ઉના તાલુકાના સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ઉના 

    સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત વિવિધ થીમ આધારિત સ્વચ્છતા પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે અને વધુને વધુ લોકોને આ અભિયાન સાથે જોડાવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. જે ઉપક્રમે ઉના તાલુકાના સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય કેમ્પ યોજાયો હતો.

ઉના તાલુકા પંચાયત ખાતે “સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫” (સ્વચ્છોત્સવ) અભિયાન અંતર્ગત સફાઈમિત્ર સુરક્ષા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સફાઈમિત્રોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

આરોગ્ય કેમ્પમાં કર્મચારીઓના તપાસ ઉપરાંત તેમને સફાઈ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment