બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ખાતે રિચાર્જ કૂવાના નિર્માણ માટે ઉપયોગ થનાર મશીનો અને વાહનોને ફ્લેગ-ઑફ દ્વારા પ્રસ્થાન

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારત સરકારના જળ શક્તિ અભિયાન અંતર્ગત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘કેચ ધ રેઈન -2025’ અભિયાન પ્રેરિત જળસંચય-જનભાગીદારી હેઠળ બનાસકાંઠા જિલ્લામાં રિચાર્જ કૂવા નિર્માણનો શુભારંભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર પાટીલ, ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના મંત્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં જળશક્તિને જનશક્તિ સાથે જોડવાના પ્રયાસોને પરિણામે ગુજરાત આજે ‘વોટર ડેફિસીટ સ્ટેટ’માંથી ‘વોટર સરપ્લસ સ્ટેટ’ બન્યું છે. તેમણે આજના કાર્યક્રમને ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા સાથે જળ સંચયના પ્રયાસોને વધુ વેગવાન…

Read More

જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સૂન કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષીને જિલ્લામાં ઓછામાં ઓછી જાન-માલની નુકસાની થાય અને જનજીવન અસરગ્રસ્ત ન બને તે હેતુથી જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સૂન કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાને કારણે થતી જાન-માલની નુકસાની અટકાવવા માટે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવા તથા ચોમાસાને સંલગ્ન જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા સૂચના આપી હતી.તેમણે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાઈ રહેલ કામગીરીની પણ વિસ્તૃત સમીક્ષા કરી હતી.કલેક્ટર દ્વારા બચાવ અને…

Read More

દેવગઢ બારીયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીપલોદ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ

હિન્દ ન્યુઝ, દેવગઢ બારીયા     જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત દેવગઢ બારીયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીપલોદ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ કલ્પેશ બારીયાના માર્ગદર્શન હેઠળ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરાના સહયોગથી પીપલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં પીપલોદ વિસ્તારના સામાજિક કાર્યકરો,આરોગ્ય કર્મચારી અને સ્ટાફ , પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તેમજ જનસમુદાયમાંથી રક્તદાતાઓએ ભાગ લીધો હતો. તમામ રક્તદાતાઓએ રક્તદાન કરીને રાષ્ટ્રભક્તિનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રક્તદાન સવારે 10:00 વાગ્યાથી 3:00 સુધી કરવામાં આવ્યું હતું…

Read More