અ.વિશ્વ ગૌ સંવર્ધનના રાષ્ટ્રીય પ્રમુખ એવા ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ વૃક્ષારોપણ કરી પોતાના જન્મદિવસ કરશે ઉજવણી

હિન્દ ન્યુઝ, ચોટીલા       સૌરાષ્ટ્રના ખ્યાતનામ ગૌરક્ષક અને અખિલ વિશ્વ ગૌસંવર્ધન ટ્રસ્ટ ન્યૂ દિલ્હીના રાષ્ટ્રીય પ્રમુખ, સમસ્ત વાઢરા સમાજ ફાઉન્ડેશન નાં રાષ્ટ્રીય પ્રમુખ તથા ચોટીલા નગરપાલિકાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ છનાભાઈ ચૌહાણનો આજે જન્મદિવસ હોય ત્યારે હરેશભાઈ ચૌહાણ ને ગુજરાત સરકાર ગૌરક્ષક એવોર્ડ, તેઓની વિવિધ સામાજીક સેવા અને ગૌસેવા માટે શ્રી મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ (મુંબઈ) સહિત દેશની ખ્યાતનામ સંસ્થાઓના પચ્ચીસથી પણ વધુ એવોર્ડ મેળવી ચોટીલાનું ગૌરવ વધાર્યું હોય ત્યારે આજરોજ એમના જન્મદિવસ નિમિતે ગૌરક્ષકો, સંબંધીઓ અને મિત્રવર્તુળ દ્વારા તેઓના 98253 14291 મોબાઈલ નંબર પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો…

Read More

નોંધણા પ્રાથમિક મિશ્ર શાળા તાલુકા જંબુસર જી.ભરૂચ

હિન્દ ન્યુઝ, ભરૂચ     આથી જાહેર જનતાને જણાવવાનું કે, શ્રી જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ સમગ્ર સિક્ષા ભરૂચ ના હુકમ શિક્ષા સિવિલ /2024 -25/200811-821 અન્વયે પ્રાથમિક મિશ્ર શાળા નોંધણા તા જંબુસર જી ભરૂચ ના શાળાના મુખ્ય મકાનના 1 ધાબા વાળો રૂમ જૂની કન્યાશાળામાં એક ધાબા વાળો રૂમ અને 1 સિન્ટેક્ષ રૂમ કુલ 3 જજરીત ઓરડાઓની જાહેર હરાજી કરી કાટમાળ દુર કરવાની કાર્યવાહી કરવા સૂચના થયેલ છે હરાજીમાં ભાગ લેવા ઈચ્છુક વ્યક્તિઓએ નીચે જણાવેલ સ્થળ અને સમયે ઓરીજનલ આઈડી પ્રૂફ સાથે રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવે છે…

Read More

જસદણ પોલિસ દ્વારા ટ્રાફીક ડ્રાઇવ યોજવમાં આવી

હિન્દ ન્યુઝ, જસદણ        જસદણ નાં પી.આઇ .સિધ્ધરાજસિંહ ગોહિલની આગેવાની હેઠળ જસદણ નો ટ્રાફીક પ્રશ્ન હલ કરવા માટે જસદણ પોલીસ તેમજ નગરપાલિકા દ્વારા સયુંકત ટ્રાફીક ડ્રાઈવ યોજવમાં આવી. જેમા જુના બસ સ્ટેશન, ટાવરચોક, મોતીચોક સહિત મેઈનબજાર ની અંદર ટ્રાફિકને નડતર રૂપ લારી ગલ્લા, દુકાનોના બોર્ડ સહિતની વસ્તુઓ પાલિકા દ્વારા કબ્જે કરવામાં આવ્યું. આથી પોલીસ અને પાલિકા ની “ટ્રાફીક ડ્રાઈવ અભિયાન” ની સરાહનીય કામગીરીને જસદણ વાસીઓએ બિરદાવી હતી. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલથી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાના કામની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલ થી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાના કામની મુલાકાત લીધી હતી. મંત્રીએ તૈયાર થઈ રહેલા રસ્તાની તેમજ નિર્માણધીન ઓવરબ્રિજની સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરીને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમ્યાન મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, મ્યુનિસિપલ કમિશ્નર ડૉ. એન.કે.મીના, આગેવાન કુમારભાઈ શાહ સહિતના પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.      

Read More

શિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને “સહકારથી સમૃદ્ધિ” અંગે સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર જિલ્લામાં આવેલ સિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ‘સહકારથી સમૃદ્ધિ’ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સહકારી બેંકો અને મંડળીઓએ લોકોમાં વિશ્વાસ સંપાદિત કરી લોકોને સલામત અને ટેકનોલોજીયુક્ત બેન્કીંગ સેવાઓ પૂરી પાડવાનો ઉદ્દેશ છે ત્યારે વધુમાં વધુ નાગરિકો સહકારી બેન્કો સાથે જોડાય અને કો-ઓપરેટીવ મોડલને વધુ સફળ બનાવવામાં સહભાગી થાય તે પ્રકારે કામગીરી કરવા સંબંધિત અધિકારીઓ-આગેવાનોને તેમણે અનુરોધ કર્યો હતો‌. પશુપાલકો અને ખેડૂતોને આ અંગેની જાણકારી મળી રહે તે માટે તાલુકાકક્ષાએ બેઠકો કરવા જરૂરી…

Read More

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા રસ્તાઓના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં આવેલ બ્રિજની ચકાસણી તથા આપત્તિ વ્યવસ્થાપન અને ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓના દૂરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક મહાનગરપાલિકાના હોલમાં યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પ્રભારી મંત્રીઓ દ્વારા જિલ્લાકક્ષાએ જઈને ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓના કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે. આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન…

Read More

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે કચ્છના શિણાય ખાતેથી રૂ.૧૯.૮૨ કરોડથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા-સુવિધાલક્ષી વિવિધ માળખાકીય કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ

હિન્દ ન્યુઝ,  ભુજ  આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના શિણાય ખાતેથી રૂ. ૧૯.૮૨ કરોડથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા-સુવિધાલક્ષી વિવિધ માળખાકીય વિકાસકામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. કચ્છ પોલીસને શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનારા દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે નીડરતાથી કડક પગલાં લીધા છે. ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાત પોલીસ કોઈપણ પ્રકારના ગેરકાયદે જમીન દબાણને ચલાવી લેશે નહીં. કચ્છ પોલીસની ધાક બેસાડતી કાયદાકીય કાર્યવાહી સાથે ગૌસેવા, શિક્ષણ વગેરે સામાજિક કાર્યોને ગૃહ રાજ્યમંત્રીએ બિરદાવ્યા હતા. સરહદી સુરક્ષાના સાથે…

Read More

કચ્છમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો લોક દરબાર: નાગરિકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા આદેશ

હિન્દ ન્યુઝ, ભુજ    ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે કચ્છ જિલ્લાના પ્રવાસ દરમિયાન લોકદરબારનુ આયોજન કર્યું હતું અને સીધા અરજદારો સાથે સંવાદ કર્યો હતો.       મંત્રીએ કચ્છમાં રહેતા અરજદારો અને નાગરિકોને રૂબરૂ મળી તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળી હતી.       સંવેદનશીલ અભિગમ સાથે મંત્રીએ અરજદારોની સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે.      એક નોંધપાત્ર ઘટનામાં, એક અરજદારે જણાવ્યું કે તેમણે મકાન ખરીદવા માટે એક બિલ્ડરને 52,000 રૂપિયાની એડવાન્સ રકમ આપી હતી, પરંતુ બુકિંગ રદ કરવા છતાં બિલ્ડરે આ રકમ પરત કરી…

Read More

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છના લાકડીયા ખાતે રૂ. ૮૭૫ કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો

હિન્દ ન્યુઝ, ભુજ        ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપની ખાતે રૂ. ૮૭૫ કરોડના નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરાયો હતો.  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્યકક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય જિલ્લાની પોલીસ સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા પૂર્વ કચ્છ (ગાંધીધામ) ના ૧૧ કેસ, પશ્ચિમ કચ્છ (ભુજ) ના ૧૬ કેસ અને મોરબી જિલ્લાનો ૧ કેસ મળીને NDPS એક્ટ હેઠળ કુલ ૨૮ કેસમાં જપ્ત કરેલા રૂ. ૮૭૫ કરોડની કિંમતના ૩૯૧.૬૨૫ કિલો અને ૮૯૮૬…

Read More

જળ સપાટીની નીચે રહેલ પુલના ભાગોની મજબૂતાઈ અને સ્થિતિ જાણવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ

જળ સપાટીની નીચે રહેલ પુલના ભાગોની મજબૂતાઈ અને સ્થિતિ જાણવા આધુનિક ટેકનોલોજીનો ઉપયો જામનગર જિલ્લામાં પુલોની ગુણવત્તા તપાસવા મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ સક્રિય જામનગર તા.23 જુલાઈ, જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં આવેલા વિવિધ પુલોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ કામગીરી માટે મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટને કામે લગાડવામાં આવ્યું છે, જે પુલોની મજબૂતાઈ અને સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યું છે. આ અંગે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી વિજય ગૌસ્વામીએ જણાવ્યું કે ચોમાસાની સંભવિત પરિસ્થિતિ અને સતત વધતા જતા વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને…

Read More