હિન્દ ન્યુઝ, અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025’ અભિયાન અંતર્ગત આજે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીએ આ અવસરે મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ જતનના સંકલ્પ સાથે શરૂ કરેલ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને એક જનઆંદોલન બનાવવા સૌને પ્રેરણા પૂરી પાડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે અને હવે અમદાવાદને ગ્રીન સિટી બનાવવાના સંકલ્પ સાથે AMC-Amdavad Municipal Corporation દ્વારા ‘મિશન ફોર મિલિયન ટ્રિઝ 2025′ અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ 40 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે.
