મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત     મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં પીપલોદ સ્થિત જિલ્લા પંચાયત ખાતે ‘પોષણ માહ–૨૦૨૫’ હેઠળ જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ હતી.    સુરતના ICDS, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજયેલી આ સ્પર્ધામાં સુરતના ૯ ગ્રામ્ય તાલુકાઓ માંથી THR અને મિલેટ્સ એમ બે વિભાગની ૧૪–૧૪ મળી કુલ ૨૮ વાનગીઓનું નિદર્શન કરાયું હતું. જેમાંથી શ્રેષ્ઠ ૩ વાનગીઓને ઝોન કક્ષા માટે પસંદગી કરાઈ હતી. અને વિજેતાઓનું મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.         

Read More

તા.૪ ઓક્ટોબર: વિશ્વ પ્રાણી દિવસ

હિન્દ ન્યુઝ, સુરત     સુરત શહેર અને જિલ્લામાં ૧૯૬૨ કરૂણા એનિમલ હેલ્પલાઈન થકી ૩,૦૮,૮૩૮ અબોલ જીવોને જીવનદાન મળ્યુ.    રાજ્ય સરકાર દ્વારા પ્રાણીઓમાં ખરવામોવાસા ગળસુંઢો, ગાંઠિયો તાવ, એન્થ્રેક્ષ, એન્ટ્રોકસીમિયા જેવા વિવિધ રોગો સામે રસીકરણ, શસ્ત્રક્રિયા તેમજ બાહ્ય પરોપજીવી નિયંત્રણની અસરકારક કામગીરી    દર વર્ષે ૪ ઓક્ટોબરના દિવસે ‘વિશ્વ પ્રાણી દિવસ’ મનાવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ પશુઓ પ્રત્યે ક્રુરતા, પશુ અધિકારોનું ઉલ્લંઘન વગેરે જેવા વિવિધ મુદ્દાઓ પર લોકજાગૃતિ ફેલાવવાનો છે.            

Read More

વડોદરા જિલ્લાના નર્મદાના કિનારાના ગામોમાંથી ફેલાઈ રહી છે સ્વદેશીની સુવાસ

હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી  હિન્દ ન્યુઝ, વડોદરા     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘આત્મનિર્ભર ભારત’ માટે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ ધ્યેયને વડોદરા જિલ્લાનો કરજણ તાલુકો ફૂલોની સુવાસથી સાર્થક કરી રહ્યો છે. જ્યાં નર્મદા નદીના પવિત્ર કિનારે વસેલા ગામોની ધરતી, માત્ર અનાજ જ નહીં, પણ સમૃદ્ધિના રંગબેરંગી ફૂલો પણ ઉગાડી રહી છે. નવરાત્રીના ગરબાથી લઈને દિવાળીની રોશની સુધી, ભારતીય તહેવારોમાં સુશોભનનું આગવું મહત્ત્વ છે. જ્યાં બજારમાં આર્ટિફિશિયલ (કૃત્રિમ) ચીજવસ્તુઓનો દબદબો છે, ત્યાં કરજણના ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા તાજા અને સુગંધિત ફૂલો આજે પણ લોકોની પહેલી પસંદ છે.…

Read More

જૂનાગઢ જિલ્લામાં ‘નશા મુક્તભારત અભિયાન’ અને ‘બાળવિવાહ મુક્ત’ સંકલ્પ સાથે વિશેષ ગ્રામસભાનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના અવસરે જૂનાગઢ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં સામાજિક ચેતના જગાવતી ખાસ ગ્રામસભાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં દરેક ગામના સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા અને બે મહત્ત્વના સામાજિક દૂષણો નશા મુક્ત ભારત અભિયાન, મારું ગામ બાળવિવાહ મુક્ત અંગે સામૂહિક સંકલ્પ લીધો હતો.         નશા મુક્ત ભારત અભિયાનનો સંદેશો ગામડાંઓ સુધી પહોંચાડવા ગ્રામજનોએ ઓનલાઈન તેમજ ઓફલાઈન માધ્યમથી ગામને વ્યસનમુક્ત બનાવવાની પ્રતિજ્ઞા લેતા સામૂહિક શપથ લીધા હતા.તેમજ નશા મુક્ત ભારત ક્વિઝ સ્પર્ધામાં…

Read More

લેન્ડ એડમિનિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોન્ફરન્સ અંતર્ગત વિશેષ સમૂહ ચર્ચા માટે એક્શન સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત     લેન્ડ એડમિનિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોન્ફરન્સ અંતર્ગત વિશેષ સમૂહ ચર્ચાના ભાગરૂપે એક્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સહિત વિવિધ રાજયના કુલ ૩૦૦ જેટલા અધિકારી- કર્મચારીઓએ સાત અલગ- અલગ સમૂહમાં વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.         એક્શન સેમિનાર અંતર્ગત ૧) નાગરિક-કેન્દ્રિત શાસન માટે મહેસૂલ કાયદાઓનું આધુનિકીકરણ ૨)જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીઓનું અપગ્રેડેશન,૩)શહેરી જમીન રેકોર્ડનું નિર્માણ અને અપડેટ, ૪) રેવન્યુ કોર્ટ કેસ – પ્રક્રિયાનું પુનઃ માળખાકીય રચના, ૫)જમીન સંપાદન અને રિસર્વેના પ્રયાસો – વર્તમાન વાસ્તવિકતાઓ અને ભવિષ્યનો માર્ગ,૬)આધુનિક જમીન વહીવટ માટે માનવ…

Read More

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢ જેલના બંદીવાનો માટે યોગ શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે જૂનાગઢ જેલમાં યોગ તાલીમ કાર્યક્રમની શરૂઆત તા.૨ ઓકટબર થી કરવામાં આવી છે.જે આગામી તા. ૩૧ ઓકટબર સુધી યોજાશે.      યોગ તાલીમ દરમિયાન જેલના કેદી ભાઈઓ-બહેનો તેમજ જેલના સ્ટાફ માટે યોગા સત્રો યોજાશે     ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ જૂનાગઢમાં ચિતાખાના ચોક ખાતે આવેલ જેલમાં બંદીવાન ભાઈઓ તથા બહેનો સ્વાસ્થ સારુરહે તેમનું શારીરિક સુખાકારી થાય તેવા શુભ હેતુથી તા.૨ ઓક્ટોબર ગાંધી જયંતિથી શરૂ કરી તા. ૩૧ ઓક્ટોબર સુધી એક મહિનાની યોગ શિબિરનું આયોજન થયું છે  …

Read More

બાંટવામાં સ્વચ્છતા હિ સેવા ૨૦૨૫માં સહભાગી થયેલ શાળાઓ, શ્રેષ્ઠ સફાઈ કરનાર કર્મચારીઓનું સન્માન કરાયુ

સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫ હિન્દ ન્યુઝ, જૂનાગઢ     સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫ કાર્યક્રમ અંતર્ગત બાંટવા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા ૨૦૨૫ કેમ્પેઇનમા જુદી જુદી પ્રવ્રુતિઓ જેમ કે, સ્વચ્છતા રેલી, સાંસ્ક્રુતિક પ્રોગ્રામ, રંગોળી / ચિત્ર સ્પર્ધા, યોગા શિબિર, વોલ પેઇન્ટીંગ, હ્યુમન ચેઇન, વેસ્ટ ટુ આર્ટ, સ્વચ્છતા સંવાદ સહિતની યોજાઈ હતી.   આ અભિયાન અન્વયે સહભાગી થયેલ તમામ શાળાઓ તથા બ્રાન્ડ એમ્બેસેડર ડો.વી.જે.સુરેજા તથા શહેરી વિસ્તારમા સફાઇની શ્રેષ્ઠ કામગીરી કરનાર કુલ – ૫ સફાઇ કર્મચારીઓનું સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યુ હતુ.

Read More

દીકરીઓની સરકારે કરી દરકાર-દરેક દીકરી ભણી-ગણી આગળ વધે એ માટે મક્કમ આપણી સરકાર

હિન્દ ન્યુઝ, દાહોદ     ભારત સરકારની નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ માં સમાન અને સર્વસમાવેશક શિક્ષણ પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. આ સાથે ખાસ દીકરીઓ શિક્ષિત બને તે માટેની કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાઓ પણ મહત્વપૂર્ણ રહી છે. તેવી જ એક યોજના એટલે ‘નમો લક્ષ્મી યોજના’. એ સાથે જો દીકરી વિજ્ઞાન પ્રવાહમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરે તો તેમને નમો સરસ્વતી યોજના હેઠળ રૂ. ૨૫,૦૦૦ ની સહાય પણ મળવાપાત્ર છે. વર્ષ ૨૦૨૪માં ગુજરાત સરકાર દ્વારા લક્ષ્મી સ્વરૂપા લાડલી દીકરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણ માટે ‘નમો લક્ષ્મી યોજના’ની જાહેરાત કરવામાં આવી…

Read More

હિંમતનગરના નાખી ગામે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત વિલેજ એક્શન પ્લાન 2030 તૈયાર કરી ગ્રામ સભામાં મંજુર કરાયો

હિન્દ ન્યુઝ, હિંમતનગર    સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના નાખી ગામે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત વિલેજ એક્શન પ્લાન- 2030 તૈયાર કરી ગ્રામસભામાં મંજુર કર્યો હતો.   ભારત સરકાર દ્વારા ધરતીઆબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)ના ભાગરૂપે Aadi karmyogi Responsive Governance Programme જાહેર કર્યો છે. આદિ કર્મયોગી અભિયાન ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે.આ અભિયાનનો હેતુ 20 લાખ આદિવાસી પરિવર્તન નેતાઓની કેડર વિકસાવવાનો છે. “આદિ કર્મયોગી વિકસિત ભારતનું મિશન છે.જનસેવા, સમર્પણ અને સંકલ્પના માધ્યમથી દરેક નાગરિકને પ્રભાવશીલ શાસન અને સેવાના સંપૂર્ણ લાભો પૂરા પાડવાનું છે.”    આ કાર્યક્રમ…

Read More

હિંમતનગર ખાતે પોષણ ઉત્સવ- 2025 અંતર્ગત જિલ્લાકક્ષાની ટેક હોમ રાશન અને મીલેટમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

પોષણ ઉત્સવ- 2025 હિન્દ ન્યુઝ, હિંમતનગર        સાબરકાંઠા જિલ્લામાં આઈ.સી.ડી.એસ,મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત પોષણ ઉત્સવ- 2025 અંતર્ગત જિલ્લાકક્ષાનો ટેક હોમ રાશન અને મીલેટ (શ્રી અન્ન) માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા મહિલા બાળ વિકાસ સમિતિ ચેરમેન લીનાબેન નિનામા તેમજ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ સમિતિ ચેરમેનશ્રી લીનાબેન નિનામાએ જણાવ્યું હતું કે દરેક ઘરમાં પોષણયુક્ત ભોજન તૈયાર થાય, દરેક બાળક કુપોષણમુક્ત બને અને સાબરકાંઠો ‘સ્વસ્થ જિલ્લો’ તરીકે ઓળખાય તે માટે આપણે સૌ…

Read More