મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત

    મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં પીપલોદ સ્થિત જિલ્લા પંચાયત ખાતે ‘પોષણ માહ–૨૦૨૫’ હેઠળ જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ હતી.

   સુરતના ICDS, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજયેલી આ સ્પર્ધામાં સુરતના ૯ ગ્રામ્ય તાલુકાઓ માંથી THR અને મિલેટ્સ એમ બે વિભાગની ૧૪–૧૪ મળી કુલ ૨૮ વાનગીઓનું નિદર્શન કરાયું હતું. જેમાંથી શ્રેષ્ઠ ૩ વાનગીઓને ઝોન કક્ષા માટે પસંદગી કરાઈ હતી. અને વિજેતાઓનું મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. 

       

Related posts

Leave a Comment