મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GST રિફોર્મ્સ અને વોકલ ફોર લોકલ અંગે રાજ્યના ઉદ્યોગ-વેપાર સંગઠનો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી

હિન્દ ન્યુઝ, જામનગર 

   મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ઉદ્યોગકારો, ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે GST, વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન સંદર્ભે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી રમણીકભાઈ અકબરી સહિતના અગ્રણીઓ જોડાયા હતા. મુખ્યમંત્રીએ જીએસટીના દર ઘટડાનો લાભ લોકોને મળે એ બાબતે સહકાર આપવા સંગઠનોના હોદ્દેદારોને અપીલ કરી હતી અને વડાપ્રધાનના સ્વદેશી સંકલ્પને સાકાર કરવા માટે સામુહિક પ્રયત્ન કરવા જણાવ્યું હતું. 

તેઓએ જણાવ્યું હતું કે, જી.એસ.ટી. રિફોર્મ્સ વિકસિત ભારતના સંકલ્પને વેગ આપવા સાથે ભારતને વિશ્વનું ઉત્પાદન હબ બનાવવામાં પણ ઉપયુક્ત થશે. મુખ્યમંત્રીએ રાજ્યના ઉદ્યોગ-વેપારકારોને સ્થાનિક ઉત્પાદનોને વેગ આપીને આપણા જ દેશના યુવાનો તથા કારીગરોની મહેનત અને પરિશ્રમથી બનેલી ચીજવસ્તુઓ અને ઉત્પાદનોને બજાર મળે તેમજ વોકલ ફોર લોકલનો વડાપ્રધાનનો હેતું પાર પડે તે માટે અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિડીઓ કોન્ફરન્સ યોજી હતી તેમાં તેઓએ જરૂરી સૂચનો આપવા પણ જણાવ્યું હતું. જામનગરના ઉદ્યોગકારોને પણ જો કોઈ સૂચનો હશે તો મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવશે. ભારતમાં જે વસ્તુઓની આયાત કરવામાં આવે છે. તે વસ્તુઓનું ઉત્પાદન ભારતમાં જ થાય તેવા પ્રયત્નો પણ અમારા દ્વારા કરવામાં આવશે.

Related posts

Leave a Comment