હિન્દ ન્યુઝ, આણંદ ભારત સરકારના પ્રોવિડન્ડ ફંડ અને પેન્શન વિભાગ દ્વારા નવી યોજના એમ્પ્લોયમેન્ટ લિંકડ ઇન્સેન્ટિવ સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે, આ યોજનાની વિસ્તૃત જાણકારી આપવા માટે અને યોજનાનો અમલ થાય તે હેતુસર પીએફ અને પેન્શન વિભાગ તથા વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર શ્રી યોગેન્દ્ર સિંહ શેખાવત અને અમલીકરણ અધિકારી શ્રીમતી રૂપાંગી રાવલના નેતૃત્વ હેઠળ એક મહત્વપૂર્ણ જાગૃતિ સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય “પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના” ના વિવિધ લાભો વિશે સહભાગીઓને માહિતગાર કરવાનો અને તેમને યોજનાનો લાભ…
Read MoreDay: July 30, 2025
પ્રભાસપાટણ ખાતે આવેલી ધાર્મિક દબાણ દૂર કરાયેલી જમીન પર પ્રવેશ પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, પ્રભાસપાટણ સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના ઉપર થતું અનઅધિકૃત દબાણ અટકાવવા બાબતે સરકારના મહેસુલ વિભાગ દ્વારા સમયાંતરે ઠરાવ, જાહેરનામા તથા પરિપત્ર કરી સૂચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત સુપ્રિમ કોર્ટે જાહેર શેરીઓ, જાહેર ઉદ્યાનો કે અન્ય જાહેર સ્થળો વગેરે પર ધાર્મિક પ્રકારના જેવા કે, મંદિર, મસ્જિદ, ચર્ચ, મકબરા, ગુરુદ્વારા વગેરે પ્રકારના ધર્મસ્થાનોના અનઅધિકૃત થયેલા બાંધકામ દુર કરવા તથા નવા અનઅધિકૃત ધાર્મિક બાંધકામ ન થાય તે અંગે રાજય સરકારે જરૂરી નિર્દેશો/સૂચનાઓ પ્રસારીત કરવા આદેશ કરવામાં આવ્યાં છે. આ સંદર્ભમાં ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા પ્રસિદ્ધ…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં ઉંદર પકડવા માટે ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ
ગીર સોમનાથ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના નોટિફિકેશન સંદર્ભે ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) કે જેને સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે સૂચના આપવામાં આવી છે. જેમાં પ્રાણી ક્રુરતા અધિનિયમ, ૧૯૬૦ની કલમ ૧૧ મુજબ કોઈપણ પ્રાણીની બિનજરૂરી પીડા કે વેદના ન આપવા અંગે જોગવાઈ કરવામાં આવી છે. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.જી.આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેંચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામા અનુસાર ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે અત્યંત ક્રૂર પદ્ધતિ…
Read Moreસંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા જિલ્લામાં ત્રિ-દિવસીય ઉજવણી થશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અંતર્ગત સંસ્કૃતના શિક્ષણને મહત્વ પ્રદાન કરવા, પ્રાથમિક, માધ્યમિક, ગ્રાન્ટેડ, ખાનગી, મહાવિદ્યાલયો સહિત શાળાઓ તેમજ નાગરિકોમાં સંસ્કૃત ભાષાનું સંવર્ધન અને સંરક્ષણ થાય તે માટે અને સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના અધ્યક્ષસ્થાને જિલ્લામાં સંસ્કૃત સપ્તાહ ત્રિ દિવસીય ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોના સુચારૂ આયોજન અંગે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૬/૦૮/૨૦૨૫ થી તા.૦૮/૦૮/૨૦૨૫ની ત્રિ-દિવસીય ઉજવણી દરમિયાન…
Read Moreસોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીની બહેનોને પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી અપાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ અંબુજા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીની સ્થાપના વર્ષ ૨૦૧૨માં કરવામાં આવી હતી. જેના દ્વારા તાજેતરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબુજાનગર ખાતે ૧૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત સર્વે મહિલાઓને પ્રાકૃતિક કૃષિ વિશે માહિતગાર કરાયા હતાં. આ વાર્ષિક સાધારણ સભામાં ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકાના ૧૦૨ ગામોમાંથી ૧૦૦૦થી વધુ એસ.સી.જી જૂથમાં જોડાયેલી ગ્રામીણ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞ ડૉ. હંસાબેન ગામી તથા અંબુજા ફાઉન્ડેશનના પ્રોગ્રામ મેનેજર કિરીટભાઈ જસાણી દ્વારા બહેનો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પ્રાકૃતિક શાકભાજીનો બગીચો…
Read Moreપ્રાકૃતિક સંપદા, વન્યજીવ અને સાંસ્કૃતિક ધરોહરનું સુરક્ષાચક્ર એટલે વનરક્ષક
૩૧ જુલાઈ “વર્લ્ડ રેન્જર ડે” હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારતીય સંસ્કૃતીમાં કહેવાયું છે કે, આ સમગ્ર વિશ્વ પંચતત્વનું બનેલું છે. આ પંચતત્વ એટલે અગ્નિ, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ તત્ત્વોનો સમન્વય. આ જ રીતે પૃથ્વી મુખ્યતવે પર્યાવરણ પર આધારિત છે. ‘પરિ’ એટલે કે આસપાસ અને ‘આવરણ’ એટલે કે આસપાસનું સ્તર અથવા વાતાવરણ. આ પર્યાવરણમાં પ્રાકૃતિક સંપદા, વન્યજીવ તેમજ અનેક સાંસ્કૃતિક ધરોહરનો સમાવેશ થાય છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ કુદરતે અખૂટ પ્રાકૃતિક સંપદા આપી છે. જંગલના વિસ્તારનું સંચાલન અને વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન કરતા વનરક્ષકો આ પ્રાકૃતિક સંપદાની…
Read Moreભાવનગર જિલ્લામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિ અંગેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, ભાવનગર ગાંધીનગર ખાતેથી ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ અંગે કૃષિ સખી / કૃષિ સહાયક અને કૃષિ વિભાગના ક્ષેત્રીય અધિકારીઓને સંબોધન કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું . ભાવનગરના ખેડૂત તાલીમ કેન્દ્ર સહિત ભાવનગર જિલ્લાના તમામ તાલુકા કેન્દ્રો ખાતેથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. ભાવનગર ખાતેથી જિલ્લા ખેતીવાડી અધિકારી રિઝવાન, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), એસ.બી. વાઘમશી, નાયબ ખેતી નિયામક (તાલીમ) જે.એન. પરમાર,વિસ્તરણ અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટનાં કર્મચારીઓ, GPKVB ભાવનગરના કર્મચારીઓ તેમજ બાગાયત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Moreજવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જવાહર નવોદય વિદ્યાલય જામનગર દ્વારા લેવાનાર ધોરણ 6 પ્રવેશ પરીક્ષા – 2025 માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે.પહેલાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 29 જુલાઈ 2025 હતી જે હવે વધારીને 13 ઓગસ્ટ 2025 કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ કોઈપણ કારણોસર હજુ સુધી પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરી શક્યા નથી, તેમને આ તકનો લાભ લઈને 13 ઓગસ્ટ, 2025 પહેલાં તેમનું ઓનલાઈન ફોર્મ ભરી દેવા આચાર્ય જવાહર નવોદય વિદ્યાલય જામનગરની યાદીમાં જણાવાયું છે.
Read Moreમાર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વ.સતારભાઈ વાઘેલાના પરિવારને મળી વહીવટી તંત્રની હૂંફ
હિન્દ ન્યુઝ, જામનગર ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષીય સતારભાઈ વાઘેલાનું માર્ગ અકસ્માતમાં અવસાન થતાં તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સતારભાઈના અવસાનથી તેમના ધર્મપત્ની વિનુબેન વાઘેલા અને દસ વર્ષથી નીચેના તેમના ચાર બાળકો નિરાધાર બન્યા હતા. અતિ સામાન્ય સ્થિતિમાં જીવન નિર્વાહ કરતા પરિવારને આ કપરી ઘડીમાં ધ્રોલ વહીવટી તંત્ર મદદે આવ્યું હતું અને ત્વરિત કાર્યવાહી હાથ ધરી પરિવારને સહાયરૂપ થયું હતું. ધ્રોલ પ્રાંત અધિકારી તથા મામલતદારએ આ ઘટનામાં સંવેદના દાખવી હતી અને તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ, તેઓએ સ્વ. સતારભાઈ વાઘેલાનું મરણ…
Read Moreશ્રાવણ શુક્લ ષષ્ઠી – શ્રી સોમનાથ મહાદેવને કરાયો પ્રકૃતિ દર્શન શૃંગાર
હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રાવણ માસની શુક્લ ષષ્ઠી તિથીએ શ્રી સોમનાથ મહાદેવનો અલૌકિક “પ્રકૃતિ દર્શન શૃંગાર” કરાયો હતો. આ વિશેષ અવસરે શ્રી સોમનાથના ગર્ભગૃહમાં પ્રકૃતિના ખોળા જેવા દિવ્ય અને આત્મીય વાતાવરણનું નિર્માણ કરાયું હતું જેમ ગિરનારના જંગલની આખી હરિત પ્રકૃતિ અને જીવસૃષ્ટિ સોમનાથ મહાદેવના ચરણોમાં ઉતરી આવી હોય. વિવિધ પ્રકારના વૃક્ષો, ફૂલોની સુગંધ અને પ્રાણી-પક્ષીઓની ભાવસભર પ્રતિકૃતિઓ સાથે શૃંગાર કરાયેલ હતો ત્યારે જેમાં એવું અનુભવાતું હતું કે માનો માતા પ્રકૃતિ પોતે જ શિવજીના ચરણોમાં અર્પિત થવા વ્યાકુળ હોય. આ વિશેષ શૃંગારનો હેતુ માત્ર સૌંદર્ય નથી પરંતુ…
Read More