વિઠ્ઠલ ઉદ્યોગ નગર સ્થિત ઇન્ડિયન ડેરી મશીનરી કંપની(આઈ.ડી.એમ સી)ના યુનિટ – ૭ નું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, આણંદ     આઈ.ડી.એમ.સી. લિમિટેડ દ્વારા પ્રતિ વર્ષ ૧૦ ટન રેડી ટુ યુઝ કલ્ચરની ઉત્પાદન ક્ષમતાવાળો અત્યાધુનિક પ્લાન્ટ કાર્યરત કરાયો છે. જેનું કેન્દ્રિય સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિને કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ એ લોકાર્પણ કર્યું હતુ. આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકર કરતા આઈ.ડી.એમ સી.ના આ રેડી ટુ યુઝ કલ્ચર પ્લાન્ટ – યુનિટ – ૭ ના લોકાર્પણ બાદ કેન્દ્રિય સહકાર મંત્રીએ આ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ વેળાએ એન.ડી.ડી.બી.ના ચેરમેન મિનેશભાઈ શાહ એ કેન્દ્રિય મંત્રીને પ્લાન્ટની વિગતોથી વાકેફ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ડેરી ઉદ્યોગમાં મોટા…

Read More

આણંદ સ્થિત NCDFI ના નવા બિલ્ડીંગનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ એ તકતી અનાવરણ કરી લોકાર્પણ

:: NCDFI નું નવું બિલ્ડીંગનું લોકાર્પણ :: હિન્દ ન્યુઝ, આણંદ    આણંદ સ્થિત NCDFI ના નવા બિલ્ડીંગનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ એ તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતુ. NCDFI ના નવા બિલ્ડીંગના લોકાર્પણ પ્રસંગે ડૉ. મીનેશ શાહ, ચેરમેન, NCDFI અને NDDB, ડૉ. મંગલ જિત રાય, ડિરેક્ટર, NCDFI, શામલભાઈ બી. પટેલ, ડિરેક્ટર, એનસીડીએફ આઈ, કે.એસ. મણિ, ડિરેક્ટર, એનસીડીએફ આઈ, બાલચંદ્ર એલ. જરાકીહોલી, નિયામક, NCDFI, નરિન્દર સિંહ શેરગિલ, ડિરેક્ટર, NCDFI, એસ. રઘુપતિ, નિયામક, NCDFI એસ.કે. પરિદા, ડિરેક્ટર, એનસીડીએફઆઈ રાજેશ પરજને, ભૂતપૂર્વ ડિરેક્ટર, NCDFI શ્રીનિવાસ સજ્જા, મેનેજિંગ ડિરેક્ટર, NCDFI દ્વારા…

Read More

દૂધ નગરી આણંદમાં સહકારથી સમૃધ્ધિને ચરિતાર્થ કરતાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, આણંદ :: અમૂલ ચીઝ પ્લાન્ટનું વિસ્તરણ :: સહકારિતા દ્વારા અમૂલે દેશના કરોડો ખેડૂતોને જોડ્યા છે અને દરેક ઘર સુધી શુદ્ધતા અને વિશ્વાસ પહોંચાડ્યો છે. અમૂલ ચીઝ પ્લાન્ટના આ વિસ્તરણનો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ એ શુભારંભ કરાવ્યો હતો. નોંધનીય છે કે, અમૂલે રૂપિયા ૨૬૦ કરોડના રોકાણથી પ્લાન્ટમાં મોઝેરેલા ચીઝની ક્ષમતા ૨૦ મેટ્રિક ટન પ્રતિદિન, USD દૂધની ૩ લાખ લીટર પ્રતિદિન અને યોગર્ટની ક્ષમતા પાંચ મેટ્રિક ટન પ્રતિદિન વધારી છે. :: અમૂલ મોગર ચોકલેટ પ્લાન્ટનું વિસ્તરણ :: અમૂલના મોગર ખાતે આવેલા ચોકલેટ પ્લાન્ટનું વિસ્તરણ પણ રૂપિયા ૧૦૫…

Read More

સહકારી પ્રવૃત્તિને પીપલ, પેક્સ, પ્લેટફોર્મ, પોલિસી અને પ્રોસ્પેરિટીના આધારે સમગ્ર દેશવ્યાપી બનાવવા અમિત શાહનું આહવાન

હિન્દ ન્યુઝ, આણંદ     કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય સહકારિતા મંત્રાલયના ચોથા સ્થાપના દિવસ નિમિતે દૂધ નગરી આણંદ ખાતે વિશાળ સહકાર સંમેલન યોજાયું હતું. વિશ્વ પ્રસિદ્ધ અમૂલ ડેરીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા શાહે સહકારી પ્રવૃત્તિને પીપલ, પેક્સ, પ્લેટફોર્મ, પોલિસી અને પ્રોસ્પેરિટીના પાંચ પી (P) સાથે દેશવ્યાપી વિસ્તારવાનું આહવાન કર્યું હતું.  અમિત શાહે જણાવ્યું કે, કેન્દ્રીય સહકારિતા મંત્રાલયને ચાર વર્ષ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ૬૦ વર્ષ અને સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષના સુભગ સમન્વય આણંદમાં સહકાર સંમેલન સાથે અનેક કાર્યો…

Read More

હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરનું જામનગર એરપોર્ટ પર આગમન

હિન્દ ન્યુઝ, જામનગર      હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને કેન્દ્રીય મંત્રી તથા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું આજે જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું હતું.જ્યાં જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, એરપોર્ટ ડાયરેક્ટર ડી.કે.સિંહ સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરી આવકાર્યા હતા.

Read More

લાલપુર તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલકની નિમણૂંક માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, લાલપુર     જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં અરીખાણા, ગજણા, જોગવડ, ટેભડા, નવી પીપર, નાંદુરી, પડાણા, બબરઝર, મોડપર-૬૫, મોડપર-૬૬, મોડપર-૬૭, મોટા ભરૂડિયા, રંગપર, હરીપર, ખાયડી, રીંજપર, બબરઝર-૧૦૫, વાવડી, નાના ખડબા, ગોવાણા, જસાપર, ટેભડા-૧૧૬, નવાણીયા, સણોસરા, ચારણતુંગી, બબરઝર-૧૩૬, ગોવાણા, કાનાલુસ, ગોવાણા-૧૪૦, જોગવડ-૧૪૧, રીંજપર-૧૪૨, સેતાલુસ ગામોની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકની જગ્યાઓ ભરવાની છે. જેમાં કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવવા અંગે ઇચ્છુક ઉમેદવારોએ આગામી તા.૧૯ જુલાઈ સુધીમાં તેમનું આખું નામ, સરનામું અને મોબાઈલ નંબર સાથેની સંપૂર્ણ વિગતો ભરીને જરૂરી પ્રમાણપત્રોની નકલો અરજી પત્રક સાથે રજૂ કરવાનું રહેશે.નિયત નમુનાના અરજી…

Read More

જામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર      આગામી દિવસોમાં મહોરમ, ગુરુપૂર્ણિમા જેવા તહેવારો આવતા હોય જેને અનુલક્ષીને જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા સમગ્ર જિલ્લામાં આગામી તા.૦૪-૦૮-૨૦૨૫ સુધી હથિયારબંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  જાહેરનામા મુજબ કોઇપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી તેમજ શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ,…

Read More

આગામી તા.૨૪ જુલાઈના રોજ જામનગર ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર    મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ’ નું આયોજન કરવા માટે સૂચન કર્યું છે.  જે અંતર્ગત, જામનગર જિલ્લા કક્ષાએ આગામી તારીખ ૨૪-૦૭-૨૦૨૫ ના રોજ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ નું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો આગામી તારીખ ૧૦-૦૭-૨૦૨૫ સુધીમાં કલેકટર કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ રજૂ કરાયેલા પ્રશ્નો કે ફરિયાદોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં.…

Read More

બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ૧૬/૦૭/૨૦૨૫નાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ               જુલાઈ-૨૦૨૫ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા.૧૮/૦૭/૨૦૨૫ને શુક્રવારના રોજ ૧૧-૦૦ કલાકે પદાધિકારીઓ સાથે ત્યારબાદ ૧૧-૩૦ કલાકે અધિકારીઓ સાથે યોજાશે. આ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજુ કરવાનાં પ્રશ્નો તા.૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં રજાના દિવસો સિવાય કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે તેમ નિવાસી અધિક કલેક્ટર, બોટાદની યાદીમાં જણાવવામાં આવે છે.                            

Read More

જુલાઈ-૨૦૨૫ના માસનો બોટાદ જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૪/૦૭/૨૦૨૫ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ             જુલાઈ-૨૦૨૫ના માસનો જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૦૭/૨૦૨૫ના ગુરૂવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મીટીંગ હોલ, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ બોટાદ ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણીત રહેલી હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો અરજદાર આધાર પુરાવા સાથે વ્યક્તિગત પ્રશ્નની રજુઆત કરી શકશે. તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શકશે. આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં…

Read More