બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાની યોજના માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું મુકવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દાહોદ       દાહોદ જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સને ૨૦૨૫-૨૬ માં બાગાયત ખાતાની કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાની યોજના માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in) તારીખ ૨૫/૦૭/૨૦૨૫ થી ૦૮/૦૮/૨૦૨૫ સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે. નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ પર યુઝર મેન્યુઅલ મુજબ અરજી કરતા પહેલા ખેડૂતોએ મોબાઈલ નમ્બર દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ ઓનલાઈન અરજી કરી અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ કલેઈમ સબમીટ કરતી વખતે સહી કરી…

Read More

કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિથી માહિતગાર થતાં વિદ્યાર્થીઓ

હિન્દ ન્યુઝ, ભાવનગર       રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે માહિતગાર કરી પ્રાકૃતિક કૃષિના ફેલાવામાં સિંહફાળો આપી રહ્યું છે.  કોડીનારની કે.ડી.બારડ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આશરે ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓેને તાદ્રશ્ય માટી, બીજ, છોડ, પાણી, સિંચાઈ, ખેડ, ખાતર, બિયારણ સહિતની પ્રાકૃતિક કૃષિની વિવિધ જરૂરિયાત વિશે માહિતગાર કરાયા હતાં. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વિસ્તરણ વિષય નિષ્ણાંત પૂજાબેન નકુમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ વિશે વિગતવાર…

Read More

જિલ્લામાં દિવ્યાંગ બાળકોનો મેગા એસેસમેન્ટ કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ના પાંચ વર્ષ પૂર્ણ થયાની પહેલ તરીકે અને વિઝનને સાકાર કરવા ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાં પહેલી ઓગસ્ટથી વેરાવળ, ઉના અને કોડીનાર ખાતે દિવ્યાંગ બાળકોનો મેગા એસેસમેન્ટ કેમ્પ યોજાશે. ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાં પહેલી ઓગસ્ટના રોજ બી.આર.સી. ભવન વેરાવળ ખાતે વેરાવળ અને તાલાલા તાલુકાનો, બીજી ઓગસ્ટના રોજ બી.આર.સી. ભવન ઉના ખાતે ઉના અને ગીરગઢડાનો તેમજ ચોથી ઓગસ્ટના રોજ બી.આર.સી. ભવન કોડીનાર ખાતે કોડીનાર અને સૂત્રાપાડાનો મેગા એસેસમેન્ટ કેમ્પ સવારે ૧૦.૩૦ કલાકે યોજાશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષા સમાગમ દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત દિવ્યાંગ બાળકો…

Read More

શ્રાવણ શુક્લ તૃતીયાના પાવન અવસરે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને અર્પિત કરવામાં આવ્યો વિશેષ અર્કપુષ્પ શૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ  અર્કનો પુષ્પ… જેને આપણે “મંદાર” કે “અર્કપત્ર” તરીકે પણ ઓળખીએ છીએ… વૈદિક યુગથી જ શિવ આરાધનાનો અત્યંત મહત્વનો ભાગ રહ્યો છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ પુષ્પ શિવજીને અત્યંત પ્રિય છે, કારણકે તે તપ, ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે. અર્કપુષ્પમાં તેજ, ઔજસ અને ઔષધીય ગુણધર્મો ઉપરાંત એક અલૌકિક આધ્યાત્મિક ઊર્જા પણ સમાયેલી છે. આ કારણે જ્યારે આ દિવ્ય પુષ્પથી શૃંગાર થાય છે, ત્યારે તે માત્ર બાહ્ય શણગાર નહીં, પરંતુ બ્રહ્મસંયોગનું જીવંત માધ્યમ બની જાય છે. શ્રી સોમનાથ મહાદેવને અર્પણ થયેલા સેંકડો અર્કપુષ્પો… જાણે ભક્તોની પ્રાર્થનાઓમાંથી ખીલી ઉઠ્યા હોય.…

Read More

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે વોર્ડ નં.૧૧ ગોકુલધામ સોસાયટીમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું

હિન્દ ન્યુઝ, જામનગર       રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના વોર્ડ નં.૧૧માં આવેલ ગોકુલધામ સોસાયટી (વિભાપર)ના કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. લોકભાગીદારી સ્કીમ અંતર્ગત ધારાસભ્યશ્રી તથા કોર્પોરેટરની ગ્રાન્ટ માંથી અંદાજિત રૂ.૧૦ લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવશે.  આ ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે સોસાયટીમાં આવેલ કોમન પ્લોટમાં પેવર બ્લોકની કામગીરી થવાથી લોકો ધાર્મિક, સામાજિક પ્રસંગો સહિત અન્ય રીતે પ્લોટ ઉપયોગમાં લઈ શકશે. લોકોને ઘર આંગણે જ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે પ્રકારે સરકાર હંમેશા…

Read More

બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મગફળીના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન અંગે લેવાના પગલાં સૂચવાયા

હિન્દ ન્યુઝ, બોટાદ       બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા મગફળીના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન અંગે આ મુજબ માર્ગદર્શન અપાયું છે.        મગફળીમાં થડનો કોહવારો, ડોડવાનો સડો (સ્ટેમ રોટ)અને સફેદ ફૂગના નિયંત્રણ માટે ઉભા પાકમાં રોગિષ્ટ છોડ દેખાય કે તરત જ ઉપાડી ત્યાં બહારથી માટી લાવી ફુગ ઢંકાઈ જાય તે રીતે નાંખવી અને પગથી જમીન દબાવી દેવી.ટ્રાયકોડર્મા હારજીયાનમ આધારીત ૨.૫ કિલો પાવડરને ૨.૫ કિલો રેતીમાં ભેળવી વાવેતરના એક માસ બાદ થડ પાસે આપી, પિયત આપવું.        સફેદ ફૂગના નિયંત્રણ માટે મગફળીના વાવેતર બાદ સમાર મારવો…

Read More

અનુપમ શાળા, અનુપમ શિક્ષણ, અનુપમ તક

હિન્દ ન્યુઝ,બોટાદ       પીએમ શ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય-બોટાદમાં ધોરણ-6માં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવા વધારે વિદ્યાર્થીઓને તક મળી રહે તે માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29-7-2025 સુધીની છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટીની લીંક https://cbseitms.rcil.gov.in/nvs/Index/Registration છે. જે વિદ્યાર્થી જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઈચ્છતો હોય તે જિલ્લામાં ધોરણ-5માં શૈક્ષણિક સત્ર 2025-26 દરમિયાન અભ્યાસ કરતો હોવો જોઈએ. તેમજ વિદ્યાર્થીની શાળા તેમજ નિવાસ ફરજીયાત બોટાદ જિલ્લામાં જ હોવો જોઈએ. ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે 75 ટકા, વિદ્યાર્થિનીઓ માટે 1/3 ભાગ અન્ય પછાત વર્ગ (OBC) અનુ.જાતિ/ અનુ.જનજાતિ અને દિવ્યાંગ માટે ભારત…

Read More

જિલ્લામાં દિવ્યાંગ બાળકોનો મેગા એસેસમેન્ટ કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ના પાંચ વર્ષ પૂર્ણ થયાની પહેલ તરીકે અને વિઝનને સાકાર કરવા ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાં પહેલી ઓગસ્ટથી વેરાવળ, ઉના અને કોડીનાર ખાતે દિવ્યાંગ બાળકોનો મેગા એસેસમેન્ટ કેમ્પ યોજાશે. ગીર સોમનાથ જિલ્લાના તાલુકાઓમાં પહેલી ઓગસ્ટના રોજ બી.આર.સી. ભવન વેરાવળ ખાતે વેરાવળ અને તાલાલા તાલુકાનો, બીજી ઓગસ્ટના રોજ બી.આર.સી. ભવન ઉના ખાતે ઉના અને ગીરગઢડાનો તેમજ ચોથી ઓગસ્ટના રોજ બી.આર.સી. ભવન કોડીનાર ખાતે કોડીનાર અને સૂત્રાપાડાનો મેગા એસેસમેન્ટ કેમ્પ સવારે ૧૦.૩૦ કલાકે યોજાશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષા સમાગમ દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત દિવ્યાંગ…

Read More

શ્રાવણ શુક્લ એકમ પર સોમનાથ મહાદેવનો વિશેષ ઓમકાર દર્શન શૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ       શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ દિને ઓમકાર દર્શન શૃંગારથી અલંકૃત કરાયા હતા. ચંદન ભસ્મ અને પુષ્પોથી મહાદેવના ઓમકાર સ્વરૂપ દર્શન ભક્તોને કરાવવામાં આવ્યા હતા. ત્યારે ચાલો જાણીએ ઓમ માત્ર ચિન્હ છે શબ્દ છે કે ચેતના છે??? ૐ માત્ર ત્રણ અક્ષરોથી બનેલું એક પ્રતીક નહીં, પણ સમગ્ર સૃષ્ટિની ઊર્જાનો સ્ત્રોત છે. ૐ એ આપણાં બ્રહ્પ્રમાંડનો પ્રથમ ધ્વનિ છે — જે સિદ્ધિઓ, શાંતિ અને અધ્યાત્મ તરફ દોરી જાય છે. ૐ: સૃષ્ટિના સર્જનનો નાદ વેદોમાં ઉલ્લેખ છે કે જયારે સૃષ્ટિનું સર્જન થયું, ત્યારે પ્રથમ અવાજ થયો — એ…

Read More

શ્રાવણ શુક્લ બીજ પર શ્રી સોમનાથ મહાદેવને વિશેષ શ્રી હનુમંત દર્શન શૃંગાર

હિન્દ ન્યુઝ, સોમનાથ        શ્રાવણ શુક્લ બીજ પર ભગવન શિવના જ અવતાર એવા, ભક્તશિરોમણી, શક્તિ અને ભક્તિના પ્રતિક શ્રી હનુમાનજીના દર્શન કરાવતો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ દાદાને ૧૫૫ કિલોગ્રામ પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યા હતા જેમાં વિશેષ રૂપે ચંદન, બિલ્વપત્ર અને પીળાં પુષ્પોથી હનુમાનજીની દિવ્ય પ્રતિકૃતિ નિર્મિત કરવામાં આવી હતી. હરિ અને હર ના પ્રેમના ઉચ્ચતમ સ્વરૂપ એટલે ભગવાન વિષ્ણુના સ્વરૂપ શ્રી રામ માટે ભગવાન શિવના સ્વરૂપ હનુમાનજીનું દાસત્વ અને હનુમાનજીની અખંડ ભક્તિ. ભગવાન હનુમાનજી ભગવાન રામના સદૈવ ભક્ત, અને શિવના રુદ્ર અવતાર તરીકે ઓળખાય છે.…

Read More