‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ-૨૦૨૫’ હિન્દ ન્યુઝ, ડાંગ તા: ૨૧: ગુજરાતના એકમાત્ર ગિરિમથક એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથે સાથે, સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આગામી તા.૨૬ જુલાઈના રોજ ‘મેઘ મલ્હાર પર્વ-૨૦૨૫’નો ઉદ્ઘાટન સમારંભ યોજાનાર છે. આગામી તા.૨૬ જુલાઇથી ૧૭ ઓગસ્ટ ૨૦૨૫ એમ કુલ ૨૩ દિવસ સુધી યોજાનાર આ રંગારંગ ફેસ્ટિવલના પ્રથમ દિવસે સવારે ૯.૦૦ કલાકે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ થીમ પર ગુજરાત સહિત ૧૩ રાજ્યોના ૩૫૪ કલાકારો દ્વારા ભવ્ય ‘ફોક કાર્નિવલ પરેડ’ યોજાશે. પ્રથમ દિવસે સાપુતારા ખાતે મુખ્ય સર્કલ પર આવેલા મેદાનમાં મુખ્ય…
Read MoreDay: July 21, 2025
જામનગર-લાલપુર-પોરબંદર રોડ કૈલાશ પેટ્રોલ પંપથી સેવક ભાટિયા જંકશન સુધીના રસ્તા પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, જામનગર માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), જામનગરના નિયંત્રણ હેઠળના માર્ગ અને મકાન પેટા વિભાગ, જામજોધપુર હસ્તકના જામનગર-લાલપુર-પોરબંદર રોડ (એસ.એચ.-૨૭) બીટ કિ.મી. ૨૪/૦૦ થી ૨૫/૮૦૦ જે રસ્તાની લંબાઈ ૨.૮૦૦ કી.મી. છે. આ રસ્તા પર હયાત એક મેજર બ્રીજ કિ.મી. ૨૬/૩ પર આવેલ છે. ડીઝાઈન સર્કલ તરફથી થયેલ ઇન્સ્પેકશનમાં બ્રીજની સ્થિતિ ખરાબ જણાવેલ છે. તેમજ મલ્ટી મિડીયા કન્સલ્ટન્ટ દ્વારા પણ બીજનું સ્થળ નિરીક્ષણ કરી ભારે તથા તેનાથી ઉપલી શ્રેણીનાં વાહનો માટે અવર-જવર બંધ રાખવા સૂચન કરેલ છે. કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી રસ્તો બંધ…
Read Moreત્રણ પાટિયા – જામજોધપુર – ખટિયા – કાલાવડ રોડ પર એમ્બ્યુલન્સ, કાર અને દ્વિચક્રી વાહનો સિવાય તમામ ભારે વાહનો માટે પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, જામનગર કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, રાજકોટના નિયંત્રણ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૧૫૧ (કે) ત્રણ પાટીયા-જામજોધપુર-ખટીયા-કાલાવડ રોડ પર સી.ડી.૮૫/૨, ચેઇનેજ કિ.મી.૮૪/૫૦૦ થી ૮૪/૬૦૦, શેઠવડાળા-નરમાણા વચ્ચે ક્રિષ્ના સ્ટોન ક્રશર પાસેનો માઈનોર બ્રિજ ક્રિટીકલ સ્થિતિમાં હોય, ત્રાણ પાટીયા-જામજોધપુર-ખટીયા-કાલાવડ રોડ પર એમબ્યુલન્સ, કાર અને દ્વિચક્રી વાહનો સિવાય તમામ ભારે/ઓવરલોડેડ વાહનો માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૧૫૧ (કે) ત્રણ પાટિયા – જામજોધપુર – ખટિયા – કાલાવડ વાળો રોડ એમ્બ્યુલન્સ, કાર અને દ્વિચક્રી વાહનો સિવાયના ભારે / ઓવરલોડેડ વાહનો માટે બંધ…
Read Moreજિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને રજૂઆતોને ગંભીરતાથી ધ્યાને લઈને કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચના આપી હતી. બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે જમીન માપણી, વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવા, રોડ-રસ્તા અને બ્રિજના બાંધકામના કામોની વર્તમાન સ્થિતિ, સિંચાઈ વિભાગ, જી.એસ.આર.ટી.સી., મહેસુલ,…
Read Moreશ્રાવણ માસમાં ખાણી પીણીની હોટલો લારીઓ પર ઓળખ છુપાવી હિન્દુ નામ રાખનારથી સાવધાન કરતી ‘હિન્દુ સેના’
હિન્દ ન્યુઝ, જામનગર શ્રાવણ માસમાં પવિત્રતા જાળવવા નોનવેજ પર પ્રતિબંધ મૂકવા તેમજ અન્ય ધર્મના લોકો દ્વારા ઓળખ છુપાવી હિન્દુ નામ રાખી ચલાવતા ધંધા પર રોક લગાવવા હિન્દુ સેનાએ સરકાર પાસે કરેલી માંગણી. ગુજરાતમાં ઘણા સમયથી ગલીએ ખાંચે અને મુખ્ય સ્થાનો પર તેમજ મંદિરોની આસપાસ નોનવેજ, ઈંડાકલી, મટન મચ્છીની દુકાનો, લારીઓના રાફડા ફાટયા છે. શ્રાવણ માસ આવી રહ્યો છે અનેક તહેવારો શ્રદ્ધાપૂર્વક ઉજવવાના હોય તેમ જ લોકોની શ્રદ્ધા અને પવિત્રતા જળવાઈ રહે તે સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગંભીરતા દાખવવી જોઈએ, નાની ગલીઓથી મોટા રસ્તા પર હિન્દુઓના…
Read Moreજામનગર હિન્દુ સેનાની આયોજન લક્ષી અગત્યની બેઠક
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર હિન્દુ સેના દ્વારા તા. 21-7-2025 નાં સોમવાર રાત્રે 9.30 થી 10.30 હિન્દુ સેના કાર્યાલય, વિશાલ કોમ્પલેક્ષ, 13 દિગ્વિજય પ્લોટ, અંબિકા ડેરી સામે, જામનગર ખાતે જવાબદારો, હોદ્દેદારોની બેઠક રાખેલ છે. જેમાં શ્રાવણ માસ નિમિત્તે સંગઠનાત્મક કાર્યક્રમો, ગૌચરની જમીનો છોડાવવા માટેની લડત, મહિલાઓ બહેનોને હિન્દુ સેના માં કાર્યરત કરવી, આરોગ્ય તેમજ શિક્ષણને લગતા પ્રશ્નોની વ્યવસ્થા સહિત ના મુદ્દા પર નિર્ણય લેવા માટે હિન્દુ સેના જવાબદાર સૈનિકોની અગત્યની તાત્કાલીન બેઠક રાખેલ છે. જે બેઠક માં શહેર સંયોજક દીપક પિલ્લાઈ, શહેર મંત્રી જીતુભાઈ ગાલા અને જિલ્લા…
Read More