હિન્દ ન્યુઝ, જામનગર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. રાજ્યભરના તમામ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિમાં ઉપસ્થિત રહેવાની મુખ્યમંત્રીશ્રીની કાર્યપ્રણાલીની શરૂઆત જામનગરથી થઈ હતી, જે અન્વયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગર કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની રજૂઆત સાંભળવા અને ફોન કોલ્સ અચૂક અટેન્ડ કરવા સરકારી અધિકારીઓને તાકીદ કરી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે પ્રશાસન અને પ્રજા વચ્ચેની જોડતી કડી અને સેતુ એટલે પ્રજાએ ચૂટેલા લોક પ્રતિનિધિઓ, તેમના સૂચવેલા કામોનો યોગ્ય પ્રતિસાદ પાઠવવો, એ તમામ અધિકારીઓની નમ્ર ફરજ છે. રાજ્ય સરકારે અમલી બનાવેલી…
Read MoreDay: June 7, 2025
આગામી તા. ૨૨મી, જૂનના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની સામાન્ય/ મધ્યસત્ર/ પેટાચૂંટણીઓને અનુલક્ષીને સુરત જિલ્લામાં યોજાનારી ગ્રામપંચાયતની ચૂંટણી અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડમાં નોડલ અધિકારીઓની તાલીમ યોજવામાં આવી હતી.
હિન્દ ન્યુઝ, સુરત આગામી તા. ૨૨મી, જૂનના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની સામાન્ય/ મધ્યસત્ર/ પેટાચૂંટણીઓને અનુલક્ષીને સુરત જિલ્લામાં યોજાનારી ગ્રામપંચાયતની ચૂંટણી અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડમાં નોડલ અધિકારીઓની તાલીમ યોજવામાં આવી હતીલોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ જૂન મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૪મીએ અને તા.૨૬મી જૂનના રોજ જિલ્લા…
Read Moreઉદ્યોગોને ઔદ્યોગિક તાલીમ સંસ્થા-માંડવી સાથે PPP મોડલ હેઠળ ઇન્ડસ્ટ્રીયલ પાર્ટનર તરીકે જોડાવાની તક
હિન્દ ન્યુઝ, સુરત કેન્દ્ર સરકારની નાણાકીય સહાયથી વ્યવસાયિક તાલીમની ગુણવત્તામાં સુધારાના હેતુસર ‘પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ’ (PPP) પદ્ધતિ દ્વારા ITI – ઔદ્યોગિક તાલીમ સંસ્થા-માંડવીને નેતૃત્વ પૂરુ પાડવા માટે તાલીમ ક્ષેત્રે ઈન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે જોડાવા યોગ્ય પાત્રતા ધરાવતા ઉદ્યોગો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉદ્યોગ એકમ સુરત જિલ્લામાં અથવા મહત્તમ ૧૦૦ કિ.મીની હદમાં આવેલો હોવું જોઈએ. ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર ઓછામાં ઓછું ૧૦ કરોડ હોવું જોઈએ તથા તે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત અને ૨૫ કર્મચારીઓ ધરાવતાં હોવા જરૂરી છે. આ અંગેની અરજી R.P.A.D અથવા સ્પીડ…
Read Moreકપાસમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/ વાવણી સમયે લેવાનાં પગલા સૂચવવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, ભુજ કપાસમાં જોવા મળતાં વિવિધ પ્રકારના રોગની રોકથામ માટે ખેડૂતો વાવણી પહેલાં કે વાવણી સમયે સંકલિત વ્યવસ્થાપન કરીને પાકને નુકસાન થતું બચાવી શકાય છે. કપાસના પાકમાં થતાં રોગોના સંકલિત વ્યવસ્થાપનના જરૂરી પગલા જેવાા કે, લાંબા ગાળે પાકની ફેરબદલી કરવી. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનું સપ્રમાણ જાળવી વપરાશ કરવો. લીલો પડવાશ, છાણિયું ખાતર હેકટરે ૧૦ ટન અથવા પ્રેસમડ અથવા મરઘાનું ખાતર ૨ ટન/ હે અથવા એરંડીના ૫૦૦ કિગ્રા ખોળમાં ૪ કિગ્રા ટ્રાઈકોડર્મા હારજીયાનમનું મિશ્રણ અથવા ટ્રાયકોડર્મા વિરીડી @ ૨.૫ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે ૧૦૦ કિલોગ્રામ છાણીયા ખાતર સાથે મિશ્ર કરી વાવણી…
Read Moreવિદ્યાર્થી, વાલી, શાળાના સંચાલકો અને શિક્ષકોને માર્ગદર્શન
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નં 1800 2335500 શરૂ કરાશે આ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર તા. 16 જૂનથી 3 જુલાઈ દરમિયાન સવારે 11થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે વિદ્યાર્થી, વાલી, શાળાના સંચાલકો અને શિક્ષકોને બોર્ડની પરીક્ષા અંગે અનુભવી કાઉન્સેલર તથા સાયકોલોજીસ્ટ માર્ગદર્શન પૂરું પાડશે રાજ્યમાં RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં વધુ 2231 બાળકોને પ્રવેશ અપાયા ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ આગામી તા. 13 જૂન સુધીમાં જે તે શાળામાં પોતાનો પ્રવેશ નિયત કરાવી…
Read Moreવડોદરાની 2 વર્ષની સાવી સિકેનિસ અને 9 વર્ષની ત્વિષા સિકેનિસએ બહાદુરીથી કર્યો શિખર સર
બિયાસ કુંડ ટ્રેકિંગ હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાની ટુકડીએ 12,300 ફૂટ ઊંચે પર્વત શિખરે લખ્યો જીતનો ઇતિહાસ સહભાગીઓમાં 2 વર્ષથી લઈ 60 વર્ષ સુધીના 19 સાહસિકો! ટ્રેક દરમ્યાન મનોહર હિમશૃંખલાઓ, પવિત્ર બિયાસ કુંડ અને ન ભુલાય તેવી યાદો
Read Moreવારંવાર ડૂબવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને માલસર અને દિવેર ખાતે મોકડ્રીલનું આયોજન : જનસુરક્ષા માટે વહીવટીતંત્ર કાર્યરત
હિન્દ ન્યુઝ, વડોદરા આ મહત્ત્વપૂર્ણ કવાયતમાં રાજ્ય આપત્તિ રાહત દળ (SDRF), આપદામિત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર, તલાટીઓ, સરપંચો અને ગામોના લોકો જોડાયા હતા. તાલીમ દરમિયાન લોકોને “ગોલ્ડન અવર” – એટલે કે અકસ્માત પછીનો સૌથી નાજુક સમયગાળો – દરમિયાન શું કરવું અને કેવી રીતે જીવ બચાવવો, તેના પાયાના જ્ઞાન આપવામાં આવ્યા. મોકડ્રીલ દરમિયાન ટીમોએ વાસ્તવિક દૃશ્યો આધારિત કાર્ય પ્રદર્શન કર્યું હતું.
Read Moreરાજકોટ જિલ્લા અને મહાનગરપાલિકામાં અદ્યતન આર્ટ ગેલેરી, જસદણ ખાતે સ્પોર્ટ્સ સંકૂલ તેમજ GETCO, GWSSB, માર્ગ-મકાન વિભાગનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, રાજકોટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજકોટ જિલ્લા અને મહાનગરપાલિકામાં અદ્યતન આર્ટ ગેલેરી, જસદણ ખાતે સ્પોર્ટ્સ સંકૂલ તેમજ GETCO, GWSSB, માર્ગ-મકાન વિભાગ સહિતના કુલ ₹557 કરોડથી વધુના 41 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી દ્વારા આ અવસરે સ્વામિત્વ યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ તથા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહક રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનને MSME ઈન્ટરનેશનલ કો-ઓપરેશન સ્કીમ હેઠળ ₹75 લાખની સહાયનો રિએમ્બર્સમેન્ટ પત્ર અર્પણ કરવામાં આવ્યો…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત/ લોકાર્પણ કરવા પધારેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સ્વાગતમાં કેબિનેટમંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરસર,ધારાસભ્યો સર્વ દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રિવાબા જાડેજા, મેઘજીભાઈ ચાવડા, જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અગ્રણી બીનાબેન કોઠારી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Moreજામનગર ખાતેથી જામનગર મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લામાં નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં અભિવૃદ્ધિ
હિન્દ ન્યુઝ, જામનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે જામનગર ખાતેથી જામનગર મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લામાં નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં અભિવૃદ્ધિ કરતા કુલ ₹430 કરોડથી વધુના 30 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મંત્રી મુળુભાઈ બેરા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી દ્વારા આ પ્રસંગે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા જામનગર શહેરની છેલ્લા 20 વર્ષની જ્વલંત સિદ્ધિઓ અને વિકાસગાથા દર્શાવતી કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 11 વર્ષનો કાર્યકાળ સેવા, સમર્પણ અને સુશાસનથી સભર રહ્યો છે. તેમણે માનનીય વડાપ્રધાનના…
Read More