સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૫ અને ૬ની સાફ સફાઈ કરાઇ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સ્વચ્છતાલક્ષી ઝૂંબેશના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૫ અને ૬ તથા આસપાસના વિસ્તારોની સાફ સફાઇ કરવામા આવી હતી.

સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૫ અને ૬ના રહેણાંક વિસ્તાર સહિતના આસપાસના વિસ્તારોમાંથી પ્લાસ્ટિક, કાગળો,ઘાસ સહિતનો કચરો તેમજ ગંદકીની સાફ સફાઇ કરીને આ વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યા હતા અને આ સ્વચ્છતા ઝૂંબેશની કામગીરી સુત્રાપાડા નગરપાલીકાના સેનીટેશન શાખાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment