શ્રાવણ શુક્લ ષષ્ઠી – શ્રી સોમનાથ મહાદેવને કરાયો પ્રકૃતિ દર્શન શૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ

      શ્રાવણ માસની શુક્લ ષષ્ઠી તિથીએ શ્રી સોમનાથ મહાદેવનો અલૌકિક “પ્રકૃતિ દર્શન શૃંગાર” કરાયો હતો.

    આ વિશેષ અવસરે શ્રી સોમનાથના ગર્ભગૃહમાં પ્રકૃતિના ખોળા જેવા દિવ્ય અને આત્મીય વાતાવરણનું નિર્માણ કરાયું હતું જેમ ગિરનારના જંગલની આખી હરિત પ્રકૃતિ અને જીવસૃષ્ટિ સોમનાથ મહાદેવના ચરણોમાં ઉતરી આવી હોય. વિવિધ પ્રકારના વૃક્ષો, ફૂલોની સુગંધ અને પ્રાણી-પક્ષીઓની ભાવસભર પ્રતિકૃતિઓ સાથે શૃંગાર કરાયેલ હતો ત્યારે જેમાં એવું અનુભવાતું હતું કે માનો માતા પ્રકૃતિ પોતે જ શિવજીના ચરણોમાં અર્પિત થવા વ્યાકુળ હોય.

આ વિશેષ શૃંગારનો હેતુ માત્ર સૌંદર્ય નથી પરંતુ ભક્તોમાં પ્રકૃતિ પ્રત્યેની પૂજ્યતા, કરુણા અને રક્ષણની ભાવના જગાવવાનો પવિત્ર સંદેશ છે.

સનાતન સંસ્કૃતિમાં પ્રકૃતિને દેવી સ્વરૂપ માનવામાં આવે છે. વૃક્ષોમાં જીવન છે, નદીઓમાં માતૃત્વ છે અને દરેક જીવમાં પરમાત્માનો અંશ છે.

શ્રી સોમનાથ મહાદેવ તો પોતે કૈલાસપતિ કે ગિરનારી તરીકે ઓળખાય છે. તેઓના ચરણોમાં સજેલો પ્રકૃતિ દર્શન શ્રૃંગાર, આજના પર્યાવરણ સંકટના સમયગાળામાં આપણને પ્રેરણા આપે છે – કે પ્રકૃતિ સાથે જોડાવું જોઈએ, તેનું રક્ષણ કરવું જોઈએ. કારણ કે જો શિવજીથી પ્રેમ છે તો તેમની સૃષ્ટિથી પણ પ્રેમ શીખવો પડશે. આ પ્રકૃતિ ભગવાનની રચના છે અને પ્રકૃતિ છે તો જીવન છે.

એવા શુભ સંદેશ સાથે શ્રી સોમનાથ મહાદેવનો આ અદ્ભુત શ્રૃંગાર કરવામાં આવ્યો હતો

Related posts

Leave a Comment