દૂધ નગરી આણંદમાં સહકારથી સમૃધ્ધિને ચરિતાર્થ કરતાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, આણંદ

:: અમૂલ ચીઝ પ્લાન્ટનું વિસ્તરણ ::

સહકારિતા દ્વારા અમૂલે દેશના કરોડો ખેડૂતોને જોડ્યા છે અને દરેક ઘર સુધી શુદ્ધતા અને વિશ્વાસ પહોંચાડ્યો છે. અમૂલ ચીઝ પ્લાન્ટના આ વિસ્તરણનો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ એ શુભારંભ કરાવ્યો હતો. નોંધનીય છે કે, અમૂલે રૂપિયા ૨૬૦ કરોડના રોકાણથી પ્લાન્ટમાં મોઝેરેલા ચીઝની ક્ષમતા ૨૦ મેટ્રિક ટન પ્રતિદિન, USD દૂધની ૩ લાખ લીટર પ્રતિદિન અને યોગર્ટની ક્ષમતા પાંચ મેટ્રિક ટન પ્રતિદિન વધારી છે.

:: અમૂલ મોગર ચોકલેટ પ્લાન્ટનું વિસ્તરણ ::

અમૂલના મોગર ખાતે આવેલા ચોકલેટ પ્લાન્ટનું વિસ્તરણ પણ રૂપિયા ૧૦૫ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. જેનું ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ એ ડિજિટલ ઉદ્દઘાટન કર્યું હતું. વર્ષ ૨૦૧૮ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમૂલના અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. ત્યારથી આજ સુધી અમૂલ ડાર્ક ચોકલેટે ભારતમાં પોતાની મજબૂત લીડરશિપ પણ સ્થાપિત કરી છે. વધતી માંગને ધ્યાનમાં રાખીને, એક નવા અધ્યાયરૂપે આ પ્લાન્ટની ક્ષમતા બમણી કરવામાં આવી છે.

રૂપિયા ૧૦૫ કરોડના ખર્ચે બનેલો આ પ્લાન્ટ અમૂલ ચોકલેટની વધતી માંગને પૂરી કરશે અને તેનાથી દેશના સહકારી કોકોબીન ઉત્પાદકોને પણ ફાયદો થશે. અમૂલે હંમેશા સહકારિતા આંદોલનને નવી દિશા આપી છે અને હવે આ નવો ચોકલેટ પ્લાન્ટ તે આંદોલનને વધુ મજબૂત બનાવશે. આ માત્ર એક પ્લાન્ટ નથી, પરંતુ ખેડૂતોની વધતી આવકનું સાધન અને દેશને મધુરતા આપવાનો એક નવો પ્રયાસ છે.

Related posts

Leave a Comment