આણંદ સ્થિત NCDFI ના નવા બિલ્ડીંગનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ એ તકતી અનાવરણ કરી લોકાર્પણ

:: NCDFI નું નવું બિલ્ડીંગનું લોકાર્પણ ::

હિન્દ ન્યુઝ, આણંદ

   આણંદ સ્થિત NCDFI ના નવા બિલ્ડીંગનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ એ તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતુ.

NCDFI ના નવા બિલ્ડીંગના લોકાર્પણ પ્રસંગે ડૉ. મીનેશ શાહ, ચેરમેન, NCDFI અને NDDB, ડૉ. મંગલ જિત રાય, ડિરેક્ટર, NCDFI, શામલભાઈ બી. પટેલ, ડિરેક્ટર, એનસીડીએફ આઈ, કે.એસ. મણિ, ડિરેક્ટર, એનસીડીએફ આઈ, બાલચંદ્ર એલ. જરાકીહોલી, નિયામક, NCDFI, નરિન્દર સિંહ શેરગિલ, ડિરેક્ટર, NCDFI, એસ. રઘુપતિ, નિયામક, NCDFI એસ.કે. પરિદા, ડિરેક્ટર, એનસીડીએફઆઈ રાજેશ પરજને, ભૂતપૂર્વ ડિરેક્ટર, NCDFI શ્રીનિવાસ સજ્જા, મેનેજિંગ ડિરેક્ટર, NCDFI દ્વારા ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.

તકતી અનાવરણ બાદ NCDFI ના નવા બિલ્ડીંગ પરિસરમાં ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ સમયે કૃષ્ણ પાલ, સહકાર રાજ્યમંત્રી, ભારત સરકાર, મુરલીધર મોહોલ, સહકાર અને નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી, ભારત સરકાર, પ્રો. એસ.પી. સિંહ બઘેલ, કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી, જ્યોર્જ કુરિયન, કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, NCDFI અને એનડીડીબીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment