હિન્દ ન્યુઝ, રાજપીપલા ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિ ૧૦ મી, જુલાઈના રોજ સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ, સુખાજી ઠાકોર, હાર્દિક પટેલ, કિરીટસિંહ ડાભી અને ભગાભાઈ બારડે સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી. સભ્યઓએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી. આ પ્રસંગે પ્રતિમાની અનોખી ભવ્યતાને…
Read MoreMonth: July 2025
વડોદરા બ્રિજ દુર્ઘટના અપડેટ
હિન્દ ન્યુઝ, વડોદરા ૦ પાદરાના મૂજપૂર ખાતે પૂલ તૂટી પડવાની ઘટનાના બીજા દિવસે બચાવ કામગીરી ચાલી હતી. છેલ્લા 36 કલાકથી પણ વધુ સમયથી સમગ્ર તંત્ર ખડે પગે રહી આ કામગીરી કરી રહ્યું છે. મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. 0 આજના સઘન ઓપરેશન બાદ સાંજ સુધીમાં છ મૃતદેહો મળી આવતા હતભાગીનો આંખ 18 થયો છે. ઓળખ મળી હોય એવા બે વ્યક્તિ ની શોધ ચાલુ છે. ૦ હિટાચી મશીન, બુલ ડોઝર ઉપરાંત આજે સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રક પણ મંગાવવામાં આવ્યા હતા. 2000 Torque ના આ ટ્રક વડે ફસાયેલા વાહનોને…
Read Moreસીંગવડ તાલુકાની ધામણબારી પ્રાથમિક શાળા ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત યોજાયો કેમ્પ
હિન્દ ન્યુઝ, સીંગવડ સીંગવડ તાલુકામાં આરોગ્ય સમિતિના ચેરમેનની અધ્યક્ષતા હેઠળ ધામણબારી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર–છાપરવડ અને સરજુમીના આરોગ્ય સ્ટાફ દ્વારા લોકોનું આરોગ્ય લક્ષી NCD સ્ક્રીનીંગ કરી જરૂરી તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં ૧૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા. તેમાંથી ૪૮ જેટલા લોકોનું NCD સ્કીનિંગ કરવામાં આવ્યું હતું સાથે ૧૫ જેટલા લાભાર્થીઓના PMJAY કાર્ડ બનાવવામાં આવ્યા હતા. ૭૦ વર્ષથી પણ વધુ ઉંમરના ૦૫ લાભાર્થીઓ આ કેમ્પમાં હાજર રહ્યા હતા. સાથે સિકલસેલ, .ટી.બી., મેલેરીયા ડેન્ગ્યુ, પાણી જન્ય…
Read Moreગંભીરા બ્રિજ પર થયેલા અકસ્માતની માહિતી
લીમખેડા તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા લીમખેડમાં ભગવતી પ્રજ્ઞા હોલ ખાતે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી
હિન્દ ન્યુઝ, દાહોદ તારીખ 10/07/2025 ના રોજ ગુરુપૂર્ણિમા ના પાવનપર્વ નિમિતે લીમખેડા તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા લીમખેડમાં ભગવતી પ્રજ્ઞા હોલ ખાતે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી . જીવનમાં ગુરુ નું સ્થાન ખુબજ જરૂરી અને મહત્વનું હોય છે. આપણા જીવનમાં રાહ બતાવવાનું કામ એ ગુરુ જ કરે છે. ગાયત્રી મંત્ર ને જનસુલભ બનાવનાર અને દરેક મનુષ્ય દેવ તુલ્ય બને અને ધરતી પર સ્વર્ગીય પરિસ્થિતિ નું સર્જન થાય એવા મહાન ગુરુ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય નું આજે મહાત્મ્ય સમજવામાં આવ્યું હતું.…
Read Moreભાવનગર આર.ટી.ઓ. કચેરી દ્વારા પ્રાઈવેટ વાહનો માટે નવી સીરીઝની ઓનલાઇન ઈ-ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ
હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર આર.ટી.ઓ કચેરી,ભાવનગર દ્વારા વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટ્રાન્સપોર્ટ વાહનો (થ્રી-વ્હીલર સિવાયના વાહનો) માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ “GJ-04-AX 0001 થી 9999”, હળવા મોટર વાહન (ફોર વ્હીલર- PVT.LMV CAR) માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ “ GJ-04-EP 0001 થી 9999” , દ્રીચક્રી મોટર વાહન (TWO Wheeler – Pvt. Motor Cycle and Scooter) માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-ES 0001 થી 9999″ નંબરોનું ઈ-ઓક્શન હાથ ધરવામાં આવશે. જેમાં તા.16/07/2025 થી તા.18/07/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.18/07/2025 થી તા.20/07/2025 (04:00 PM) સુધી બિડીંગ કરવાનો સમયગાળો…
Read Moreબાગાયત વિભાગ દ્વારા ઓઈલપામની ખેતી કરવા માંગતા ખેડૂતો માટે સહાયલક્ષી યોજનાનો લાભ મળશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજયમાં વર્ષ-૨૦૨૫-૨૬ માટે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ અને ઓઇલ પામ યોજના અમલમાં છે. જે અન્વયે ખેડૂતોને ઓઈલ પામ વાવેતર, ઓઇલ પામ સાથે આંતરપાક, સાધન-મશીનરી માટે સહાય આપવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં સદર યોજનાનું અમલીકરણ બાગાયત વિભાગ દ્વારા થાય છે. પામોલિન ઓઇલ એ પામ નામના ઝાડમાંથી મળે છે. ફરસાણ, પેકેટ ફૂડ તથા વિવિધ ખાદ્ય બનાવટોમાં આ તેલનો ઉપયોગ થાય છે. આ તેલની ખાસિયત છે કે તેમાં બનાવેલ ફૂડ પ્રોડકટ લાંબા સમય સુધી બગડતી નથી. પ્રવર્તમાન સમયે બજારમાં આ તેલની માંગ વધારે છે. દેશમાં આ તેલ…
Read Moreબોટાદ ખાતે અલગ અલગ વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો
બોટાદની જવાહર નવોદય વિદ્યાલયમાં ‘પ્રેરણા ઉત્સવ-૨૦૨૫’ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ અંતર્ગત બોટાદની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનાં ૬૦ જેટલાં વિદ્યાર્થીઓએ નિબંધ લેખન, કાવ્ય લેખન અને પેઇન્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો બોટાદના ટાટમમાં કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અને ઘરેલુ હિંસા અંગે મહિલાઓને જાગૃત કરવામાં આવી નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત બોટાદની શાળાઓ પાસે તમાકુનું વેચાણ કરતાં 10 દુકાનદારો પાસેથી કુલ 2000 દંડ વસુલાયો
Read Moreકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. મંત્રીએ નાગરિકોને ખાતરી આપી હતી કે તેમની રજૂઆતો પર સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મંત્રીએ પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તથા વન વિભાગના અધિકારીઓ સાથે પણ જરૂરી ચર્ચા કરી લોકોની રજુઆતોનો સકારાત્મક દિશામાં ઉકેલ લાવવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ જનતા…
Read Moreડાંગના લવચાલી બ્રિજનું નિરીક્ષણ કરતાં નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ
હિન્દ ન્યુઝ, ડાંગ તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહીસાગર નદી પર આવેલો મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડવાની ધટનાના પગલે આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ તેમજ માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કાર્યપાલક ઇજનેર કેતન કુંકણા તેમજ તેઓની ટીમ સાથે લવચાલી બ્રિજનું સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું. ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ લવચાલી બ્રિજનું સંયુક્ત નિરીક્ષણ કરી વિજયભાઇ પટેલે બ્રિજ અંગે જરૂરી સુચનો કર્યાં હતાં. તેમજ ડાંગ જિલ્લામાં તમામ જૂના બ્રિજોની યોગ્ય મરામત થાય તે તેમજ જરૂજ જણાય તો જૂના બ્રિજના નવા બ્રિજ બનાવવા સુચન કર્યું હતું. ઉલ્લેખનીય…
Read More