હિન્દ ન્યુઝ, આણંદ આગામી તા. ૧૨ એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જિલ્લાની મુલાકાતે પધારનાર છે. મુખ્યમંત્રી જિલ્લાના નડિયાદ-પેટલાદ-ખંભાત રોડ પર આવેલ પેટલાદ કોલેજ ચોકડી પાસેના રૂપિયા ૩૧ કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીની આણંદ જિલ્લાની મુલાકાતને ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારી અધિકારી સુ દેવાહુતીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સુચારુ આયોજન – અમલીકરણ અર્થે સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારીએ મુખ્યમંત્રીના પેટલાદ ખાતેના કાર્યક્રમને ધ્યાને લઈ સબંધિત અધિકારીઓને તેમના હસ્તકની કામગીરી સુચારૂ રૂપે થાય તે જોવા જણાવી જરૂરી માર્ગદર્શન…
Read MoreDay: April 11, 2025
આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલ, એસ.ટી.ડેપો, ગ્રામ પંચાયત, આંગણવાડીમાં ORSના પેકેટ વિતરણ કરાયા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં હિટવેવની આગાહીને લઈને આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે અને લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. હિટવેવની આગાહીને અનુલક્ષીને આજે જિલ્લાની વિવિધ સ્કૂલ, એસ.ટી. ડેપો, આંગણવાડી સહિતમાં ORSના પેકેટ વિતરણ કરવામાં આવ્યાં હતાં. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા હિટવેવને ધ્યાને લઈને જિલ્લાની વિવિધ સ્કૂલો, આંગણવાડી, ગ્રામ પંચાયત, એસ.ટી.ડેપો સહિતના સ્થળોએ ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તે કેવી રીતે બનાવવું તે અંગે સમજણ આપી હતી.
Read More