બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાની યોજના માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું મુકવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દાહોદ

      દાહોદ જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સને ૨૦૨૫-૨૬ માં બાગાયત ખાતાની કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાની યોજના માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in) તારીખ ૨૫/૦૭/૨૦૨૫ થી ૦૮/૦૮/૨૦૨૫ સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે. નવીન આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ પર યુઝર મેન્યુઅલ મુજબ અરજી કરતા પહેલા ખેડૂતોએ મોબાઈલ નમ્બર દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ ઓનલાઈન અરજી કરી અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ કલેઈમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહીત જીલ્લાની કચેરી (સરનામું – નાયબ બાગાયત નિયામકની કચેરી, દાહોદ રૂમ નંબર ૨૩૩-૨૩૫, બીજો માળ, જીલ્લા સેવા સદન, છાપરી રોડ, દાહોદ, ફોન નંબર ૦૨૬૭૩-૨૩૯૨૫૧) ખાતે રજુ કરવાની રહેશે. જેની દાહોદ જીલ્લાના સર્વે બાગાયતી ખેડૂતમિત્રોને નોંધ લેવા નાયબ બાગાયત નિયામક દાહોદ દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment