હિન્દ ન્યુઝ, જસદણ
જસદણ ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ. જેમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ સિવિલ કોર્ટ જસદણ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું.
સદરહું લોક અદાલતને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન તથા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન.દવે, એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી.એ.ઠક્કર, રજીસ્ટાર એમ.બી.પંડ્યા અને તાલુકા લીગલ સર્વિસ સમિતિના સેક્રેટરી જે.એ.સોયા, ન્યાયાલયના તમામ કર્મચારીઓ, હાજર પી.જી.વી.સી.એલ., વિવિધ બેન્કના કર્મચારીઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ, પક્ષકારો તેમજ વકીલઓની હાજરીમાં લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવી હતી.
સદરહુ લોક અદાલતમાં એક જ દિવસમાં બંને કોર્ટના કેસો મળી કુલ ૨૮૬ કેસોનો નિકાલ થયેલ તેમજ પ્રિલિટીગેશન અને બેંક તેમજ પી.જી.વી.સી.એલ.ના બંને કોર્ટના કેસો સાથે મળી કુલ ૯૬ કેસો ફેસલ થયેલ અને બંને કોર્ટના સાથે કુલ મળી ૮૯૩૪૬/- જેટલી રકમનો દંડ વસુલી સરકારને મળેલ. આ લોક અદાલતમાં ” ન કોઈની જીત ન કોઈની હાર” ના સૂત્રને સાર્થક કરતા પક્ષકારોએ લોક અદાલતનો લાભ લીધેલ.
આ લોક અદાલતને સફળ બનાવવા હાજર રહેલ પી.જી.વી.સી.એલ.ના કર્મચારીગણો તથા વિવિધ બેંકના મેનેજરઓ તથા કર્મચારીગણો તથા શ્રીરામ ફાયનાન્સના લીગલ ઑફિસર જયદેવ રાઠોડ તથા લોક અદાલતના કન્સીલીટર એડવોકેટ પ્રકાશ પ્રજાપતી તથા જસદણ બાર એસોશીયનના વકીલોએ ખુબજ સહયોગ આપેલ નામદાર કોર્ટ દ્વારા આગામી તારીખ ૧૦/૦૫/૨૦૨૫ ના રોજ લોક અદાલત યોજાશે. જેમાં પક્ષકારોએ વધુમાં વઘુ લાભ લેવા તાલુકા કાનૂની સેવા સત્તામંડળના લીગલ વિભાગના તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન તથા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન.દવે, એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી.એ.ઠક્કર, રજીસ્ટાર એમ.બી.પંડ્યા અને તાલુકા લીગલ સર્વિસ સમિતિના સેક્રેટરી જે.એ.સોયા તથા ન્યાયાલયના તમામ કર્મચારીગણે આગામી આવનારી લોક અદાલતનો લાભ લેવા જણાવેલ છે.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ