ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત ૭૨.૯૨ ટન કચરાનો નિકાલ

હિન્દ ન્યુઝ, ભાવનગર

સ્વચ્છતા હી સેવા અંતર્ગત આજરોજ તા.૨૩/૧/૨૦૨૩ ના રોજ ચેરમેન- સ્ટેન્ડીંગ કમિટિ, કમિશનર, નાયબ કમિશનર (એડમીન), સો.વે.મે.વિભાગ-રોડ વિભાગ- ગાર્ડન વિભાગ-ડ્રેનેજ વિભાગ, રોશની વિભાગ, વોટર વર્કસ વિભાગ, બિલ્ડિંગ વિભાગ, એસ્ટેટ વિભાગના અધિકારી/કર્મચારીઓની સીધી દેખરેખ નીચે સંયુકત રીતે મંત્રેશ કોમ્પ્લેક્ષ થી ૧૫૦ ફુટ રીંગ રોડ બાલા હનુમાપાર્કની આજુબાજુના વિસ્તારમાં તમામ વિભાગોની સંયુક્ત ડ્રાઇવ યોજી કુલ ૪ જેસીબી અને ૨ ટ્રક તેમજ ૫- ટ્રેકટર તથા ૪૬ સફાઇ કામદારો દ્વારા કચરો, બાવળ, ઝાડી ઝાંખરા, પ્લાસ્ટીક વિગેરે એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવેલ અને ડીવાઇડર તેમજ રરના ઉપરના ગાંડા બાવળ, બિનજરૂરી વનસ્પતીઓ વિગેરે દુર કરવાની તેમજ ખાડાઓના પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવેલ અને સ્ટ્રીટ લાઇટ રીપેરીંગ કરવાની – બોસ ડ્રેઇન સાફ કરવાની- નાળા વિસ્તારમાં ઉગી નીકળેલ દાંડી –ઝાંખરા-બાવળ-વનસ્પતીઓ- કચરો દુર કરવાની તથા એસ્ટેટ વિભાગથી દબાણ હટાવની અને પશુ ત્રાસ નિયંત્રણ વિભાગ દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. આામ આ વિસ્તારમાં મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ સુઘડ અને સુવ્યવસ્થીત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.  

આ સઘન સફાઇ ઝુંબેશની કામગીરી દરમ્યાન અંદાજિત કુલ ૩૨.૪૦ ટન જેટલા કચરો, બાવળ, ઝાડી ઝાંખરા, પ્લાસ્ટીક, ખરાબો વિગેરે એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવેલ હતા. આમ આ વિસ્તારને સ્વચ્છ અને સુઘડ બનાવી સ્વચ્છતા અંગે લોકજાગૃતિ લાવવામાં આવેલ હતી. 

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ તા.૨૩/૧૧/૨૦૨૩ ના રોજ ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના તમામ વોર્ડમાં મુખ્ય તેમજ આંતરીક રસ્તાઓની સઘન સફાઇ ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

આ સઘન સફાઇ ઝુંબેશની કામગીરીમાં કુલ ૨૨૫ સફાઇ કામદારો અને ૩૫૨ શહેરીજનો જોડાયા હતા. જેમાં અંદાજીત કુલ ૭૨.૯૨ ટન કચરો એકત્ર કરીને તેનો નિકાલ કરવામાં આવેલ અને આ કામગીરી માટે અંદાજિત ૧૩૫૦ કલાક શ્રમદાન કરવામાં આવેલ હતું.

Related posts

Leave a Comment