આગામી તા.5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી, 2026 સુધી આયોજિત થનાર ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક

હિન્દ ન્યુઝ, અમદાવાદ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ વર્ષે આગામી તા.5 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી, 2026 સુધી આયોજિત થનાર ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં દેશમાં સૌથી મોટા શોપિંગ ફેસ્ટિવલ તરીકે પ્રસિદ્ધ થયેલ આ શોપિંગ ફેસ્ટિવલમાં વિવિધ થીમ સાથેના બજારો ઉભા કરીને વધુ વ્યાપક બનાવવાના આયોજન બાબતે ચર્ચા-પરામર્શ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ આ વર્ષનો શોપિંગ ફેસ્ટિવલ વધુ સંગીન સુવિધાઓ સાથે બહોળા પ્રમાણમાં લોકોને આકર્ષે અને એક જ સ્થળેથી વિવિધ ચીજવસ્તુઓ ‘અન્ડર વન અમ્બ્રેલા’ મળી રહે તેવા આયોજન માટે બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું તેમજ આ વર્ષનો શોપિંગ ફેસ્ટિવલ ‘વોકલ ફોર લોકલ’ને વેગ આપનારો બને તે માટે અનુરોધ કર્યો હતો.

આ ફેસ્ટિવલમાં ખાસ કરીને NRI-NRG અને વિદેશી પ્રવાસીઓ પણ ઉત્સાહથી સહભાગી થાય તે માટે સ્વદેશી ચીજવસ્તુઓની સાથે પરંપરાગત ખાનપાન, હેરિટેજ વૉક, સાંસ્કૃતિક પ્રસ્તુતિની પણ સુચારુ વ્યવસ્થા કરવા સંદર્ભમાં બેઠકમાં ફળદાયી વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment