સુરતમાં આયોજિત ‘ગૈર સીમાવર્તી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત      સુરતમાં આયોજિત ‘ગૈર સીમાવર્તી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’ અંતર્ગત યુવાનોને ઔદ્યોગિક, પ્રવાસન ક્ષેત્ર મુલાકાત અને વિવિધ વિષયક સંવાદ સત્રો યોજાયા.  ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ, નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.૪ થી ૮ માર્ચ સુધી “ગૈર સીમાવર્તી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ” યોજાયો હતો. જેમાં રાજસ્થાન, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને પંજાબથી આવેલા સહભાગી યુવાનોને ઔદ્યોગિક ક્ષેત્રોની મુલાકાત કરાવાઈ હતી.સુમુલ ડેરી, યુરો વેફર્સ, અતુલ બેકરી, એચ.કે. ડાયમંડ, ડુમસ બીચ અને વી.આર. મોલ જેવી મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ અને વિજ્ઞાન સાથે સંબંધિત જગ્યાઓની મુલાકાત પણ લીધી હતી.

Read More

સ્ત્રી એટલે સર્જનહારનું સર્વોત્તમ સર્જન

હિન્દ ન્યુઝ, રાજકોટ     સ્ત્રી એટલે સર્જનહારનું સર્વોત્તમ સર્જન. આમ તો સ્ત્રી સ્વયં જ સર્જનહાર છે. ત્યારે આજે આપણે વાત કરવા જઈ રહ્યાં છીએ…. પ્રકૃતિ, કલા અને સર્જનાત્મકતાના સમન્વય સમાન એક નારીની.. જેણે ઘરની અગાશીમાં શાકભાજી-ફળો વાવીને કુદરત સાથે સીધું તાદાત્મ્ય સાધ્યું છે. રાજકોટનાં મંજુલાબેન ગજેરાની અગાશીમાં નાના-મોટા અનેક પ્લાન્ટ્સનો ઉછેર થાય છે. એમની અગાશીમાં આદું, હળદર કે ગળો જેવા ઔષધિય છોડ પણ જોવા મળે તો રોજીંદા ઉપયોગમાં લેવાતા શાકભાજી પણ તેમણે વાવ્યાં છે.    મંજુલાબેન ગજેરા મહિલા દિવસની શુભેચ્છા પાઠવતાં કહે છે કે “ગૃહિણી ‘રસોઈની રાણી’ કહેવાય છે,…

Read More

રાજકોટની પ્રાદેશિક કચેરી આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા “પોષણ ઉત્સવ – ૨૦૨૪” ની ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ     મહિલા અને બાળ વિકાસ વિભાગ, રાજકોટની પ્રાદેશિક કચેરી આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા “પોષણ ઉત્સવ – ૨૦૨૪” ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વિભાગીય નાયબ નિયામક, રાજકોટ ઝોનના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો હતો. “પોષણ ઉત્સવ – ૨૦૨૪” ની ઉજવણીનો હેતુ પોષણનું મૂલ્ય સમજાવવા, મિલેટ્સ, ટેક હોમ રાશન તેમજ સરગવામાંથી બનતી વિવિધ વાનગીઓ વિષે જાગૃતિ ફેલાવવાનો હતો. જેમાં રાજકોટ ઝોનના કુલ ૧૨ જિલ્લા તેમજ કોર્પોરેશનમાંથી જિલ્લા કક્ષાના પ્રથમ ત્રણ વિજેતા મિલેટ તેમજ ટેક હોમ રાશન(THR) માંથી વિવિધ વાનગીનું પ્રદર્શન કર્યું હતું. ઝોન કક્ષાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય…

Read More

“વન નેશન વન રેશનકાર્ડ” યોજના

હિન્દ ન્યુઝ, રાજકોટ     પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય એકતા લાવવા તથા જન સામાન્યની સુગમતા વધારવાના શુભાશયથી “વન નેશન વન રેશનકાર્ડ” યોજના વર્ષ-૨૦૧૯માં અમલમાં મુકાઈ છે. જે અંતર્ગત લાભાર્થી તરીકે નોંધાયેલ કોઈ પણ રાશનકાર્ડધારક રોજગારી માટે કોઈ એક રાજયમાંથી બીજા રાજયમાં કે એક જ રાજયના કોઇ પણ જિલ્લા, તાલુકા, ગામ કે શહેરમાં વસવાટ કરતા હોય, ત્યાંની વાજબીભાવની દુકાન પરથી પોતાને મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકે છે. જેથી નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓને પોતાનું રાશન ખૂબ સરળતાથી ઉપલબ્ધ થાય છે.  આ યોજના હેઠળ કોઈ પણ સ્થળેથી મળવાપાત્ર…

Read More

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની દ્વારા “ન્યૂ ઈન્ડિયા મહિલા ઉદ્યમ વીમા” પોલિસી શરૂ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ      ભારત સરકાર દ્વારા મહિલાઓને ઉદ્યોગ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા તથા સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગમાં મદદ મળે તેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની દ્વારા “ન્યૂ ઈન્ડિયા મહિલા ઉદ્યમ વીમા” પોલિસી શરૂ કરવામાં આવી છે.  કંપની દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને સહયોગ અને સુરક્ષા પૂરી પાડવા આ એક નાનો પ્રયાસ છે. રૂપિયા પાંચ કરોડ સુધીનું કદ અથવા મૂલ્ય ધરાવતી સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગ ચલાવતી મહિલા ઉદ્યોગ સાહસિકોના લાભાર્થે આ પોલિસી શરૂ કરવામાં આવી છે, જેમાં આગ અને આનુષંગિક જોખમોને…

Read More

રાજકોટ ખાતે રજત જયંતિની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજકોટમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની સ્થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ થતાં હીરાસર એરપોર્ટ ખાતે રજત જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સફળતાપૂર્વકના ૨૫ વર્ષની ઉજવણી પ્રસંગે કાર્યક્રમના સ્થળે ક્વિક રીસ્પોન્સ ટીમ (ક્યુ.આર.) અને ડોગ શોનું આયોજન થયું હતું. જેમાં સી.આઈ.એસ.એફ.ના જવાનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેમાં દેશદાઝ જગાડી દેશની સુરક્ષામાં સી.આઈ.એસ.એફ.નું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્વિક રીસ્પોન્સ ટીમના ૧૫ કમાન્ડો દ્વારા તમિલનાડુના સેલવમ આર્ટના અલગ અલગ કરતબ કરવામાં આવ્યા હતા. આપત્તિના સમયે દેશની અને જવાનોની માટે કટિબદ્ધ જવાનો મિશન સફળતાપૂર્વક પાર પાડે તેનું નિદર્શન કરાયું હતું. જેમાં…

Read More

સાંસદ પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગરમાં ૭મા જન ઔષધિ દિવસની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગરના જોલી બંગલા પાસે આવેલ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પર સાંસદ પુનમબેન માડમના અધ્યક્ષ સ્થાને ભારત સરકાર, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય, ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજનાના સાતમા જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાંસદએ જણાવ્યું હતું કે, રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે વ્યાજબી ભાવે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જન ઔષધિ કેન્દ્રો આશીર્વાદરૂપ છે. હાલના સમયમાં દવાઓ લોકો માટે અનિવાર્ય છે. જન ઔષધિ કેન્દ્રોમાં ગુણવતાયુક્ત દવાઓ ૩૦ ટકાથી માંડી…

Read More

જસદણ ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ

હિન્દ ન્યુઝ, જસદણ     જસદણ ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ. જેમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ સિવિલ કોર્ટ જસદણ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું.     સદરહું લોક અદાલતને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન તથા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન.દવે, એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી.એ.ઠક્કર, રજીસ્ટાર એમ.બી.પંડ્યા અને તાલુકા લીગલ સર્વિસ સમિતિના સેક્રેટરી જે.એ.સોયા, ન્યાયાલયના તમામ કર્મચારીઓ, હાજર પી.જી.વી.સી.એલ., વિવિધ બેન્કના…

Read More

જામનગર જિલ્લામાં રહેતા શિવાંશને મળી માં-બાપની હૂંફ

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટ કેતન ઠક્કર દ્વારા જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા બાળકને યુએસએના ન્યૂજર્સી ખાતે વસવાટ કરતાં દંપતીને દત્તક વિધાન હેઠળ સોંપવામાં આવ્યું હતું. જુવેનાઈલ જસ્ટીસ એક્ટ ૨૦૧૫ની કલમ-૫૬ મુજબ દત્તક વિધાનની જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાં અનાથ,ત્યજી દેવાયેલા અને સોપી દેવાયેલા બાળકો તેમજ સ્ટેપ એડોપ્શન અને ફેમેલી એડોપ્શન અંતર્ગત દત્તક વિધાનના નિયમો હેઠળ દત્તક આપવામાં આવે છે. જે અન્વયે મૂળ જામનગર જિલ્લાના જામજોધપુરના રહેવાસી અને હાલ ન્યુ જર્સી યુએસએ ખાતે વસવાટ કરતા અરજદાર કલ્પેશભાઈ માણસુરિયા અને અંજલીબેન કલ્પેશભાઈ માણસુરિયા દ્વારા જામજોધપુર…

Read More

વ્હીકલ ટેક્ષ એક્ટ-૧૯૫૮ની જોગવાઇઓના ભંગ બદલ જપ્ત વાહનોની હરાજી અંગે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, બોટાદ દ્વારા જાહેરજોગ

હિન્દ ન્યુઝ, બોટાદ     આથી શાખ ધરાવતા વ્યક્તિઓને જણાવવામાં આવે છે કે નીચે દર્શાવેલ વાહનો એ.આર.ટી.ઓ. બોટાદ દ્વારા ગુજરાત મોટર વ્હીકલ ટેક્ષ એક્ટ-૧૯૫૮ની જોગવાઇઓના ભંગ બદલ જપ્ત કરેલ છે. તે વાહનો “જેમ છે જયાં છે અને જે છે તે” (As is where is bases and As is what is basis) રીતે હરાજી કરવાની હોય. તો ઠરાવેલ શરતોએ ટુ બીડ સિસ્ટમ (કોમર્શિયલ બિડ તથા પ્રાઇઝ બીડ)થી ટેન્ડર અલગ અલગ સીલબંધ કવરમાં રજી.એડી સ્પીડ પોસ્ટથી મંગાવવામાં આવે છે. કચેરીના કામકાજના દિવસો દરમ્યાન તા. ૧૦-૦૩-૨૦૨૫ થી તા. ૧૮-૦૩-૨૦૨૫ સુધીમાં સવારે ૧૧.૦૦ થી…

Read More