હિન્દ ન્યુઝ, બોટાદ કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલાં પાકનાં ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઐતિહાસિક કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. સરકારશ્રી દ્વારા ખેડૂતોનાં હિતમાં લેવામાં આવેલાં આ નિર્ણયથી સમગ્ર બોટાદ જિલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. બોટાદ જિલ્લામાં ખાસ કરીને કપાસ અને મગફળીના પાકને મોટું નુકસાન થયું હતું, જેનાં કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહારો પૂરો પાડવા રૂ. ૧૦ હજાર કરોડનાં વિશાળ પેકેજની જાહેરાત કરી છે, જેનાથી ખેડૂતોમાં નવી…
Read MoreMonth: November 2025
પ્રાકૃતિક રીતે હળદરની ખેતીમાં એક વિઘે આશરે ૮૦ હજારનો નફો મેળવ્યો
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લો બાગાયત ખેતી માટે જાણીતા જિલ્લાઓમાંનો એક છે. આ જ જિલ્લામાં આવેલ ઇસરામા ગામના પ્રગતિશીલ ખેડૂત દિપકભાઇ છગનભાઇ પટેલ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સાથે જોડાયેલા છે. તેઓ પોતાના ખેતરમાં હળદર, તુવેર, મરચાં અને કાકડી જેવા પાકો પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડે છે. દિપકભાઈ એ પ્રાકૃતિક કૃષિના વિવિધ ઘટકો જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત વગેરેનો અસરકારક ઉપયોગ કરીને ખેતી શરૂ કરી છે.વર્ષ- ૨૦૨૦ દરમિયાન તેમણે પોતાના ખેતર પર હળદરનો પાક ઉગાડ્યો હતો, જે સંપૂર્ણપણે પ્રાકૃતિક રીતે કરવામાં આવ્યો હતો. એક વિઘામાં બિયારણ, છાણિયું ખાતર, જીવામૃત અને નિંદામણ…
Read Moreબોટાદ જિલ્લા કલેક્ટર કચેરીનું રમણીય પરિસર વધુ હરીયાળું થયું : 562 વૃક્ષો રોપીને સરદાર સ્મૃતિ વન તૈયાર કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, બોટાદ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને સકારાત્મક અને સજીવન રૂપ આપવા બોટાદ જિલ્લામાં અનોખી હરિયાળી પહેલ કરવામાં આવી. સામાજિક વનીકરણ રેન્જ, બોટાદ અને સામાજિક વનીકરણ વિભાગ, બોટાદના સંયુક્ત આયોજન હેઠળ બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીની હરિયાળીમાં વધારો કરતા, પરિસર ખાતે 562 વૃક્ષો રોપીને સરદાર સ્મૃતિ વન તૈયાર કરવામાં આવ્યું હતું. જેના થકી કલેક્ટર કચેરીનું રમણીય પરિસર હવે વધુ મનોહર બન્યું છે. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર,…
Read Moreબોટાદ જિલ્લામાં સાયકલ/મોપેડ/ વિદ્યુતથી ચાલતા વાહનો તથા જુના વાહનો ( તમામ પ્રકારના ફોર વ્હીલર, થ્રી વ્હીલર, ટુ વ્હીલર)ના વેચાણ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા વિસ્તારમાં નવી તથા જુની સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્હીલર વેચનારા તથા તે અંગેની દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે નવી તેમજ જુની સાયકલ બોટાદ જિલ્લા વિસ્તારમાં નવી તથા જુની સાયકલ સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર વાહનો વેંચવામાં આવે કે ખરીદવામાં આવે ત્યારે કેટલીક સુચનાઓનું અવશ્ય પાલન કરવાં અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી. એલ. ઝણકાતે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.આ જાહેરનામું તા.૧૯-૧૧-૨૦૨૫થી તા.૧૭-૦૧-૨૦૨૬(બંને દિવસો સુદ્ધા) દિન ૬૦…
Read Moreબોટાદ જિલ્લામાં મોબાઇલ-સીમકાર્ડ (નવા/જુના)નું વેચાણ કરતાં વેપારીઓએ નિયત નમુનામાં રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોનના ઉપયોગ થાય છે. તેમજ મોબાઇલ ચોરીનાં ગુનાને ધ્યાને લઈ બોટાદ જિલ્લા વિસ્તારમાં જુના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરેપુરૂ નામ સરનામું નોંધવાં ફરજીયાત બનાવવા તથા સીમકાર્ડ નોંધવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે પોતાને મળેલી સત્તાની રૂએ ઉક્ત જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામું તા.૧૯-૧૧-૨૦૨૫થી તા.૧૭-૦૧-૨૦૨૬(બંને દિવસો સુદ્ધા) દિન ૬૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે જુના…
Read Moreબોટાદ જિલ્લામાં આવેલા સેન્સેટીવ ઝોન જેવા સ્થળો/વિસ્તાર પાસે પરવાનગી વગર ડ્રોન (UAV)નો ઉપયોગ કરવા અંગે પ્રતિબંધ ફરમાવતુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનુ જાહેરનામું
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં આવેલા સેન્સેટીવ ઝોન જેવા કે, શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર, BAPS સ્વા.મંદિર સાળંગપુર, સ્વામીનારાયણ મંદિર કુંડળ, ભીમનાથ મહાદેવ મંદિર, વિસામણ બાપુની જગ્યા પાળીયાદ, ગોપીનાથજી દેવ સ્વામીનારાયણ મંદિર ગઢડા, BAPS સ્વા.મંદિર ગઢડા તથા ટેલીફોન એક્ષચેન્જ બોટાદ, બરવાળા, ગઢડા તથા બોટાદ જિલ્લામાં આવેલ મોટા ડેમો જેમાં ઉતાવળી ડેમ ગુંદા, સુખભાદર ડેમ નાના છૈડા, ભીમડાદ ડેમ, ઇતરીયા ડેમ, લીંબાળી ડેમ, કાળુભાર ડેમ તથા પાણીના પંમ્પીંગ સ્ટેશન નાવડા તથા ગઢડા તથા સોનાવાલા હોસ્પિટલ બોટાદ તથા CHC હોસ્પિટલ ગઢડા તથા મધુસુદન ડેરી ગઢડા…
Read Moreસરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી અવસર બોટાદ જિલ્લાની શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા યોગ શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને અનુસંધાને બોટાદ જિલ્લાની તમામ શાળાઓમાં યોગ શિબિર અને વ્યાયામ કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને વેગ આપવા આ ખાસ પ્રવૃત્તિઓ તમામ શાળાઓમાં એકસાથે યોજાઈ હતી. જિલ્લાની વિવિધ શાળાઓમાંથી અંદાજિત 31,895 વિદ્યાર્થીઓ તથા 1,685 શિક્ષકો, એમ કુલ મળી 33,580 જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યોગ શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રાણાયામ,…
Read Moreસરદાર પટેલની 150મી જન્મજ્યંતિ નિમિત્તે બોટાદના પ્રભારીમંત્રીના અધ્યક્ષ સ્થાને યુનિટી માર્ચ અંતર્ગત પદયાત્રાનું આયોજન
હિન્દ ન્યુઝ, બોટાદ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાતનાં ઉપક્રમે તથા જિલ્લા વહીવટી તંત્ર બોટાદ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજ્યંતિને સમર્પિત રાષ્ટ્રીય સ્તરનાં યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી’ના સંદેશને મજબૂત બનાવતી આ પદયાત્રા 18 નવેમ્બર 2025, મંગળવારના રોજ યોજાશે. આ પદયાત્રાનું પ્રસ્થાન સવારે 7:30 કલાકે ભીમડાદ ગામનાં શ્રી બ્રહ્મર્શી વિદ્યાલયથી થશે જ્યારે સમાપન ટાટમ ગામ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે થશે. ભીમડાદ ગામથી ટાટમ રોડ,…
Read Moreયુનિટી માર્ચ અંતર્ગત તાલાલા વિધાનસભા વિસ્તારમાં બીજા તબક્કાની પદયાત્રા યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષમાં ‘એકતા મંત્ર’ને જન-જન સુધી પહોંચાડવા રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા વિધાનસભામાં બીજા તબક્કાની પદયાત્રા યોજાઈ હતી. સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પદયાત્રાએ ‘હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી’ના સંદેશને મજબૂત બનાવ્યો હતો. સરદાર પટેલનાં અદ્વિતીય રાષ્ટ્રીય યોગદાનને યાદ કરતા પૂર્વ ધારાસભ્ય શ્રી માધાભાઈ બોરિચાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સરદાર…
Read Moreધાવા ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ધાવા ગામે આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ દ્વારા નેશનલ મિશન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ માટે ઇચ્છૂક ખેડૂતો માટે અવેરનેસ તાલીમ યોજાઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત તમામ ખેડૂતોને રવિ સીઝનમા પાકો માટે પ્રાકૃતિક કૃષિ વિષય પર માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ આંબામાં પ્રાકૃતિક કૃષિ અન્વયે સમજણ આપવામાં આવી હતી. આત્મા પ્રોજેકટના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. પુષ્પકાંત સ્વર્ણકાર દ્વારા સરકારની ખેતીલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ રવિ ઋતુમાં પાકના વાવેતર પહેલા પાયામાં પ્રતિ એકર એક ટન ઘન-જીવામૃતનો ઉપયોગ કરવો અને બિયારણને પટ…
Read More