ભુજ તાલુકામાં વિવિધ દબાણો દૂર કરીને સરકારી જમીનને ખુલ્લી કરાવતું જિલ્લા વહીવટીતંત્ર

હિન્દ ન્યુઝ, ભુજ   જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, ભુજ પ્રાંત અધિકારી ડૉ. અનીલ જાદવના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર અને ભુજ તાલુકાના લુડીયા ખાતે વિવિધ દબાણો તોડીને સરકારી જમીનને ખુલ્લી કરાવવામાં આવી હતી. ભુજ તાલુકાના લુડિયા ખાતે સરકારી જમીન ઉપરના દબાણો હટાવવાની ઝુંબેશ અંતર્ગત ટ્રા.સ.ન. ૬૩ પૈકીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મામલતદાર એ.એન.શર્મા અને જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા લુડિયામાં ૨ શખ્સો દ્વારા ગેરકાયદેસર ઊભા કરવામાં આવતા કોમર્શિયલ પ્રકારના દબાણો તોડીને અંદાજિત રૂ. ૦૯ લાખની ૧૦,૦૦૦ ચો.મી સરકારી જમીનને ખુલ્લી કરાઈ હતી. જ્યારે ભુજમાં શહેર મામલતદાર ડી.કે.રાજપાલની માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્રની ટીમ…

Read More

લખપત તાલુકાના વિવિધ ગામોમાં સરકારી જમીનો પરના ખેતી વિષયક દબાણો દૂર કરતું વહીવટીતંત્ર

હિન્દ ન્યુઝ, ભુજ,      જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, પ્રાંત અધિકારીશ્રી સૂરજ સુથારના માર્ગદર્શન હેઠળ લખપત મામલતદાર એસ.એ.ડોડીયા સહિત તાલુકા વહીવટીતંત્રના સ્ટાફ દ્વારા સરકારી પડતર જમીન ઉપરના વિવિધ ખેતી વિષયક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં વહીવટીતંત્ર દ્વારા મોટી વિરાણી ગામમાં ત્રણ, માતાના મઢમાં બે, દયાપરમાં બે, રાવેશ્વર ગામમાં એક, બરંદા ગામમાં બે, તહેરા ગુહર મોટીમાં બે એમ કુલ ૧૨ દબાણો દૂર કર્યા હતા. આ તમામ દબાણો ગેરકાયદેસર રીતે ખેતી વિષયક હોય અને સરકારી પડતર જમીનને ખાલી કરાવવી જરૂરી હોય તે બદલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.…

Read More

સ્મૃતિવન મ્યૂઝિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના ૧૦ શહેરો માટે તૈયાર કરાયેલા હીટ એક્શન પ્લાનનું લોન્ચિંગ

હિન્દ ન્યુઝ, ભુજ     ભુજના સ્મૃતિવન મ્યૂઝિયમ ખાતે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન મંડળ, જિલ્લા વહીવટીતંત્રના ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તેમજ કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરન્મેન્ટ એન્ડ વોટર(CEEW)ના સહયોગથી હીટ એક્શન પ્લાનનું લોન્ચિંગ અને અધિકારીઓ, કર્મચારીઓ માટે કેપેસિટી બિલ્ડીંગના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયરન્મેન્ટ એન્ડ વોટર(CEEW) દ્વારા રાજ્યના ૧૦ શહેરો જેવા કે, ભુજ, સુરત, વલસાડ, નવસારી, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, ઈડર, પાટણ, પાલનપુર માટે તૈયાર કરાયેલા હીટ એક્શન પ્લાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્લાનમાં જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓ, હેલ્થ વિષયક તૈયારીઓ, સસ્ટેનેબલ અર્બન પ્લાનિંગ, હીટવેવ…

Read More

ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા તા. ૩૧ મે સુધી આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું રહેશે 

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગર જિલ્લાના બાગાયતદારો માટે બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. યોજના હેઠળના વિવિધ ઘટકની સહાય માટે નવા આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ને તા.૨૪ એપ્રિલ થી તા.૩૧ મે સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે અંતર્ગત સહાયનો લાભ લેવા માંગતા બાગાયતદરોએ www.ikhedut.gujarat.gov.in વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.  જેમાં લાભ લેવા માંગતા ખેડૂતોએ અરજી કરતાં પહેલા આઈ- ખેડૂત પર નોંધણી કરવી ફરજિયાત છે. તેમજ અરજીમા જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની…

Read More

સોમવારે તળાજા ITI ખાતે ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય દ્વારા તા.28 એપ્રિલ,2025ને સોમવારના રોજ સવારે 11:00 કલાકે આઇ. ટી.આઈ,તળાજા ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આઇ.ટી.આઇ., સ્નાતક તેમજ ધો.05 પાસ થી 10 પાસ, 12 પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખાનગીક્ષેત્રનાં અંદાજિત 04 એકમ (કંપની)માં બ્રાન્ચ મેનેજર, આસી. બ્રાન્ચ મેનેજર, Ring frame Piercer, સેલ્સ એક્સિક્યુટિવ, બીમા સખી & RCA વગેરે જગ્યાઓ ભરવાની છે.  નિયત કરેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૫ નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત…

Read More

એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડીજીટલ ખેડૂત ઓળખકાર્ડ મેળવવા ફાર્મર રજીસ્ટ્રી કરાવવી દરેક ખેડૂત માટે ફરજિયાત

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભારત સરકાર દ્વારા લોન્ચ કરેલ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડીજીટલ ખેડૂત ઓળખકાર્ડ મેળવવા ફાર્મર રજીસ્ટ્રી કરાવવી દરેક ખેડૂત માટે ફરજિયાત હોવાનું ભાવનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે. સરકારની દરેક સહાય યોજનાઓનો લાભ લેવા, ભવિષ્યમાં ખેડૂત તરીકેના પુરાવા માટે પણ આ ઓળખકાર્ડ ફરજિયાત જરૂરી છે. ભવિષ્યમાં ટેકાના ભાવે વિવિધ કૃષિ જણસો પણ લઘુત્તમ ટેકાના ભાવે ભરાવવા, ખેડૂતોની જમીનમાં વાવેલા પાકોની ડીજીટલ નોંધણી (ડીજીટલ ક્રોપ સર્વે) કરાવવા માટે, કિસાન ક્રેડીટ કાર્ડ મેળવવા, ભવિષ્યમાં કોઈ કુદરતી હોનારતોથી થતાં પાક નુકશાનીનું વળતર ચૂકવવાનું થશે તો પણ ખેડૂત ઓળખકાર્ડ…

Read More

વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે રેડક્રોસ ભાવનગર દ્વારા અલંગ ખાતે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર        વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા અલંગ રેડક્રોસ હોસ્પિટલ ના બન્ને વિભાગો ના સ્ટાફ અને સ્વંયસેવકો દ્વારા હોસ્પિટલ અને આસપાસ ના વિસ્તારમાં સ્વચ્છતા કાર્યક્રમ અને પ્લાસ્ટિક મુક્ત પૃથ્વી નો સંદેશો આપવા માટે વેસ્ટ પ્લાસ્ટિક કલેક્શન નું અભિયાન કરવા માં આવ્યું હતું કુદરતી સંપત્તિ ના સંરક્ષણ દ્વારા પૃથ્વી નું જતન કરવા નો સંદેશ આપી ને આ આદતો ને નિયમિત અપનાવવા માટે લોકો ને અપીલ કરી હતી આ આયોજન માં રેડક્રોસ સંચાલિત હોસ્પિટલ ના સ્ટાફ અને સ્વંયસેવકો એ જોડાઈ ને હોસ્પિટલ આસપાસ ના વિસ્તારમાં…

Read More

ગ્રામ્ય વિકાસની નવી દિશા: સાવરકુંડલા તાલુકામાં રોડ કામોની ભવ્ય શરૂઆત

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા        સાવરકુંડલા તાલુકાના પરિવહન અને ઢાંચાગત વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાનરૂપ બનતા ₹3.38 કરોડના બે મુખ્ય માર્ગોના વિકાસ કાર્યનો આજ રોજ ઘારાસભ્ય કસવાળાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.આ અંતર્ગત તાલુકાના દોલતીથી મેરીયાણા રોડ(૧૭૦ લાખ) અને લીખાળાથી ભેંકરા રોડ (૧૬૮ લાખ) એમ બે મુખ્ય માર્ગોના નિર્માણ કાર્યની શરૂઆત થઈ છે. આ રસ્તાઓ માત્ર વાહન વ્યવહારને સરળ બનાવશે નહિ, પરંતુ સમગ્ર તાલુકાના વિકસિત અને વ્યવસાયિક પરિવેશને પણ નવું ગતિમાન આપશે. દોલતી–મેરીયાણા અને લીખાળ–ભેકરા જેવા વિસ્તારોમાં રહેવાસીઓ વર્ષોથી આધુનિક માર્ગ સુવિધાની અપેક્ષા રાખતા હતા, જે હવે પરિપૂર્ણ થવા જઈ રહી છે.…

Read More

પાલીતાણા ખાતે કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં પહેલગાંવ હુમલાના મૃતકો માટે પ્રાર્થના સભા યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર      જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોને શ્રધ્ધાંજલિ અપાઈ રહી છે ત્યારે આજે પાલીતાણા ખાતે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા કેન્દ્રિય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર શહેરનાં યતિશભાઈ પરમાર અને સ્મિત પરમાર સહિત પહેલગાંવ હુમલાના મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી‌ હતી તેમજ બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર પિતા-પુત્રના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ વેળાએ કેન્દ્રિય મંત્રી…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તા. ૨૯ એપ્રિલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરનો ૯ મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને તા. ૨૯ એપ્રિલના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરનો ૯ મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાનાર હોઈ આ અંગે યુનિવર્સિટી કુલપતિ ડૉ. ભરતભાઇ બી. રામાનુજે પત્રકાર પરિષદ યોજીને મીડિયાને માહિતી આપી હતી. કુલપતિ ડૉ. ભરતભાઇ બી. રામાનુજે જણાવ્યું હતું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરના કુલાધિપતિશ્રી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ૯ મો વાર્ષિક પદવીદાન સમારંભ તા. ૨૯-૦૪-૨૦૨૫ ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે અટલ ઓડિટોરિયમ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગર ખાતે યોજાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પદવીદાન સમારંભમાં ૪૪ ગોલ્ડ મેડલ, ૧૨ સિલ્વર મેડલ…

Read More