ભાટિયા માં સમસ્યા રૂપ બિસ્માર રોડ નું ખાત મુહૂર્ત કરતા સાંસદ પૂનમબેન માડમ

જામનગર,

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના સેન્ટર ભાટિયા ગામમાં ભાટિયા થી સ્ટેશન તરફ જતો રોડ ઘણા સમય થી સમસ્યા રૂપ હતો અને ખાડા ખડબા તથા અતિ દુર્ગમ અવસ્થા માં હતો.જોકે 4 વર્ષ પહેલાં અડધો રોડ તે સમયે અયોજન ની યોજના માં થી બનાવાયો હતો.પરંતુ અડધો રોડ અતિ ખરાબ હાલત માં હતો તેમજ વાહન વ્યવહાર જુના સ્ટેશન રોડ પર થી કરવામાં આવતો.જોકે આ બાબત એ વિસ્તારના સાંસદ પૂનમબેન માડમ ને રજૂ કરતા તેમને ઘડી કંપની rspl ને પોતાના કંપની ક્વોટા માં સી.એસ.આર. માં સમાવી લઈ પૂર્ણ કરવા ભલામણ કરી હતી.
આર.એસ.પી.એલ ઘડી ના વિસ્તાર ને સંલગ્ન ભાટિયા આવતું હોય તથા કંપની ક્વોટા ના કામો પણ ભાટિયા માં બાકી હોય તેથી ભાટિયા પંચાયત ને બાકી રહેલો 370 મીટર ની લંબાઈ નો અને 8 મીટર ની પહોળાઈ નો રોડ બનાવવા 55 લાખ રૂપિયા નું બજેટ લોકસુવિધા અનુસાર ફાળવી દેવામાં આવ્યું.આ રસ્તો 8 મીટર પહોળાઈ માં 7 મીટર સી.સી.રોડ અને રોડ ની બને સાઈડો માં 1અડધો મીટર નો બને સાઈડ પર પેવર બ્લોક થી સુશોભિત કરી બે મહિના ની મુદત માં કામ પૂર્ણ કરી દેવામાં આવશે આ બાબત ને લઇ આ કામનું ખાતમુહૂર્ત સાંસદ પૂનમબેન માડમના વરદ હસ્તે કરવામાં કરવામાં આવ્યું તેમજ ભાટિયા ના જંજુવાળ ને સંબોધી ને સાંસદ પૂનમબેન માડમે સરકારની સિદ્ધિઓ તથા વિકાસની હરણફાળ વિશે સંબોધન કર્યા હતા. આ પ્રસંગે દ્વારકા ના એમ એલ એ પબુભા માણેક, સરપંચ સતીબેન ચાવડા, rspl ના ચેરમેન તેજ મલ્હોત્રા, મેનેજર હરીશભાઈ, તેમજ સ્ટાફ, તાલુકા પ્રમુખ પીઠાભાઈ વારોતરિયા, સરપંચ પ્રમુખ વિક્રમભાઈ બેલા, સતવારા સમાજ અગ્રણી જેરામ ભીખા સોનાગરા, આહીર સમાજ અગ્રણી ખીમભાઈ ચાવડા, પંચાયત સદસ્યો પ્રફુલ ભયાની, દેશૂર ચાવડા, રાજેશ પરમાર તથા ભાટિયા ના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
પબુભા માણેકે પ્રવચનો માં એન.આર.સી તથા કેબ મુદ્દે વર્તમાન સમય માં ઊડતી અફવાઓ અને ભ્રમ થી ચેતવા તથા સરકાર ના કર્યો માં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.rspl ના ચેરમેન તેજ મલ્હોત્રા દ્વારા આસપાસ ની જનતા માટે કંપની જરૂરિયાત ના લોકકાર્યો અવારનવાર કરશે તેમજ પરિવાર ની જેમ રહેશે એવી ખાત્રી આપી હતી તેમજ વિધિવત ખાતમુહૂર્ત કરી ભાટિયા તથા કલ્યાણપુર તાલુકા ને જોડતા ખાસ રોડ નું કામ ચાલુ કરાયું હતું.

Related posts

Leave a Comment