મંત્રીનાં હસ્તે આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા વ્હાલી દીકરી યોજનાના પોર્ટલનો શુભારંભ

પોષણ ઉત્સવ – 2025

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ‘સહી પોષણ, દેશ રોશન’ના લક્ષ્યને સાર્થક કરતા ‘પોષણ ઉત્સવ-2025’નો ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ. મંત્રીના હસ્તે કુલ ₹28 કરોડથી વધુના ખર્ચે 186 આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા વ્હાલી દીકરી યોજનાના પોર્ટલનો શુભારંભ.

આ વર્ષે તા. 17 સપ્ટેમ્બરથી 16 ઑક્ટોબર સુધી ઉજવાતા પોષણ માસ અંતર્ગત સ્થૂળતા અંગે જાગૃતિ, પ્રારંભિક બાળ સંભાળ, પુરુષોની સહભાગિતા અને ‘વોકલ ફોર લોકલ’જેવા વિષયો પર ખાસ ભાર.

તંદુરસ્ત બાળ, તંદુરસ્ત સમાજની સંકલ્પનાને સાકાર કરવા પોષણ અભિયાનનો લાભ સર્વે લાભાર્થી સુધી પહોંચે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ સતત પ્રયત્નશીલ : મંત્રી ભાનુબેન બાબરીયા

Related posts

Leave a Comment