ભુજ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જામનગર જિલ્લાના મહત્વપૂર્ણ વીજ પ્રોજેક્ટ્સનું કરાયું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, જામનગર       ગુજરાત રાજ્યના ઊર્જા ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ દિવસે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જામનગર સહિત અમદાવાદ, કચ્છ, જૂનાગઢ, ગીરસોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં કુલ રૂ. 986 કરોડના વીજ પ્રોજેક્ટ્સનું કચ્છ જિલ્લાના ભુજ ખાતેથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લાના રૂ. 200 કરોડના ખર્ચે બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠાને સુદ્રઢ બનાવશે અને જિલ્લાના ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રને નવી દિશા આપશે. જામનગરમાં ઊર્જા ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રગતિ     ભુજ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જામનગર જિલ્લામાં ઊર્જા…

Read More

ખંભાળિયા “એનિમલ કેર ચેરીટેબલ” ટ્રસ્ટના પ્રમુખ દેસુર ધમા નો જન્મદિવસ

હિન્દ ન્યુઝ, ખંભાળિયા          ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને ગૌવંશ માટે નોંધપાત્ર સેવા કાર્યો કરી રહેલી સંસ્થા “એનિમલ કેર ચેરિટેબલ” ટ્રસ્ટના પ્રમુખ દેસુરભાઈ ધમા નો આજે જન્મદિવસ છે.     સેવાકીય કાર્યો ની સાથે સાથે દેસુરભાઈ ધમા આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ઉપપ્રમુખ અને અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભાના યુવા મહામંત્રી તેમજ રક્ત યોદ્ધા ગ્રુપમાં કાર્યરત છે. હિન્દુત્વ વાદી અભિગમ ધરાવતા દેશુરભાઈ રાષ્ટ્રભાવનાના રંગે પણ રંગાયેલ છે. આજે તેમના જન્મદિવસ નિમિતે મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો તેમજ મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છા…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદથી વેરાવળ-સાબરમતી ‘વંદે ભારત’ ટ્રેનને વર્ચ્યૂઅલી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદથી કેન્દ્ર અને રાજ્ય સરકારના રૂ.૨૪,૦૦૦ કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યુ હતું. જે ઉપક્રમે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વડાપ્રધાનએ વેરાવળ રેલવે સ્ટેશનથી વેરાવળ(સોમનાથ)-સાબરમતી(અમદાવાદ) ‘વંદેભારત એક્સપ્રેસ’ ટ્રેનનું લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછાર, સર્વે ધારાસભ્યો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. સાંસદ રાજેશભાઈ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લો અનેક કુદરતી સ્થળો, નૈસર્ગિક પ્રકૃત્તિ અને પ્રવાસન સ્થળો ધરાવે છે. સોમનાથ…

Read More