હિન્દ ન્યુઝ, ભાવનગર
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશી દ્રષ્ટિ થકી દેશમાં સહકાર ક્ષેત્ર વિકાસના માર્ગે ગતિશીલ બન્યું છે. ખેડૂતો અને પશુપાલકો આર્થિક રીતે સક્ષમ બન્યા છે અને તેમની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે સહકાર ક્ષેત્રની સમૃદ્ધિ સાથે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ આર્થિક ઉત્કર્ષ માટે વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો હતો.
ભાવનગરના બુધેલ ગામના ખેડૂતોએ પોસ્ટકાર્ડમાં વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં લખ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, આપના દ્વારા દેશના ઇતિહાસના 75 વર્ષમાં પ્રથમ વખત અલગ સહકાર ખાતાની રચના કરી સહકારી ચળવળને વેગ આપ્યો છે એ બદલ અમે આપનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સહકાર ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવી રહ્યું છે ત્યારે ભાવનગર જિલ્લાના પશુપાલકો, ખેડૂતો સ્વયંભૂ પોસ્ટકાર્ડ લખીને વડાપ્રધાનનો આભાર માની રહ્યા છે.
