હિન્દ ન્યુઝ, સુરત
લેન્ડ એડમિનિસ્ટ્રેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોન્ફરન્સ અંતર્ગત વિશેષ સમૂહ ચર્ચાના ભાગરૂપે એક્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સહિત વિવિધ રાજયના કુલ ૩૦૦ જેટલા અધિકારી- કર્મચારીઓએ સાત અલગ- અલગ સમૂહમાં વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.
એક્શન સેમિનાર અંતર્ગત ૧) નાગરિક-કેન્દ્રિત શાસન માટે મહેસૂલ કાયદાઓનું આધુનિકીકરણ ૨)જમીન રેકોર્ડ અને નોંધણી પ્રણાલીઓનું અપગ્રેડેશન,૩)શહેરી જમીન રેકોર્ડનું નિર્માણ અને અપડેટ, ૪) રેવન્યુ કોર્ટ કેસ – પ્રક્રિયાનું પુનઃ માળખાકીય રચના, ૫)જમીન સંપાદન અને રિસર્વેના પ્રયાસો – વર્તમાન વાસ્તવિકતાઓ અને ભવિષ્યનો માર્ગ,૬)આધુનિક જમીન વહીવટ માટે માનવ સંસાધનનું આયોજન,૭)આપત્તિ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ પ્રથાઓ અને અનુભવની વહેંચણી વિષયો પર સમૂહ ચર્ચા યોજાઈ હતી. જેમાં દરેક વિષયના મૂંઝવતા પ્રશ્નો, તેના સ્વોટ એનાલિસિસ, બજેટ, તેના નિરાકરણ માટે લેવામાં આવેલા નિર્ણયો અને તેના પરિણામો અન્વયે સહભાગીઓએ મનોમંથન કર્યું હતું.
