હિન્દ ન્યુઝ, બોટાદ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને સકારાત્મક અને સજીવન રૂપ આપવા બોટાદ જિલ્લામાં અનોખી હરિયાળી પહેલ કરવામાં આવી. સામાજિક વનીકરણ રેન્જ, બોટાદ અને સામાજિક વનીકરણ વિભાગ, બોટાદના સંયુક્ત આયોજન હેઠળ બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીની હરિયાળીમાં વધારો કરતા, પરિસર ખાતે 562 વૃક્ષો રોપીને સરદાર સ્મૃતિ વન તૈયાર કરવામાં આવ્યું હતું. જેના થકી કલેક્ટર કચેરીનું રમણીય પરિસર હવે વધુ મનોહર બન્યું છે.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, અધિક નિવાસી કલેક્ટર પી.એલ.ઝણકાત, જિલ્લા નાયબ વન સંરક્ષક સરવૈયા, પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, જિલ્લા ભાજપ પ્રમુખ, એપીએમસી ચેરમેન સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ 150થી વધુ બાળકોએ એકઠા થઈને “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.
