હિન્દ ન્યુઝ, નવસારી રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ઉકાઈ-કાકરાપાર યોજના હેઠળ નવસારી અને વલસાડ જિલ્લાના નહેર આધુનિકીકરણ અને જળ સંચયના મહત્વકાંક્ષી કાર્યોનો ‘ખાતમુહૂર્ત સમારોહ’ ચીખલી તાલુકાના આમધરા ખાતે ભવ્ય રીતે આયોજિત હતો. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સુખાકારી માટે આ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. ઉકાઈ-કાકરાપાર યોજના હેઠળ નવસારી અને વલસાડ જિલ્લામાં નહેર આધુનિકીકરણ અને જળ સંચયના કુલ ૧૫૪ કામોનું ‘ખાતમુહૂર્ત અને ઈ તખ્તી અનાવરણ’ આમધરા હાઈસ્કુલ ખાતે સંપન્ન થયું હતું. આ પ્રોજેક્ટ્સ પાછળ અંદાજિત રૂ. ૧૯૯.૪૨ કરોડનો ખર્ચ કરવામાં આવશે, જેનાથી અંદાજે ૪૫૨૦.૧૭ હેક્ટર વિસ્તારની જમીનને સીધો લાભ…
Read MoreMonth: December 2025
वैशाली बुद्ध सम्यक दर्शन संग्रहालय सह स्मृति स्तूप का संयुक्त निरीक्षण, व्यवस्थाओं को सुदृढ़ करने का आवश्यक दिशा निर्देश
हिन्द न्यूज़, बिहार सचिव, कला एवं संस्कृति विभाग, बिहार, पटना एवं वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह द्वारा वैशाली बुद्ध सम्यक दर्शन संग्रहालय सह स्मृति स्तूप, वैशाली का संयुक्त रूप से निरीक्षण किया गया। निरीक्षण के दौरान परिसर में उपलब्ध सुविधाओं, सुरक्षा व्यवस्था एवं चल रहे निर्माण कार्यों की विस्तृत समीक्षा की गई । इससे संबंधित विभागों को आवश्यक दिशा-निर्देश दिया गया। निरीक्षण के क्रम में स्तूप परिसर में आगंतुकों की सुविधा हेतु सभी आवश्यक स्थलों पर स्पष्ट एवं उपयुक्त दिशा-सूचक पट्ट लगाए जाने का भी दिशा निर्देश दिया…
Read Moreજાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્લા સેવા સદન, ભુજ તથા મધ્યસ્થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, માંડવી, ગાંધીધામ, તથા રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ. પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ, સી.પી.આઈ.ની…
Read Moreજુનાગઢ જિલ્લામાં આવેલી ૭૦૦ થી વધુ જેટલી વિવિધ સરકારી શાળાઓમાં અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં બાળકોને મોર્નિંગ શિફ્ટમાં સવારની પ્રાર્થના બાદ અલ્પાહાર અને ત્યારબાદ મધ્યાહન ભોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ આપણે ત્યાં કહેવાય છે કે ભૂખ્યા પેટે ભજન ના થાય. હજારો વર્ષોથી ધાર્મિક ક્ષેત્રો, સામાજિક સંસ્થાઓ દ્વારા પવિત્ર ભાવનાથી હરિહર કરાવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને માતા યશોદાએ બાળપણમાં ઉછેર કર્યો અને જેને માખણ પ્રિય હતું એવા ભગવાન શ્રીકૃષ્ણ નંદઘરમાં રહ્યા.આંગણવાડીઓને નંદ ઘર પણ કહેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આ જ અભિગમ સાથે શિક્ષણ ક્ષેત્રમાં છેલ્લા એક વર્ષથી અભૂતપૂર્વ પરિવર્તન લાવવામાં આવ્યું છે. જેનું નામ છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. જેના વિશે આજે આપણે માહિતગાર બનીશું. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે આજનો…
Read Moreકૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડિયા ખાતે ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ની ઉજવણી
હિન્દ ન્યુઝ, રાજકોટ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડિયા ખાતે ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયા ખાતે આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભારત સરકારના કેબિનેટ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણએ સ્વ. ચૌધરી ચરણસિંહે કરેલા ખેડૂત હિતલક્ષી કાર્યો અને તેનાથી ખેડૂતોને થયેલા ફાયદાઓ વિશે જણાવ્યું હતું. આ સાથે ભારત સરકાર દ્વારા આગામી દિવસોમાં જી-રામ-જી બિલ અમલી થતાં ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તનની લહેર આવશે, તેવી આશા વ્યક્ત કરી હતી. તેમજ નિષ્ણાતોએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ જણાવી, પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.
Read Moreગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો સમાપન સમારોહ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત પોલીસમાં વર્ષ 2022થી 2024 દરમિયાન વિશેષ કામગીરી કરનાર ઉચ્ચ પોલીસ અધિકારીઓને ‘કેન્દ્રીય ગૃહ મંત્રી દક્ષતા પદક’ આપી સન્માનિત કર્યા. ડ્રગ્સ માફિયા સામે માનવતાની રીતે નહીં પણ કડકાઇથી કામ લેવાનું ચાલુ રાખવાનું છે. ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસ સતત કાર્યવાહી કરી રહે છે તે બદલ નાયબ મુખ્યમંત્રીએ સૌને અભિનંદન આપીને બિરદાવ્યા. ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ અભિયાન નહીં પણ એક જંગ છે, યુવાનોની સાથે આપણા પરિવારને પણ ભવિષ્યમાં ડ્રગ્સના દૂષણથી સુરક્ષિત કરવા માટે આ ખૂબ જરૂરી : નાયબ મુખ્યમંત્રી
Read Moreરૂમલા ગામનું ઈ-ગ્રામ સેન્ટર બન્યું ગ્રામજનોનું ડિજીટલ પ્લેટફોર્મ
હિન્દ ન્યુઝ, નવસારી ગ્રામ્ય નાગરિકોને સરકારી કામકાજોને લગતી ઓનલાઇન સુવિધાઓ ગામમાં જ આપીને વિકાસમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ અને શહેરી-ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનું ટેકનોલોજીકલ અંતર દૂર કરી ગ્રામ્ય નાગરિકોને સશક્ત કરીને તેમની ભાગીદારી વધારવાના હેતુથી “ઇ-ગ્રામ વિશ્વગ્રામ” યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ગ્રામ પંચાયત સ્તરે જરૂરી પ્રાથમિક માળખાગત સુવિધાઓ આપીને સરકારની તમામ ઓનલાઇન સેવાઓ પુરી પાડવા માટેના એકમો ઈ-ગ્રામ સેન્ટર સ્થાપવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ડિજીટલ ઇન્ડિયા’ની પહેલ કરી, તેના મૂળમાં સૌપ્રથમ ગ્રામીણ વિસ્તાર ડિજીટલ હોવા જરૂરી…
Read Moreધરમપુર પીપરોળના અભિનાથ ગઢ પર આવેલ વરસાદી દેવ અભિનાથ મહાદેવ મંદિરે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ સંપન્ન
હિન્દ ન્યુઝ, ધરમપુર આદિવાસી સંસ્કૃતિ બચાવ સેના દ્વારા તા. ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ધરમપુર તાલુકાના પીપરોળ ગામે ટોગા ડુંગર ઉપર આવેલ વરસાદી દેવ તરીકે પૂજાતા અભિનાથ મહાદેવના પ્રાચીન અને પવિત્ર મંદિરે પરંપરાગત આદિવાસી રીતિ-રિવાજ મુજબ ભવ્ય ધાર્મિક કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમની શરૂઆત અભિનાથ મહાદેવના વિધિવત પૂજનથી કરી ધાર્મિક ધજા ચઢાવી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય દેવ બિરસા સેના ના અધ્યક્ષ અરવિંદભાઈ વસાવાએ ઉપસ્થિત ભક્તોને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને દેવ-દેવીઓની ઉપાસના અનાદિકાળથી ચાલતી આવી છે. આજના સમયમાં…
Read More“હિન્દ રક્ષક સંઘ” દ્વારા નિઃશુલ્ક “તુલસી રોપા”નું વિતરણ
હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ ખાતે “હિન્દ રક્ષક સંઘ” દ્વારા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર નાં પટાંગણમાં “તુલસી પૂજન” સાથે “તુલસી રોપા” નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. ‘તુલસી પૂજા દિવસ’ દર વર્ષે 25 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસે ક્રિસમસ હોવાથી ઘણા સનાતનીઓ ધર્મ પ્રત્યે જાગૃત ન હોવાના પગલે તુલસી માતાની પૂજા ન કરી પોતાના ઘરે ‘ક્રિસ્ટમસ ટ્રી’ લગાવી ઉજવણી કરતા હોય છે ત્યારે આપણે સૌ સનાતનીઓએ આ દિવસે તુલસી પૂજન કરી ‘તુલસી પૂજા’ દિવસની ઉજવણી કરવી જોઈએ એમ “હિન્દ રક્ષક સંઘ” ના સંસ્થાપક – અધ્યક્ષા માનનીય…
Read Moreનાગરિક પ્રથમના અભિગમ સાથે રાજ્યભરમાં સુશાસન દિવસની ઉજવણી
હિન્દ ન્યુઝ, જામનગર ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્નશ્રી અટલ બિહારી વાજપેઈજીની ૧૦૧મી જન્મજંયતીના દિવસે આયોજિત સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતેથી કલેકટર કેતન ઠક્કર સહિત સંકલન સમિતિના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના મધ્યમથી સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કર્મયોગી પ્રશિક્ષણ મિશનનો પ્રારંભ, ગુજરાત રાજ્ય બિન-નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનની વેબસાઇટનું અનાવરણ, ડિજિટલ ચેકબોર્ડ, ક્યુઆર કોડ, અટલ સ્વાન્ત: સુખાય યોજનાના વેબપોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં ઇ-ગવર્નન્સ અને ડિજિટલ ઈન્ડિયા, ટેકનોલોજી આધારિત સુશાસન માટેની નવી નીતિઓ પર ભાર…
Read More