હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં સમય સાથે અત્યાધુનિક પી.એમ.એસ.એસ.વાય અને મેટરનિટી અને ચાઈલ્ડ હોસ્પિટલ સૌરાષ્ટ્રના દર્દીઓની સારવાર તથા સેવામાં અગ્રેસર રહી છે. સમગ્ર ગુજરાતના દર્દીઓને ખુબ જ ઓછા દરે શ્રેષ્ઠ સેવા પુરી પાડતી ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ સુપર સ્પેશ્યાલિટી અને ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે સેવાઓનો ફલક વધારી રહી છે. વિકાસ પુરુષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનને ૨૪ વર્ષ પૂર્ણ થતાં વિકાસ સપ્તાહની ઉજવણી હાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે, ત્યારે રાજકોટને તેમના દ્વારા અપાયેલી એઇમ્સ રૂપી દેનને કેમ ભૂલી શકાય? રાજકોટ ખાતે કાર્યરત ગુજરાતની પ્રથમ અને એક માત્ર એઇમ્સની…
Read MoreDay: October 9, 2025
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – ઉત્તર ગુજરાત
હિન્દ ન્યુઝ, મહેસાણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિયેતનામના એમ્બેસેડર ન્ગુયેન થાન હાઈ સાથે મુલાકાત બેઠક યોજી. આ દરમિયાન વિયેતનામ અને ગુજરાત વચ્ચે આર્થિક અને વ્યાપાર સહયોગને વધુ સુદ્રઢ બનાવવા બાબતે ચર્ચા થઈ. મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં વિયેતનામના રાજદૂતે કહ્યું કે, ગુજરાતમાંથી દર વર્ષે ઘણાં લોકો વિયેતનામના પ્રવાસે જાય છે. વિયેતનામ ગુજરાત પાસેથી કપાસ અને સિંગની આયાત કરે છે. તેમણે વિયેતનામમાં ગુજરાતના ઉદ્યોગોને રોકાણ માટે આમંત્રણ પાઠવ્યું.
Read More2001માં રિન્યૂએબલ એનર્જીમાંથી માત્ર 99 મેગા વૉટ વીજળીનું ઉત્પાદન થતું, આજે 31,403 મેગા વૉટ
હિન્દ ન્યુઝ, મહેસાણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ભાગરૂપે આયોજિત ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમના ફ્લેગશીપ કાર્યક્રમ ‘ઊર્જા આત્મનિર્ભરતા : વિકસિત ગુજરાત-વિકસિત ભારત @ 2047 તરફ અગ્રેસર’નો કેન્દ્રીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી, રાજ્યના મંત્રીઓ, દેશ-વિદેશના ઉદ્યોગકારો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પંચામૃત શક્તિ એટલે કે જળ શક્તિ, જ્ઞાન શક્તિ, ઊર્જા શક્તિ, જન શક્તિ અને રક્ષા શક્તિના આધારે ગુજરાતમાં વિકાસનો પાયો નાખ્યો છે : મુખ્યમંત્રી
Read Moreમંત્રીનાં હસ્તે આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા વ્હાલી દીકરી યોજનાના પોર્ટલનો શુભારંભ
પોષણ ઉત્સવ – 2025 હિન્દ ન્યુઝ, ગાંધીનગર મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ‘સહી પોષણ, દેશ રોશન’ના લક્ષ્યને સાર્થક કરતા ‘પોષણ ઉત્સવ-2025’નો ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ. મંત્રીના હસ્તે કુલ ₹28 કરોડથી વધુના ખર્ચે 186 આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા વ્હાલી દીકરી યોજનાના પોર્ટલનો શુભારંભ. આ વર્ષે તા. 17 સપ્ટેમ્બરથી 16 ઑક્ટોબર સુધી ઉજવાતા પોષણ માસ અંતર્ગત સ્થૂળતા અંગે જાગૃતિ, પ્રારંભિક બાળ સંભાળ, પુરુષોની સહભાગિતા અને ‘વોકલ ફોર લોકલ’જેવા વિષયો પર ખાસ ભાર. તંદુરસ્ત બાળ, તંદુરસ્ત સમાજની સંકલ્પનાને સાકાર કરવા પોષણ અભિયાનનો લાભ સર્વે લાભાર્થી સુધી પહોંચે તે માટે…
Read Moreવિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નું વિઝન, સ્થાનિક ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન
હિન્દ ન્યુઝ, મહેસાણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે VGRCમાં આયોજિત ટ્રેડ શૉ અને એક્ઝિબિશનને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂક્યું. મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રી તેમજ અન્ય મહાનુભાવો સાથે વિવિધ ક્ષેત્રોની અત્યાધુનિક નવીનતાઓ, ઉત્પાદનો અને ટેક્નોલોજીથી સજ્જ VGRC પ્રદર્શનની મુલાકાત લીધી.
Read Moreવાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત અવાડા ગ્રુપના સ્થાપક અને ચેરમેન વિનીત મિત્તલ સાથે મુલાકાત
હિન્દ ન્યુઝ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત અવાડા ગ્રુપના સ્થાપક અને ચેરમેન વિનીત મિત્તલ સાથે મુલાકાત બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતને રિન્યુએબલ એનર્જી (RE) હબ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝીશનમાં સહયોગી ઉદ્યોગોને જરૂરી તમામ સહાયની ખાતરી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ સુરેન્દ્રનગરમાં સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવા બદલ અવાડા ગ્રુપને અભિનંદન આપવાની સાથોસાથ ગુજરાતના ક્લીન-ગ્રીન એનર્જીના સંકલ્પને સાકાર કરવામાં યોગદાન બદલ કંપનીની સરાહના કરી હતી.
Read Moreફતેપુરા તાલુકાના માધવા ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૪ વર્ષમાં ગુજરાતના યુવાઓને સશક્ત બનાવવા અને તેમની બુદ્ધિ પ્રતિભા અને ક્ષમતાઓને તક મળે તેવા વાતાવરણનું નિર્માણ કરવા અનેકવિધ પ્રયાસો કર્યા છે. વડાપ્રધાનના સુશાસનના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તારીખ ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતગર્ત ફતેપુરા તાલુકાના માધવા ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી સાથે લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી. સાથે જ ગુજરાત સરકારના ૨૪ વર્ષના વિકાસ ગાથા…
Read Moreदिल्ली सरकार के सभी विभागों की बैठक संपन्न
हिन्द न्यूज़, दिल्ली दिल्ली सरकार के प्रभारी मंत्री रविंद्र इंद्रराज की अध्यक्षता में सरकार के सभी विभागों की बैठक संपन्न हुई। जिसमें सभा की और से श्री विनय आर्य जी, अजय रवि हंस जी, जोगेंद्र खट्टर जी, कृपाल सिंह आर्य जी, सुरेंद्र चौधरी जी, बृहस्पति आर्य जी और प्रदीप गुप्ता जी उपस्थित रहे। साथ ही डीडीए, एमसीडी, दिल्ली पुलिस, अग्नि विभाग, जल विभाग, बिजली विभाग, मेट्रो और डीटीसी आदि विभागों के अधिकारी भी उपस्थित रहे।
Read Moreતા.૧૦ ઓક્ટોબર-રાષ્ટ્રીય ટપાલ દિવસ
હિન્દ ન્યુઝ, સુરત વડાપ્રધાનના ‘ડિજીટલ ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત ભારતીય ટપાલ સેવામાં આવેલો ઐતિહાસિક બદલાવ એટલે એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી ૨.૦(APT 2.0). બદલાતા સમય સાથે ડિજીટલ યુગમાં ટપાલ સેવાઓને આધુનિક, ઝડપી, ચોક્કસ, પારદર્શી અને અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તેવી બનાવવા દેશભરમાં APT ૨.૦નો અમલ કરવામાં આવ્યો. દેશભરની પોસ્ટ ઓફિસો સ્માર્ટ અને ડિજિટલ બને તે હેતુથી પોસ્ટ વિભાગે ૨૨ જુલાઈ,૨૦૨૫ના રોજ ગુજરાત પરિમંડળની તમામ ૮,૮૮૪ પોસ્ટ ઓફિસોમાં એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી એપીટી ૨.૦ લાગુ કર્યું.
Read Moreગુજરાતની કૃષિ નિકાસમાં વૃદ્ધિ માટે નવા વિકલ્પો બાબતે ચર્ચા
હિન્દ ન્યુઝ, મહેસાણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણા ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ દરમિયાન ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) ના કૃષિ નિકાસકારોના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી હતી અને ગુજરાતની કૃષિ નિકાસમાં વૃદ્ધિ માટે નવા વિકલ્પો બાબતે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ પ્રતિનિધિમંડળને B2B અને B2G જોડાણો દ્વારા ખેડૂતો અને આંતરરાષ્ટ્રીય બજારો વચ્ચે સેતુરૂપ ભૂમિકા નિભાવવા તેમજ ખેડૂતો અને કૃષિ આધારિત MSME માટે વૈશ્વિક સ્પર્ધા માટેની ક્ષમતા નિર્માણ અંગેની પહેલ હાથ ધરવા પ્રેરિત કર્યા હતા.
Read More