દસક્રોઈની કુજાડ પ્રાથમિક શાળા નં-૨ માં બાળ સંસદ ચૂંટણી યોજાઈ

હિન્દ ન્યુઝ, અમદાવાદ 

    લોકશાહી પ્રક્રિયા અને નેતૃત્વના ગુણોથી વિદ્યાર્થીઓને પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે, દસક્રોઈ તાલુકાની કુજાડ પ્રાથમિક શાળા નં-૨ માં ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે બાળ સંસદની ચૂંટણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું!

ચૂંટણી પ્રક્રિયા શરૂ કરતા પહેલા, વિદ્યાર્થીઓને ચૂંટણીનું મહત્વ અને તેની પદ્ધતિ વિશે સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી. ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે મહામંત્રી, ઉપમહામંત્રી અને વિવિધ મંત્રી પદો માટે ચૂંટણી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જેમાં કુમાર અને કન્યા બંને માટે કુલ ૧૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવી!

ઉમેદવારોએ પોસ્ટરો દ્વારા પોતાનો ચૂંટણી પ્રચાર કર્યો અને દરેક વર્ગમાં જઈને પોતાના વચનો અને દ્રષ્ટિકોણો રજૂ કર્યા. આ સમગ્ર પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અનેક વાલીઓએ જોડાઈને લોકશાહીના આ પર્વને સફળ બનાવ્યો.

આ નવી બાળ સંસદ સમિતિ શાળાના વિવિધ પાસાઓમાં, જેમ કે પ્રાર્થના, રમતગમત, સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત પ્રવૃત્તિઓની દેખરેખ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આવી પહેલથી બાળકો નાનપણથી જ લોકશાહીના મૂલ્યો અને જવાબદારીઓ શીખે છે. શાળા અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન! 

Related posts

Leave a Comment