હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
કેન્દ્ર સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ચાંડુવાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. જેમાં ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત હરસુખભાઈ જીવણભાઈ ચાવડાએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.
આ તકે, હરસુખભાઈએ જણાવ્યું હતું કે મારા ઘરમાં કુલ 6 સભ્યો છે અને હું પહેલા કાચા મકાનમાં રહેતો હતો. કાચા મકાનમાં રહેવાના કારણે મને ઘણી જ મુશ્કેલી પડતી હતી. કાચા મકાનમાં ઠેર ઠેરથી પાણી પડતું હતું. જેના કારણે મારે તાલપત્રીની મદદ લેવી પડતી હતી. ત્યારબાદ મને પીએમ આવાસ યોજનાની જાણકારી મળી હતી અને મેં આવાસ યોજનાની અરજી કરી અને મને રહેવા માટે પાકું મકાન મળ્યું.
વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, આ પાક્કા મકાનમાં મને 2 રૂમ, 1 હોલ એક રસોડની સુવિધા મળી છે. જેના કારણે આ મકાન બન્યા પછી હું અને મારો પરિવાર ખૂબ જ સુખ અને શાંતિથી રહીએ છીએ. આ યોજનાનો લાભ આપવા બદલ હું સરકારનો અઢળક આભાર માનું છું.