હિન્દ ન્યુઝ, રાજકોટ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડિયા ખાતે ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયા ખાતે આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભારત સરકારના કેબિનેટ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણએ સ્વ. ચૌધરી ચરણસિંહે કરેલા ખેડૂત હિતલક્ષી કાર્યો અને તેનાથી ખેડૂતોને થયેલા ફાયદાઓ વિશે જણાવ્યું હતું.
આ સાથે ભારત સરકાર દ્વારા આગામી દિવસોમાં જી-રામ-જી બિલ અમલી થતાં ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તનની લહેર આવશે, તેવી આશા વ્યક્ત કરી હતી. તેમજ નિષ્ણાતોએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ જણાવી, પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.
