સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર    રાજ્ય સરકાર દ્વારા ૭ થી ૧૫ ઓક્ટોબર સુધી યોજાનાર “વિકાસ સપ્તાહ”ના પ્રારંભે, સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ કાર્યક્રમ યોજાયો. જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક સહિત સમગ્ર વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓએ રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત થવાનો દ્રઢ સંકલ્પ લીધો. વહીવટી તંત્રના સભ્યોએ પ્રતિજ્ઞા લીધી કે, તેઓ પોતાના જીવનની પ્રત્યેક ક્ષણે દેશ માટે સમર્પિત રહેશે અને સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરશે.  આ સાથે, પ્રતિજ્ઞામાં દેશની એકતા અને અખંડિતતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ…

Read More

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર સહિતના ઉચ્ચ અધિકારીઓએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા”નું સામૂહિક પઠન કરી ‘વિકસિત ભારત’ના નિર્માણનો સંકલ્પ લીધો

 હિન્દ ન્યુઝ, જામનગર     રાષ્ટ્ર નિર્માણની ભાવનાને દૃઢ કરવા અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર કેતન ઠક્કર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ સામૂહિક રીતે ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં કલેક્ટર ઉપરાંત ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર બી. એન. ખેર સહિત સર્વે પ્રાંત અધિકારીઓ તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સૌએ સંકલ્પ કર્યો કે તેઓ સ્વનો વિચાર કરતાં પહેલાં સૌનો વિચાર કરશે અને દેશના તમામ સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ…

Read More

જામજોધપુર એસ.ટી. ડેપો વર્કશોપનું લોકાર્પણ કરતાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર

વિકાસ સપ્તાહ ઉજવણી-2025 હિન્દ ન્યુઝ, જામનગર     વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપેજામજોધપુર શહેર અને તાલુકાના નાગરિકોની સુવિધામાં વધારો કરવાના હેતુસર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિર્મિત જામજોધપુર એસ.ટી ડેપોના આધુનિક વર્કશોપની લોકાર્પણ વિધિ જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. અંદાજે રૂ.૪૩૧.૦૩ લાખના ખર્ચે તૈયાર થયેલ આ અત્યાધુનિક ડેપો વર્કશોપ પ્રવાસીઓને વધુ સુરક્ષિત અને સમયસર પરિવહન સેવા પૂરી પાડવામાં મદદરૂપ થશે. આ નવીન એસ.ટી.ડેપો વર્કશોપનું તકતી અનાવરણ સાથે લોકાર્પણ જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મેયબેન ગરસરના વરદ હસ્તે મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. આ પ્રસંગે…

Read More

રાજય સરકાર દ્વારા થઇ રહેલી વિકાસ સપ્તાહની ઉજવણી

વિકાસ સપ્તાહ-2025 હિન્દ ન્યુઝ, વડોદરા       વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૪ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે રાજય સરકાર દ્વારા થઇ રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીના ઉપલક્ષ્યમાં આજરોજ યુવા સશકિતકરણ દિવસ નિમિતે ભારત વિકાસ પ્રતિજ્ઞા કાર્યક્રમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ગુજરાતે વિકાસની હરણફાળ ભરી દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે – સાંસદ ડો.હેમાંગ જોશી  સાંસદ સહિતના પદાધિકારીઓ/ અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે શપથ ગ્રહણ કર્યા હતા.   

Read More

ડાંગના કાકરદા ગામના મૃતકના વારસદારને રૂ. ૪ લાખની સહાયનો ચેક અર્પણ

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ કાકરદા ગામના વતની રમેશભાઈ વળવી, જે ગત દિવસોમાં વરસેલાં ભારે વરસાદના કારણે પુર્ણા નદીના પ્રવાહમાં તણાઇ ગયાં હતાં. જે વ્યક્તિની લાશ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં મળી આવી હતી. જેથી ડોલવણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા જરૂરી કાર્યવાહી કરી મૃતકના વારસદાર ને ચેક સહાય આપવામાં આવી હતી.  આજરોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ તેમજ વ્યારાના ધારાસભ્ય મોહનભાઇ કોંકણી દ્વારા મૃતક પરિવારને મળીને સાંત્વના આપી હતી. તેમજ મૃતક ના વારસદાર શ્રીમતી સરતાબેન રમેશભાઈ વળવીને સરકારના કુદરતી આફતના ધારા ધોરણ મુજબ…

Read More

વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મન-કર્મ-વચનથી દેશ માટે સમર્પિત ભાવ સાથે સંપૂર્ણ યોગદાન આપવા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને સર્વગ્રાહી વિકાસના 24 વર્ષની ઉજવણીના ‘વિકાસ સપ્તાહ’ના પ્રારંભે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ તથા વરિષ્ઠ સચિવઓ અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમમાં યોજાયેલા સામૂહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મન-કર્મ-વચનથી દેશ માટે સમર્પિત ભાવ સાથે સંપૂર્ણ યોગદાન આપવા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, https://pledge.mygov.in/bharat-vikas પોર્ટલ પર #VikasSaptah2025 અંતર્ગત નાગરિકો ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ ઓનલાઈન લઈ શકશે તેમજ પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકશે.   

Read More