ભાવનગર ગ્રામ્યના ખેડૂતોએ આર્થિક સમૃદ્ધિ બદલ વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર       ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશી દ્રષ્ટિ થકી દેશમાં સહકાર ક્ષેત્ર વિકાસના માર્ગે ગતિશીલ બન્યું છે. ખેડૂતો અને પશુપાલકો આર્થિક રીતે સક્ષમ બન્યા છે અને તેમની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે સહકાર ક્ષેત્રની સમૃદ્ધિ સાથે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ આર્થિક ઉત્કર્ષ માટે વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો હતો. ભાવનગરના બુધેલ ગામના ખેડૂતોએ પોસ્ટકાર્ડમાં વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં લખ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, આપના દ્વારા દેશના ઇતિહાસના 75 વર્ષમાં પ્રથમ વખત અલગ સહકાર ખાતાની રચના કરી સહકારી…

Read More

ભાવનગર તાલુકાના ભાલ વિસ્તારની ધરતીને લીલીછમ ચાદર ઓઢાડવાનો પ્રયાસ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર તાલુકાના ખારોપાટ અને સુક્કા ભાલ વિસ્તારને જાણે કે લીલોછમ બનાવવાની ભેખ ધારણ કરી હોય તેમ ભાવનગર તાલુકા પંચાયતના કર્મચારી કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા ભાવનગર તાલુકાના રાજગઢના સ્થાનિક યુવાનો અને ગ્રામજનોના સહકારથી સતત ત્રીજા વર્ષએ નવતર અભિગમ સાથે બીજના સિડબોલ બનાવીને છંટકાવ કરી ધરતીને લીલીછમ ચાદર ઓઢાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીંની ખુલ્લી અને ગાંડા બાવળની કાટવાળી જમીનોમાં બોરડી, ગરમાળો, વાંસ, ખીજડા, સરગવો, સહિતના જુદા જુદા વૃક્ષના બીજના અંદાજે ૧૫૦૦ કિલો સીડ બોલનો છંટકાવ કરવામાં આવ્યો છે.  ભાવનગર તાલુકાના રાજગઢ વેળાવદર ભડભીડ ગામ વચ્ચે આવેલ અલંગ…

Read More

સેવાનિવૃત થયા વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના સબ રજીસ્ટ્રાર જીતેન્દ્રસિંહવાળા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      સરકાર દ્વારા નાગરિકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. આ યોજનાનો લાભ લેવો હોય, જમીન નામે કરવી હોય કે પછી પાસપોર્ટ કઢાવવાનો હોય આ તમામે તમામ કામગીરીમાં એક યા બીજી રીતે જન્મ-મરણના દાખલાની આવશ્યકતા પડે છે.  રાજ્ય સરકાર દ્વારા જન્મ-મરણ નોંધણીની ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નગરપાલિકા વિસ્તારમાં જન્મ-મરણની નોંધણી માટે જન્મ-મરણ નોંધણી રજીસ્ટ્રારની કચેરી કાર્ય કરે છે. વેરાવળમાં રાજેન્દ્રભુવન રોડ ખાતે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા કાર્યરત છે. જેમાં સબ રજીસ્ટ્રાર તરીકે કામગીરી કરતા જીતેન્દ્રસિંહ.કે.વાળા નિવૃત થયાં છે. જેમને જન્મ-મરણ નોંધણી બાબતે શ્રેષ્ઠ કામગીરી બદલ…

Read More

વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે થેલેસેમિયા જાગૃતિ સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, વેરાવળ     થેલેસેમિયા એ ગંભીર વારસાગત રોગ છે, જે લોહીના રક્તકણોની ખામીને કારણે થાય છે. આ રોગની જાગૃતિ અંગે વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી થેલેસેમિયા જાગૃતિ સેમિનાર અને ટેસ્ટિંગ કેમ્પ યોજાયો હતો. જેમાં રિપોર્ટ ફી માટે ઈન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટ દ્વારા ૫૦% આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્ય ડૉ. સ્મિતા બી. છગે થેલેસેમિયા મેજર રોગ વિશે વિગતવાર માહિતી આપી, રોગના લક્ષણો, સારવાર અને તેની રાષ્ટ્રીય સ્તરે પ્રતિરોધક મહત્વની ચર્ચા કરી હતી. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના કિરીટભાઈ ઉનડકટે આરોગ્યવિષયક…

Read More

‘સ્વચ્છોત્સવ’ અંતર્ગત વડનગર ખાતે ‘સફાઈ મિત્ર શિબિર’ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત કોડીનાર તાલુકામાં વિવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેમાં વડનગર ખાતે તાલુકાના જુદા જુદા ગામોના સફાઈ મિત્ર માટે શિબિર યોજાઈ હતી. ‘સ્વચ્છોત્સવ’ અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં કોડીનાર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સફાઈ મિત્રોની આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ આરોગ્ય સુરક્ષા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોડીનાર તાલુકા પંચાયત કચેરીની સ્વચ્છ ભારત મિશન શાખાની ટીમની મહેનતથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ કાર્યક્રમમાં કોડીનાર તાલુકા વિકાસ અધિકારી શ્રી બી.આર.બગથરીયા, વડનગરના સરપંચશ્રી તેમજ કોડીનાર તાલુકાના જુદા-જુદા ગામના સફાઈ મિત્રો…

Read More

ઉના તાલુકાના સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ઉના      સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વિવિધ થીમ આધારિત સ્વચ્છતા પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે અને વધુને વધુ લોકોને આ અભિયાન સાથે જોડાવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. જે ઉપક્રમે ઉના તાલુકાના સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય કેમ્પ યોજાયો હતો. ઉના તાલુકા પંચાયત ખાતે “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” (સ્વચ્છોત્સવ) અભિયાન અંતર્ગત સફાઈમિત્ર સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સફાઈમિત્રોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આરોગ્ય કેમ્પમાં કર્મચારીઓના તપાસ ઉપરાંત તેમને સફાઈ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Read More

“સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” અંતર્ગત કોડીનારમાં ‘સ્વચ્છતા સંવાદ’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ (૨ ઓક્ટોબર) નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેનું જનઆંદોલન વેગવંતુ બની રહ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિતે “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫”ને ‘સ્વચ્છોત્સવ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કોડીનાર નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરી ખાતે ‘સ્વચ્છતા સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. “સ્વચ્છતા હી સેવા– ૨૦૨૫” અંતર્ગત ‘સ્વચ્છોત્સવ’ના ભાગરૂપે નગરપાલિકા કચેરી ખાતે શહેરના પત્રકારો સાથે સ્વચ્છતા સંવાદનો કાર્યક્રમ તથા ‘ઝીરો વેસ્ટ ઈવેન્ટ’ યોજાઈ હતી. જેમાં સૂકો-કચરો, ભીનો કચરો અને સ્વચ્છતા અભિયાન દરમિયાન નગરપાલિકાની કામગીરીથી અવગત કરવામાં…

Read More

શહેરને કચરામુક્ત બનાવવા સંકલ્પબદ્ધ થતાં કોડીનારના નાગરિકો

‘રિડ્યૂસ, રિસાયકલ, રિયૂઝ’ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ કાર્યક્રમો દ્વારા નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. જે ઉપક્રમે કોડીનારના ‘રિડ્યૂઝ, રિસાયકલ, રિયૂઝ’ (આર.આર.આર) સેન્ટર ખાતે નાગરિકોને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જ્યાં પણ ખરીદી માટે નાગરિકો જાય તો ત્યાં પ્લાસ્ટિકના ઝભલાના ઉપયોગના બદલે કાપડની થેલીનો વપરાશ કરે એવી અપીલ કરવામાં આવી હતી. વધુમાં, શહેરમાં જ્યાં પણ નવરાત્રીનું આયોજન થાય છે, એવા તમામ ચોકમાં સ્વચ્છતાના બેનર્સના માધ્યમથી નાગરિકોને સંદેશો આપવામાં આવ્યો હતો. આ તકે,…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં “GST 2.0” તથા “આત્મનિર્ભર ભારત” વિષયક વિડીયો કોન્ફરન્સ યોજાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ      ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં “GST 2.0” તથા “આત્મનિર્ભર ભારત” વિષયક વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિડીયો કોન્ફરન્સમાં ડાંગ જિલ્લાના ગીરીમથક સાપુતારા ખાતે હોટેલ એસોસીએશના પ્રમુખ શ્રી તુકારામભાઇ કર્ડીલે સહિત અન્ય હોદ્દેદારો જોડાયા હતાં. તેમજ આહવા ખાતે કુટીર ઉધ્યોગ કચરી ખાતે આહવા વેપારી મંડળના સભ્યો અને પ્રતિનિધિઓ જોડાયા હતાં. ડાંગ જિલ્લામા હોટેલ એસોસીએશન તેમજ વેપારી મંડળ દ્વારા ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૃઢ નેતૃત્વ તથા ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં પ્રેરણાદાયક માર્ગદર્શન પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ આત્મનિર્ભર ભારતનાં સપનાને સાકાર કરવા…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GST રિફોર્મ્સ અને વોકલ ફોર લોકલ અંગે રાજ્યના ઉદ્યોગ-વેપાર સંગઠનો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી

હિન્દ ન્યુઝ, જામનગર     મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ઉદ્યોગકારો, ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે GST, વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન સંદર્ભે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી રમણીકભાઈ અકબરી સહિતના અગ્રણીઓ જોડાયા હતા. મુખ્યમંત્રીએ જીએસટીના દર ઘટડાનો લાભ લોકોને મળે એ બાબતે સહકાર આપવા સંગઠનોના હોદ્દેદારોને અપીલ કરી હતી અને વડાપ્રધાનના સ્વદેશી સંકલ્પને સાકાર કરવા માટે સામુહિક પ્રયત્ન કરવા જણાવ્યું હતું.  તેઓએ જણાવ્યું હતું કે, જી.એસ.ટી. રિફોર્મ્સ વિકસિત ભારતના સંકલ્પને વેગ આપવા સાથે ભારતને વિશ્વનું ઉત્પાદન હબ બનાવવામાં પણ ઉપયુક્ત થશે.…

Read More