરી રહ્યા છીએ ગાંધીનગરના “સ્પેરો મેન” તરીકે જાણીતા સમીરભાઈ રામીની.     જ્યારે આધુનિક કોંક્રિટના જંગલો અને મોબાઈલ ટાવરોના…

Read More

જામનગર જિલ્લા પંચાયતના વહીવટદાર અને કલેક્ટર કેતન ઠક્કર દ્વારા રજાના દિવસે પણ બેઠકોનો ધમધમાટ: વહીવટી તંત્રને ગતિશીલ બનાવવા પ્રેરક પહેલ  

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મ પૂર્ણ થતા વહીવટદાર તરીકેનો પદભાર સંભાળ્યા બાદ, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે આજે જાહેર રજાના દિવસે પણ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી વહીવટી તંત્રમાં ગતિશીલતા લાવવાનો પ્રેરક પ્રયાસ કર્યો હતો.     જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ તથા તમામ શાખાઓના વડાઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટદાર તરીકે કલેક્ટરએ પદભાર સંભાળતાની સાથે જ જનસેવાના કાર્યોમાં રજાના દિવસે પણ સક્રિય રહીને…

Read More