રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય ડૉ.આશા લકડાએ જામનગર જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી

હિન્દ ન્યુઝ, જામનગર    રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય ડૉ.આશા લકડાએ જામનગર સર્કિટ હાઉસ ખાતે પદાધિકારીઓ અને લગત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેઓએ જામનગર જિલ્લામાં અનુસૂચિત જનજાતિના લોકો માટે વિવિધ વિભાગો જેમાં શિક્ષણ, આરોગ્ય તથા જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરાઈ રહેલ કામગીરી અને આ સમુદાયના લોકોને સરકારી યોજનાઓના વધુમાં વધુ લાભો મળી રહે અને તેઓ પણ સમાજમાં પોતાનું યોગદાન આપી શકે તે પ્રકારે કામગીરી કરવા અધિકારીઓને જણાવ્યું હતું.  ત્યારબાદ તેઓએ સમરસ હોસ્ટેલની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ હોસ્ટેલની સુવિધાઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો…

Read More

ગીર સોમનાથ જિલ્લાના ૩૨૯ માંથી ૧૪૮ ગામડા ટી.બી. મુક્ત

આજે વિશ્વ ટીબી દિવસ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       એક સમયે કોરોના જેવી મહામારી જાહેર થયેલી ટ્યુબરક્યુલોસિસ(ટી.બી.) સામે ગીર સોમનાથ જિલ્લા પંચાયતના જિલ્લા ક્ષય અધિકારીની કચેરીએ સિધ્ધિ હાંસલ કરી છે. ગીર સોમનાથ શહેર– જિલ્લામાં ટી.બી.ના કેસની રિકવરીમાં સફળતા મેળવી છે. વર્ષ ૨૦૨૪માં ગીર સોમનાથ જિલ્લાના ૩૨૯ ગામમાંથી ૧૪૮ ગામ ટી.બી. મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાને ટી.બી. મુક્ત કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.…

Read More

બોટાદ જિલ્લામાં કોમન એન્ટ્રરન્સ ટેસ્ટ (CET)-૨૦૨૫ની પરીક્ષા અન્વયે જરૂરી પ્રતિબંધો ફરમાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, બોટાદ                  બોટાદ જિલ્લામાં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા કોમન એન્ટ્રરન્સ ટેસ્ટ (CET)-૨૦૨૫ની પરીક્ષા આગામી તા.૨૨/૦૩/૨૦૨૫ના રોજ લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.એલ.ઝણકાતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા,૨૦૨૩ની કલમ-૧૬૩ (ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ- ૧૯૭૩(૧૯૭૪નો ૨ની કલમ-૧૪૪)થી તેમને મળેલા અધિકારની રૂએ ફરમાવ્યું છે કે, આગામી તા.૨૨/૦૩/૨૦૨૫ ના રોજ સમય સવારનાં ૧૧:૦૦ થી ૧૩:૩૦ કલાકનાં કુલ-૩૪ પરીક્ષા કેન્દ્ર, ઉપર તથાં જિલ્લાનાં સ્ટ્રોંગરૂમ (સરકારી હાઇસ્કૂલ, સ્ટેશન રોડ,…

Read More

બોટાદમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી : શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને કૃમિનાશક દવાઓ અપાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ              બોટાદમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ભારતીબેન ધોળકીયાના માર્ગદર્શન અન્વયે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ૧ થી ૧૯ વર્ષની વયનાં શાળા એ જતાં અને ન જતાં તમામ બાળકોને, કિશોરો અને કિશોરીઓને શાળા અને આંગણવાડી કેન્દ્રો પરથી કૃમિનાશક દવા આલબેન્ડાઝોલની ગોળીઓનું નિ:શૂલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આરોગ્યલક્ષી શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું.              સામાન્ય રીતે એવી માન્યતા લોકોમાં સેવાઈ રહી છે કે વધુ પડતું ગળ્યું ખાવાથી કૃમિ થાય છે. પરંતુ કૃમિ થવા…

Read More

બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ                બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.               આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દાઓ ઉપર વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા.             આ તકે, જિલ્લા કલેક્ટરએ, જિલ્લાના અમલીકરણ…

Read More

રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી અંગે નોંધણીની મુદતમાં વધારો કરાયો

હિન્દ ન્યુઝ, બોટાદ               ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ઘઉંનો લઘુત્તમ ટેકાના ભાવ રૂપિયા ૨,૪૨૫/- પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉપ્તાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. ને “નોડલ એજન્સી” તરીકે નિયુક્ત કરી તા.૧૭/૦૩/૨૦૨પથી ઘઉંની ખરીદી હાથ ધરવામાં આવી છે.                લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા બોટાદ જિલ્લાના ખેડૂતો તેમની ઓનલાઇન નોંધણી સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૦૧/૨૦૨૫…

Read More

राजभवन में उत्तर प्रदेश सैनिक पुनर्वास निधि प्रबंधन समिति की 51वीं बैठक आयोजित की

हिन्द न्यूज़, उत्तरप्रदेश        उत्तर प्रदेश की राज्यपाल श्रीमती आनंदीबेन पटेल की अध्यक्षता में आज राजभवन में उत्तर प्रदेश सैनिक पुनर्वास निधि प्रबंधन समिति की 51वीं बैठक आयोजित की गई। इस बैठक में समिति ने राज्यपाल जी से विभिन्न 09 मदों पर विस्तृत चर्चा की।  बैठक में 50वीं बैठक में लिए गए निर्णय के अनुपालन की रिपोर्ट, वित्तीय वर्ष 2025-26 के बजट के स्वीकृति, निधि मुख्यालय तथा अटारी प्रक्षेत्र के वित्तीय वर्ष 2023-24 के लाभ हानि खातों एवं बैलेंस शीट के अनुमोदन, विभिन्न श्रेणी के पदों पर कर्मचारियों…

Read More

આઈ.ટી.આઈ. કાલાવડ દ્વારા વેકેશન દરમિયાન સ્કિલ ડેવલોપમેન્ટ કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર      આઈ.ટી.આઈ.કાલાવડ દ્વારા વેકેશન દરમિયાન તા.૨૭-૦૩-૨૫ થી વિનામૂલ્યે જ્ઞાન સાથે ગમ્મત સમાન વેકેશન સ્કિલ ડેવલોપમેન્ટ કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં ધો-૭ થી વધુ અભ્યાસ કરેલ કોઇપણ વિદ્યાર્થી, શિક્ષક અને યુવાનો તેમજ જિજ્ઞાસુઓ ભાગ લઈ શકશે.    આ કેમ્પમાં ભાગ લેનારને વિવિધ ટેકનીકલ જ્ઞાન આપવામાં સાથે ઓન હેન્ડ પ્રેક્ટિકલ તાલીમ પણ અપાશે. કેમ્પમાં ભાગ લેનારને ઘરના ઉપકરણો પંખા, ફ્યુઝ, પાણીની મોટર વગેરેની જાતે રીપેરીંગ અંગેની પ્રત્યક્ષ જાણકારી આપવામાં આવશે તેમજ કોમ્પ્યુટરમાં પેઈન્ટ, એક્સેલ અને પાવરપોઈન્ટ વગેરે શીખવવામાં આવશે. ઉપરાંત કાર અને બાઈકનુ એન્જીન તેમજ વેલ્ડીંગ ટ્રેક્ના મશીનોની…

Read More

જામનગર જિલ્લાના વાહન માલિકો મોટરકાર માટેની તમામ જુની સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના તમામ વાહન માલિકો મોટરકાર માટેની જૂની સીરીઝના સિલ્વર અને ગોલ્ડન, આમ બંને પ્રકારના નંબરોના ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે.આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.૨૪-૦૩-૨૫ થી તા.૨૬-૦૩-૨૫ બપોરે ૦૪:૦૦ કલાક સુધીનો રહેશે.આ ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.૨૬-૦૩-૨૫ થી તા.૨૮-૦૩-૨૫ બપોરે ૦૪:૦૦ કલાક સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.૨૮-૦૩-૨૫ ના રોજ બપોરે ૦૪:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.     ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહન માલિકોએ સૌપ્રથમ http://www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર…

Read More

જામનગર જીલ્લામાં ખિલખિલાટ રસીકરણ અભિયાન અંતર્ગત ઓરી-રૂબેલા વેક્સિનેશનનું બે દિવસીય આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર       ભારત સરકારે ઓરી(મીઝલ્સ) અને રુબેલા સામે લડવા વિશ્વના સૌથી મોટા ટીકાકરણ અભિયાનની શરુઆત કરી છે. આ અભિયાન અંતર્ગત રસીકરણથી વંચિત રહી ગયેલા અને બહાર ગામથી આવેલા બાળકોને આવરી લેવામાં આવે છે. ૯ મહિનાથી ૫ વર્ષ સુધીના બાળકોને એમ.આર-1 અને એમ.આર-2 રસી મુકવામાં આવે છે જેથી કરીને બાળકોને ઓરી-રૂબેલાનો ચેપ ન લાગે. એમ.આર. રસી બાળકો માટે સંપુર્ણપણે સુરક્ષિત છે. આ રસીનો ઉપયોગ ૧૫૦થી વધુ દેશોમાં થઈ રહ્યો છે. આ રસી આપવાથી બાળકોમાં બન્ને રોગ થવાની સંભાવના ખુબ ઓછી રહે છે.  ૧૫ માર્ચ અને ૧૬ માર્ચના રોજ…

Read More