લીમખેડા તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા લીમખેડમાં ભગવતી પ્રજ્ઞા હોલ ખાતે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી

હિન્દ ન્યુઝ, દાહોદ

     તારીખ 10/07/2025 ના રોજ ગુરુપૂર્ણિમા ના પાવનપર્વ નિમિતે લીમખેડા તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા લીમખેડમાં ભગવતી પ્રજ્ઞા હોલ ખાતે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી .

     જીવનમાં ગુરુ નું સ્થાન ખુબજ જરૂરી અને મહત્વનું હોય છે. આપણા જીવનમાં રાહ બતાવવાનું કામ એ ગુરુ જ કરે છે. ગાયત્રી મંત્ર ને જનસુલભ બનાવનાર અને દરેક મનુષ્ય દેવ તુલ્ય બને અને ધરતી પર સ્વર્ગીય પરિસ્થિતિ નું સર્જન થાય એવા મહાન ગુરુ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય નું આજે મહાત્મ્ય સમજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અનુયાયી તેમજ ભક્તો, ભાઈઓ, બહેનો અને યુવાનો એ ભાગ લીધો હતો અને સાથે સાથે વૃક્ષગંગા અભિયાન અંતર્ગત વૃક્ષનું પૂજન કરી દરેક પરિજનભાઈને એક એક વૃક્ષ ઉછેરવા માટેનો સંકલ્પ કરાવ્યો હતો.

રિપોર્ટર : ગોવિંદ પટેલ, દાહોદ 

Related posts

Leave a Comment