જામનગર ખાતેથી જામનગર મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લામાં નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં અભિવૃદ્ધિ

હિન્દ ન્યુઝ, જામનગર

   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે જામનગર ખાતેથી જામનગર મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લામાં નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં અભિવૃદ્ધિ કરતા કુલ ₹430 કરોડથી વધુના 30 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મંત્રી મુળુભાઈ બેરા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.

મુખ્યમંત્રી દ્વારા આ પ્રસંગે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા જામનગર શહેરની છેલ્લા 20 વર્ષની જ્વલંત સિદ્ધિઓ અને વિકાસગાથા દર્શાવતી કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 11 વર્ષનો કાર્યકાળ સેવા, સમર્પણ અને સુશાસનથી સભર રહ્યો છે. તેમણે માનનીય વડાપ્રધાનના નેતૃત્વમાં શહેરી વિકાસમાં જોવા મળેલ પરિવર્તનનો સંદર્ભ આપી, આયોજનબદ્ધ અને ગુણવત્તાયુક્ત વિકાસ માટે ટીમ ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે માનનીય વડાપ્રધાનએ આપેલા નવ સંકલ્પોને અનુસરી વિકસિત શહેરો થકી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા જામનગર ખાતે માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાં વરદ્ હસ્તે જામનગર મહાનગરપાલિકા વિસ્તાર અને જિલ્લામાં નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં અભિવૃદ્ધિ કરતા કુલ ₹430 કરોડથી વધુના 30 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા.

આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા જામનગર શહેરની છેલ્લા 20 વર્ષની જ્વલંત સિદ્ધિઓ અને વિકાસગાથા દર્શાવતી કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું.

આ અવસરે મુખ્યમંત્રીએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપેલા નવ સંકલ્પોને અનુસરી વિકસિત શહેરો થકી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો.

આ અવસરે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાજી, સાંસદ પુનમબેન માડમ, સાથી ધારાસભ્યઓ , પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર, અન્ય મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment