આયુષ્માન કાર્ડથી દોઢ લાખ રૂપિયાની સારવાર મળી- લાભાર્થી લાભુબહેન સોલંકી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

આજે વેરાવળ તાલુકાના ચાંડુવાવ ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચતા સરકારની યોજનાથી લાભન્વિત થયેલા લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ પોતાની સફળતાની ગાથા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. તેમજ વંચિત લાભાર્થીઓને લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.જેમા “મેરી કહાની, મેરી જુબાની અન્વયે લાભુબહેન જેસાભાઈ સોલંકીને પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા.

લાભુબહેન ગ્રામજનો અને મહાનુભાવો સમક્ષ આયુષ્યમાન ભારત યોજનાનો લાભની વાત કરતા જણાવ્યુ હતુ કે, મારી દીકરીનો જન્મ અધૂરા મહિને થયેલો હોવાથી મને સારવાર દમરમિયાન પચાસ હજારનો ખર્ચો થયેલ ત્યારબાદ મને દવાખાનેથી જાણકારી મળી કે આયુષ્માન કાર્ડમાંથી ખર્ચો મળે છે. જેથી એક જ દિવસમાં મને આ કાર્ડ મળ્યુ હતું અને આ કાર્ડમાંથી જ મને દોઢ લાખની નિઃશુલ્ક સારવાર મળી તે બદલ તેમણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

Leave a Comment