‘રિડ્યૂસ, રિસાયકલ, રિયૂઝ’
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ કાર્યક્રમો દ્વારા નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે.
જે ઉપક્રમે કોડીનારના ‘રિડ્યૂઝ, રિસાયકલ, રિયૂઝ’ (આર.આર.આર) સેન્ટર ખાતે નાગરિકોને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જ્યાં પણ ખરીદી માટે નાગરિકો જાય તો ત્યાં પ્લાસ્ટિકના ઝભલાના ઉપયોગના બદલે કાપડની થેલીનો વપરાશ કરે એવી અપીલ કરવામાં આવી હતી.
વધુમાં, શહેરમાં જ્યાં પણ નવરાત્રીનું આયોજન થાય છે, એવા તમામ ચોકમાં સ્વચ્છતાના બેનર્સના માધ્યમથી નાગરિકોને સંદેશો આપવામાં આવ્યો હતો. આ તકે, ઉપસ્થિત સર્વેએ ગંદકીથી દૂર રહેવા અને ‘સ્વચ્છતા અભિયાન’માં સહભાગી થઈ આરોગ્યમય જીવન જીવવા અંગે સંકલ્પબદ્ધ થયાં હતાં.
