હિન્દ ન્યુઝ, જામનગર
જવાહર નવોદય વિદ્યાલય જામનગર દ્વારા લેવાનાર ધોરણ 6 પ્રવેશ પરીક્ષા – 2025 માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે.પહેલાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 29 જુલાઈ 2025 હતી જે હવે વધારીને 13 ઓગસ્ટ 2025 કરવામાં આવી છે.
જે વિદ્યાર્થીઓ કોઈપણ કારણોસર હજુ સુધી પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરી શક્યા નથી, તેમને આ તકનો લાભ લઈને 13 ઓગસ્ટ, 2025 પહેલાં તેમનું ઓનલાઈન ફોર્મ ભરી દેવા આચાર્ય જવાહર નવોદય વિદ્યાલય જામનગરની યાદીમાં જણાવાયું છે.
