ભાવનગર‌ જિલ્લામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિ અંગેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર‌ 

     ગાંધીનગર ખાતેથી ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ અંગે કૃષિ સખી / કૃષિ સહાયક અને કૃષિ વિભાગના ક્ષેત્રીય અધિકારીઓને સંબોધન કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું . ભાવનગરના ખેડૂત તાલીમ કેન્દ્ર સહિત ભાવનગર જિલ્લાના તમામ તાલુકા કેન્દ્રો ખાતેથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.  

ભાવનગર ખાતેથી જિલ્લા ખેતીવાડી અધિકારી રિઝવાન, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), એસ.બી. વાઘમશી, નાયબ ખેતી નિયામક (તાલીમ) જે.એન. પરમાર,વિસ્તરણ અધિકારીઓ, આત્મા પ્રોજેક્ટનાં કર્મચારીઓ, GPKVB ભાવનગરના કર્મચારીઓ તેમજ બાગાયત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment